Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇન્દ્રનીલ રાજ્યગુરુની સીટ નક્કી, જાણો અહીંથી લડશે ચૂંટણી

સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચારઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી ચૂંટણી લડશેથોડા સમય પહેલા જ કોંગ્રેસમાં કરી છે ઘરવાપસીઅગાઉ પણ ઇન્દ્રનીલ આ બેઠક પરથી લડી ચૂક્યા છે2012થી 2017 દરમિયાન રહી ચૂક્યા છે ધારાસભ્યગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ઉમેદવારો (Candidate) વિશે કોંગ્રેસ (Congress)માં ભારે મંથન ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઇન્દ્રàª
05:33 AM Nov 11, 2022 IST | Vipul Pandya
  • સૌરાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર
  • ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી ચૂંટણી લડશે
  • થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં કરી છે ઘરવાપસી
  • અગાઉ પણ ઇન્દ્રનીલ આ બેઠક પરથી લડી ચૂક્યા છે
  • 2012થી 2017 દરમિયાન રહી ચૂક્યા છે ધારાસભ્ય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ઉમેદવારો (Candidate) વિશે કોંગ્રેસ (Congress)માં ભારે મંથન ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણના મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે.
કોંગ્રેસના 89 ઉમેદવારો જાહેર 
કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 89 ઉમેદવારોની યાદી જાહેર કરાઇ છે. જો કે સૌરાષ્ટ્ર સહિત ઘણી વિધાનસભા બેઠકો પર હજું ઉમેદવારોના નામ નક્કી થયા નથી અને અહેવાલ મુજબ ઉમેદવારોના નામ પર ભારે માથાંપચ્ચી ચાલી રહી છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી લડશે
કોંગ્રેસ ઉમેદવારોના નામ પર ભારે મગજમારી ચાલી રહી છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ પૂર્વથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે. તેમના ચૂંટણી લડવાથી ભાજપને મોટી ટક્કરનો સામનો કરવો પડશે.
થોડા સમય પહેલા જ આપ છોડી હતી
ઇન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પણ કેટલાક મતભેદો બાદ તાજેતરમાં તેમણે ઘરવાપસી કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
અગાઉ પણ તેઓ ધારાસભ્ય હતા
હવે તેઓ કોંગ્રેસમાંથી રાજકોટ પૂર્વથી ચૂંટણી લડશે તેવા સમાચાર આવી રહ્યા છે. તેઓ અગાઉ પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 2012થી 2017 દરમિયાન ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.  અગાઉ તેઓ પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સામે ચૂંટણી લડ્યા હતા. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--કોંગ્રેસમાં ઉમેદવારો વિશે ભારે માથાપચ્ચી, ઘણી બેઠકોમાં ખેંચતાણ
Tags :
AssemblyElectionAssemblyElection2022CongressElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstRAJKOT
Next Article