Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જમાલપુર ખાડિયા બેઠકની તસવીર અને તાસીર, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખàª
જમાલપુર ખાડિયા બેઠકની તસવીર અને તાસીર  જાણો આ અહેવાલમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ચૂંટણી પૂર્વે તમામ પક્ષો અને કાર્યકર્તાઓની તૈયારી શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Election 2022)હવે ગણતરીના મહિના(Gujarat election 2022)બાકી રહ્યા છે. ગુજરાતમાં રાજકીય સમીકરણો બદલાયા હોવાથી વિધાનસભાની ચૂંટણીનું વહેલું આયોજન પણ શરૂ થઈ શકે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પાર્ટી એ પણ વિધાનસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.  ત્યારે  વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકોનું અલગ અલગ મહત્વ રહેલું છે. અમદાવાદને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અમદાવાદની કેટલીક વિધાનસભા બેઠક પર ભાજપ પોતાનો ભગવો લહેરાવી શક્યું નથી. તો શું જમાલપુર ખાડિયા બેઠક પર ભાજપ બાજી મારી શકશે? જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકની (jamalpur khadia assembly constituency) આ તમામ બાબતો અંગે અહીં અમે તમને માહિતી આપી રહ્યા છીએ.
જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક 

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા ઈમરાન ખેડાવાલાએ જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપ નેતા ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નેતા ભૂષણ ભટ્ટે કોંગ્રેસ નેતા સમીરખાન સિપાઈને હરાવ્યા હતા. કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે કોંગ્રેસ 2012ની વિધાનસભા ચૂંટણી જીતી શકી ન હતી. ઉલ્લેખનીય છે કે, જમાલપુર ખાડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2017માં કોંગ્રેસે આ સીટ પર બાજી મારી લીધી હતી.
જમાલપુર  બેઠકનો  ઇતિહાસ 
ભાજપ નેતા ભૂષણ ભટ્ટના પિતા અશોક ભટ્ટે ખાડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી, પરંતુ ભૂષણ ભટ્ટ આ સીટ પર માત્ર બે ટર્મ સુધી જ કામ કરી શક્યા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી.

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકમાંથી12 વિધાનસભા બેઠક પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં દરિયાપુર, જમાલપુર ખાડિયા તથા વેજલપુરમાં સહિત ગુજરાતમાં ભુજ, અબડાસા, વાગરા, લિંબાયત, સુરત-પૂર્વ અને વાંકાનેર, દાણીલીમડા, ગોધરા અને ધોળકામાં મુસ્લિમ ઉમેદવારો પ્રભુત્વ ધરાવે છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી 12 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી નડી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટીના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.
જમાલપુર ખાડિયા બેઠક પર અશોક ભટ્ટનું પ્રભુત્વ હતું 

જમાલપુર ખાડિયાની આ બેઠક પર સ્વ.અશોક ભટ્ટ જેવો રેકોર્ડ કોઈ નોંધાવી શક્યું નથી. અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તથા કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી અશોક ભટ્ટ ચૂંટાઈને આવ્યા હતા. અશોક ભટ્ટનું 29 સપ્ટેમ્બર 2010ના રોજ 71 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. વર્ષ 1960 સુધી તેમણે અરવિંદ મિલમાં પ્યુન તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય કર્યો. તેમના રમૂજી સ્વભાવ અને મજૂરો માટેની લડતના કારણે દરેક વ્યક્તિ અશોક ભટ્ટને ઓળખતી હતી. વર્ષ 1975 માં તેમને પહેલીવાર ભારતયી જન સંઘ પક્ષ તરફથી ખાડિયાના ધારાસભ્ય બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ગોલવાડ વિસ્તારમાં પોતાની પહેલી ઓફિસ ખોલી અને તે ભાજપની ઓફિસ બની. તે સમયથી લઈને 2017 સુધી ભાજપ અને ભટ્ટ પરિવારનું આ વિસ્તારમાં પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 1980થી 1990 સુધી ગુજરાત વિધાનસભામાં ભાજપના વ્હીપ રહ્યા હતા. વર્ષ 2008માં તેમને વિધાનસભામાં સ્પિકર પદ પર બેસાડવામાં આવ્યા, આ જવાબદારી તેમણે વર્ષ 2010માં અવસાન સુધી સંભાળી હતી.
 જમાલપુર  બેઠક ઉમેદવાર પક્ષ

  • 2017 જમાલપુર ખાડિયા ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ
  • 2012 જમાલપુર ખાડિયા ભૂષણ ભટ્ટ ભાજપ
  • 2011 ખાડિયા (પેટાચૂંટણી) ભૂષણ ભટ્ટ ભાજપ
  • 2007 ખાડિયા ભૂષણ ભટ્ટ ભાજપ
  • 2002 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1998 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1995 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1990 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1985 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1980 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1975 ખાડિયા અશોક ભટ્ટ ભાજપ
  • 1972 ખાડિયા અજિત પટેલ કોંગ્રેસ
જમાલપુર બેઠક  પર  વિવાદ 
હિંદુ અને મુસ્લિમ બેઉની સંખ્યા ધરાવતી આ જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક જીતી ધારાસભ્ય બનનાર ઇમરાન ખેડાવાલા પહેલા મુસ્લિમ નેતા છે. અગાઉ છેલ્લે કોંગ્રેસના નેતા અજિત પટેલ 1972માં ખાડિયા બેઠક જીતી હતી.તો 2021માં વિધાનસભા સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કોરોનાથી મૃત્યુ પામેલ લોકોના પરિવારને રૂ. 4 લાખની સહાય આપવાની માગ કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.