Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત મંદી તરફ નહીં જાય પણ વિકાસ ધીમો પડશે : પી.ચિદમ્બરમ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં યોજાવાની છે. રાજ્યમાં ચૂંટણી પહેલા નેતાઓના ઘણા સમાચાર સામે આવતા રહે છે. રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આવવાનું યથાવત છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી.ચિદમ્બરમ (P. Chidambaram) પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે ભારતમાં મં
ભારત મંદી તરફ નહીં જાય પણ વિકાસ ધીમો પડશે   પી ચિદમ્બરમ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવતા મહિને એટલે કે ડિસેમ્બરમાં યોજાવાની છે. રાજ્યમાં ચૂંટણી પહેલા નેતાઓના ઘણા સમાચાર સામે આવતા રહે છે. રાજ્યની ચૂંટણી પહેલા અલગ-અલગ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આવવાનું યથાવત છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી.ચિદમ્બરમ (P. Chidambaram) પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે પોતાની આ મુલાકાત દરમિયાન તેમણે ભારતમાં મંદી આવશે કે નહીં તે અંગે જાણકારી આપી હતી. 
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી ચિદમ્બરમે ગુજરાતમાં મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમા તેમણે કહ્યું કે, ભારત મંદી તરફ નહીં જા પણ હા વિકાસ ચોક્કસપણે ધીમો પડી જશે. દેશમાં રોકાણ ઘટશે અને આયાત નિકાસ પણ ઘટશે. આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ ઘટાડો થશે. દેશમાં વધી રહેલા ફુગાવો અને રૂપિયાનું અવમૂલ્યનના કારણે વપરાશ ઘટશે, જેના પરિણામે વિકાસ ધીમો પડશે. તેમણે કહ્યું કે, માત્ર પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ દેશને આમાંથી બચાવી શકશે, સરકાર કેટલે અંશે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ લાવે છે તે જોવાનું રહે છે.
Advertisement
Tags :
Advertisement

.