Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભાની વધી મુશ્કેલી, ફોજદારી કેસ પાછો ખેંચવાનો ગુજ. હાઇકોર્ટનો ઇનકાર

જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભાની વધી મુશ્કેલીફોજદારી કેસ પાછો ખેંચવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકારધારાસભ્ય હકુભા (ધર્મેન્દ્રસિંહ જાડેજા) સામે થશે કાર્યવાહીકોંગ્રેસ છોડીને હકુભા જોડાયા હતા ભાજપમાં બાય ઇલેક્શન જીત્યા બાદ હકુભા બન્યા હતા મંત્રીહાઇકોર્ટથી રાહત ન મળતા હકુભા નહીં લડી શકે ચૂંટણીરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યàª
01:04 PM Nov 09, 2022 IST | Vipul Pandya
  • જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભાની વધી મુશ્કેલી
  • ફોજદારી કેસ પાછો ખેંચવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
  • ધારાસભ્ય હકુભા (ધર્મેન્દ્રસિંહ જાડેજા) સામે થશે કાર્યવાહી
  • કોંગ્રેસ છોડીને હકુભા જોડાયા હતા ભાજપમાં 
  • બાય ઇલેક્શન જીત્યા બાદ હકુભા બન્યા હતા મંત્રી
  • હાઇકોર્ટથી રાહત ન મળતા હકુભા નહીં લડી શકે ચૂંટણી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ત્યારે હાલમાં રાજકીય પાર્ટીઓને લગતા ઘણા સમાચારો સામે આવતા રહે છે. તાજેતરમાં જામનગર ઉત્તરથી ધારાસભ્ય હકુભા જાડેજાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ધારાસભ્ય હકુભા જાડેજાની મુશ્કેલીઓ વધી છે. 
2017મા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા 
2017મા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હકુભાની હાલમાં મુશ્કેલીઓ વધી છે. તેમના પર થયેલા એક કેસને લઇને તેમને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. તેમના પર ફોજદારીને કેસ હતો જેને પાછો ખેંચવાનો હાઈકોર્ટે હવે ઈનકાર કર્યો છે. ત્યારે હવે હાઈકોર્ટમાંથી તેમને રાહત ન મળતા તેઓ હવે ચૂંટણી લડી શકશે નહીં તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હકુભા જાડેજાનું મૂળ નામ ધમેન્દ્રસિંહ પણ તેઓ હકુભા તરીકે વધુ જાણીતા થયા હતા. મહત્વનું છે કે, તેઓ 2017મા જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેઓ તે સમયે (2017) ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. હકુભા વિજય રૂપાણી સરકાર સમયે રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ આ સમય દરમિયાન રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી રહી ચુક્યા છે. 
25 વર્ષથી છે જાહેર જીવનમાં
મહત્વનું છે કે, હકુભા અગાઉ કોંગ્રેસમાંથી જ જામનગરના ધારાસભ્ય હતા. રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી તેમનો મોહભંગ થયો હતો. વળી તેઓ 1997મા સામાજિક ક્ષેત્રે સક્રિય થયા હતા. 25 વર્ષથી તેઓ જાહેર જીવનમાં સક્રિય છે. તેમના પર ભૂમાફિયા જયેશ પટેલ સાથે સંબંધના પણ આરોપ લાગી ચુક્યા છે. જોકે, તેમણએ પત્રકાર પરિષદ યોજી આ તમામ આરોપને ફગાવ્યા હતા.
હાઈકોર્ટે કેસ પાછો કરવાનો કર્યો ઇનકાર
જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજાની મુશ્કેલીની અંદર એકા એક વધારો થયો છે. જામનગરમાં પ્રોપર્ટી પડાવી લેવાના અને તોડફોડના જે કેસ નોંધાયા હતા, જેમા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, આ બાબતને લઇને ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય હકુભા જાડેજા કે જેમની વિરુદ્ધ કેસ છે તે પાછો ખેંચવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આપને જણાવી દઇએ કે, આ કેસ પહેલા જામનગરની સ્થાનિક કોર્ટમાં ચાલી રહ્યો હતો. જે હાઈકોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે - આ કેસમાં વર્તમાન ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવશે. આ તેમના માટે એક મોટા આંચકાથી ઓછું નથી. જેના કારણે આગામી સમયમાં તેઓ ચૂંટણી નહીં લડી શકે તેવું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે. 
જામનગર ઉત્તર બેઠકમાં કોણ લડી શકે છે ચૂંટણી?
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો બાદ તમામ પાર્ટીઓમાં ટિકિટને લઇને ચર્ચાઓ તેજ થઇ છે. ટિકિટની ખેંચતાણ વચ્ચે જામનગરની ઉત્તર બેઠકમાં હકુભા જો ચૂંટણી નહીં લડી શકે તો તે બેઠક રાજકીય રીતે ચર્ચાનો વિષય બની શકે છે. સૂત્રોની માનીએ તો આ બેઠક પર ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની અને તેમની બહેન આમને-સામને જોવા મળી શકે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા વર્ષ 2019મા લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયા હતા, જ્યારે તેમના બહેન નૈના જાડેજા તે જ વર્ષમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. મહત્વનું છે કે, નૈના જાડેજા જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, પાર્ટી આ વખતે તેમને મેદાનમાં ઉતારી શકે છે.
આ પણ વાંચો - 52 વર્ષીય બ્રેઇનડેડ કિસનભાઇ વાધેલાનું કરાયું અંગદાન, સિવિલ હોસ્પિટલમાં 95મું અંગદાન

ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstJadejaDharmendrasinhMerubha
Next Article