Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ વૈભવી કારોના શોખિન, આટલા કરોડના માલિક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022)જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવાર જાહેર કરવાની અને ફોર્મ ભરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસના (Congress)લડાયક નેતા અને રાજકોટ-૬૮ ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ (Indranil Rajguru)એ આજે વાજતે ફોર્મ ભર્યુ હતું. તેઓ ૧૨ પાસ છે અને કન્ટ્રકશન, હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પત્ની દર્શનાબેન ગૃહિણી છે, તેમણે પોતાની અને ધર્મપત્ની બંનેની થઇને અધધધ કહી શકાય તà
12:32 PM Nov 14, 2022 IST | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022)જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા હાલ ઉમેદવાર જાહેર કરવાની અને ફોર્મ ભરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. કોંગ્રેસના (Congress)લડાયક નેતા અને રાજકોટ-૬૮ ના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ (Indranil Rajguru)એ આજે વાજતે ફોર્મ ભર્યુ હતું. તેઓ ૧૨ પાસ છે અને કન્ટ્રકશન, હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પત્ની દર્શનાબેન ગૃહિણી છે, તેમણે પોતાની અને ધર્મપત્ની બંનેની થઇને અધધધ કહી શકાય તેવી ૨૦૦ કરોડની મીલ્કતો જાહેર કરી છે.

બે અબજની વ્હાઇટ મીલકત જાહેર કરતા લડાયક નેતા 
  • ૬૮-રાજકોટમાંથી ધૂમ-ધડાકા સાથે ફોર્મ ભર્યુ 
  • ૨૦૧૭માં ચૂંટણી વખતે ૧૪૧ કરોડની સંપત્તિ જાહેર કરી હતી 
  • ૨૦૨૧-૨૨માં ૪૧ લાખ તો ૨૦૧૮-૧૯માં ૩૩ કરોડનું રીટર્ન ભર્યુ હતું 
  • ઢગલાબંધ જમીનો - મકાન - પ્લોટ - ફલેટ જાહેર 
  • હાથ ઉપર રોકડ ૫ લાખ ૭૯ હજાર અને ૩૪ લાખના દાગીના 
  • ધર્મપત્ની દર્શનાબેન પાસે ૩ લાખના દાગીના 
  • ૭૫ કરોડનું દેણું હોવાનું પણ જાહેર 
ઇન્દ્રનીલ રાજગુરૂની મિલકત  કેટલી 
ઇન્દ્રનીલ રાજગુરૂએ જાહેર કરેલ સોગંદનામા મુજબ તેમની અને પત્ની દર્શનાબેન પાસે કુલ ૨૦૦ કરોડની મિલકતો જાહેર કરી છે. ઉપરાંત બંને ઉપર ૭૫ કરોડનું દેણું પણ દર્શાવ્યું છે. હાથ ઉપર ૫.૭૯ લાખ તથા પત્ની દર્શનાબેન પાસે ૩૪ હજારની રોકડ છે.સોંગદનામા મુજબ ઇન્દ્રનીલ રાજગુરૂએ ૨૦૨૧-૨૨માં ૪૧ લાખનું અને પત્ની દર્શનાબેન ૫૦ લાખનું રીટર્ન ભરેલ જ્યારે ૨૦૧૮-૧૯માં ઇન્દ્રનીલ રાજગુરૂએ ૩૩ કરોડનું રિટર્ન ફાઇલ કર્યું હતું. ઇન્દ્રનીલ ઉપર ૨૦૧૭માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફોજદારીનો ગુનો નોંધાયેલો છે.
ઇન્દ્રનીલ રાજગુરૂ પોતાના બેંકમાં  કેટલા  ખાતા 
પોતાના બેંક ખાતાઓની અંદર થાપણ - રોકાણની ૪૩ કરોડની રકમ રાજગુરૂએ જાહેર કરી છે. લકઝરી બાઇક - કારના શોખીન ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે વોકસવેગન, લેન્ડ રોવર, બીએમડબલ્યુ, ઇનોવા, એસ્ટીમ, મારૂતી વેન, ઝેન, ટોયોટા ડેમી, વેગન આર, એમ ગ્લોસ્ટર, જીપ ઉપરાંત બીએમડબલ્યુ બાઇક અને જીયો બાઇકની સાથે ટ્રેકટર - ટ્રેલર સહિતના વાહનો છે. જેની કુલ કિંમત ૨.૪૨ કરોડ જાહેર કરવામાં આવી છે. પત્ની પાસે પણ ૩૩ લાખના વાહનો છે. એક ડઝન લકઝરી કારો છે.
ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે ૩૪ લાખની  રોકડ 
ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે ૩૪ લાખનું ૬૮૨ ગ્રામ અને પત્ની દર્શનાબેન પાસે ૨.૮૯ લાખનું સોનુ-દાગીના છે. આમ બંને પાસે કુલ ૬૬ કરોડના વાહન - દાગીના છે.મિલ્કતોની વાત કરીએ તો ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે મુંજકાના વિવિધ સર્વે નંબરો, સુરેન્દ્રનગર જિલ્લો, હડમતીયા (બેડી), રૈયા, કાળીપાટમાં ખેતીની જમીનો સાથે રેસકોર્ષ (રૈયા), વાંકાનેર તાલુકો, ભગવતીપરા ખાતે બિનખેતીની જમીનો અને પ્લોટસ છે. જ્યારે જાગનાથ, રૈયા રોડ, મુંજકા, રૈયા ગામ, ધારી તાલુકામાં ૪૮ કરોડથી વધુની વાણીજીયક મકાનો -એપાર્ટમેન્ટો દર્શાવ્યા છે.

ઇન્દ્રનીલ રાજગુરૂ ૭૫ કરોડની દેણું 
ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે કરોડોની મિલકત સાથે ૭૫ કરોડની જવાબદારી (દેણા) છે. જેમાં ઇન્દ્રનીલ રાજગુરૂ ઉપર ૬૧ કરોડ અને પત્ની દર્શનાબેન ઉપર ૧૪ કરોડનું કરજ છે. તેમણે જાહેર કરેલ મીલકતોમાં ૯૨ કરોડની સ્થાવર મિલકત, ૮૭ કરોડની સ્વ. ઉપાર્ષિત મીલકત, ૪૭ કરોડની વારસાગત મીલકતો જાહેર કરી છે, આ ઉપરાંત ધર્મપત્નીના નામે ૯ કરોડથી વધુની મીલકતો જાહેર કરી છે. તેમણે આજે ધડાકાભેર ૬૮-રાજકોટના રીર્ટનીંગ ઓફિસર શ્રી સૂરજ સુથાર સમક્ષ ફોર્મ રજુ કર્યુ હતું, સેંકડો કાર્યકરો - ટેકેદારોએ વિજય ઘોષના નારા લગાવી જુની કલેકટર કચેરી ગજવી મુકી હતી, તેમના ડમી ઉમેદવાર તરીકે શ્રી તુષાર નંદાણીએ ફોર્મ રજૂ કર્યું છે.
આ પણ વાંચો - ટિકિટને લઈને ભાજપમાં બબાલ, હજારોની સંખ્યામાં કાર્યકરો કમલમ પહોંચ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CongressElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstIndranilRajyaguru
Next Article