Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે 237 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

મિશન 2022 (Mission 2022) અંતર્ગત બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Bhai Shah)આજે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. અમિતભાઈ શાહે  ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજ(Fare Overbridge) ને જનતા માટે ખુલ્લો મુક્યો હતો..તો વિરોચનનગરમાં ઔડા નિર્મિત સમાજવાડી અને વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તો નવરાત્રિના પહેલા દિવસે કેન્દ્રીય à
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના હસ્તે 237 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
મિશન 2022 (Mission 2022) અંતર્ગત બે દિવસના ગુજરાત (Gujarat) પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Bhai Shah)આજે અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. અમિતભાઈ શાહે  ઔડા નિર્મિત ભાડજ ઓવરબ્રિજ(Fare Overbridge) ને જનતા માટે ખુલ્લો મુક્યો હતો..તો વિરોચનનગરમાં ઔડા નિર્મિત સમાજવાડી અને વિરોચનનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. તો નવરાત્રિના પહેલા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મેલડી માતાજીના દર્શન પણ કર્યાહતા. 
અમિતભાઈએ  વિકાસના  શિલાન્યાસ કર્યો
અમિતભાઈએ સાણંદમાં ESICના હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. તો બાવળામાં ખેડૂતોના ઋણ સ્વીકાર સંમેલનમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ હાજર રહ્યા હતા. અહીં તેમણે નર્મદા યોજનાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યો હતા...તો બાદમાં અમિત ભાઈ શાહે અમદાવાદમાં નવનીર્મિત સાઉથ વેસ્ટ ઝોનની AMC ઓફિસનું લોકાર્પણ  કર્યું સાથે જ 2140 EWS આવાસોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું. 
બાવળા એપીએમસીમાં ખેડૂતો દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સંબોધનમાં તેમણે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘અગાઉ નર્મદા યોજનાને ટલ્લે ચડાવી હતી.’ તેમણે નરેન્દ્ર મોદી સરકારના વખાણ કરતા કહ્યુ હતુ કે, આપણે બધાએ નરેન્દ્ર મોદીનો આભાર માનવો જોઈએ. તેઓ જ નર્મદાનું પાણી ગુજરાતમાં લાવ્યા છે. આ દિવાળીએ વધુ ઘીથી કંસાર બનાવજો. આપણા સારા દિવસો ચાલુ થયા છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસિયાઓએ 1964થી નર્મદા યોજના ટલ્લે ચડાવી હતી. જો નરેન્દ્ર મોદી પાણી લાવ્યા ના હોત તો આજેય હાલત તેવી જ હોત. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી ભગીરથ કામ કર્યુ અને નર્મદાના નીર અમદાવાદ સુધી પહોંચાડ્યા હતા. આ ઉપરાંત તેમણે ખેડૂતોને દિવાળી તથા બેસતાવર્ષમાં વધુ ઘી નાંખી કંસાર બનાવવાનું કહી સારા દિવસો ચાલુ થયા તેવું જણાવ્યું હતું.
દરવર્ષે ખેડૂતોના ખાતામાં 6 હજાર જમા કરાવ્યા
નરેન્દ્ર મોદી સરકારે 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક કાર્ય કર્યા છે. કૃષિ વીમો આપ્યો અને તેને નાનામાં નાના અને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવ્યો હતો. આ ઉપરાંત દર વર્ષે 6 હજાર સીધા જમા કરાવવાની વ્યવસ્થા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.