ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વલસાડમાં EVM બસમાંથી ઉતારી ફરી શાળામાં લઈ આવતા બબાલ, કલેકટરે કર્યો ખુલાસો

આજે રાજ્યમાં પ્રથમ (Gujarat Election)તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં વલસાડ( Valsad)જિલ્લાની ધરમપુરના કાકડકુવા (Kakadkuva)ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ EVM બસમાં રવાના કરાયા હતા. જોકે ત્યાર બાદ બસમાંથી ઇવીએમ મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લઇ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ગામ લોકોનું ટોળું મતદાન મથક પર એકઠું થયું છે. 
05:55 PM Dec 01, 2022 IST | Vipul Pandya
આજે રાજ્યમાં પ્રથમ (Gujarat Election)તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જો કે આ દરમિયાન ઘણી જગ્યાએ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં વલસાડ( Valsad)જિલ્લાની ધરમપુરના કાકડકુવા (Kakadkuva)ગામે મતદાન બાદ બબાલ થઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ EVM બસમાં રવાના કરાયા હતા. જોકે ત્યાર બાદ બસમાંથી ઇવીએમ મશીનો પાછા ઉતારી સ્કૂલમાં લઇ જવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે બબાલ થઈ હતી. ગામ લોકોનું ટોળું મતદાન મથક પર એકઠું થયું છે.  કઈંક ખોટું થવાના ગામ લોકોના આક્ષેપથી મામલો ગરમાયો હતો. ભારે બબાલને પગલે પોલીસ (Police)કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 
કલેકટરે કર્યો ખુલાસો
વલસાડમાં કકડકુવા ગામના ઇવીએમમાં છેડછાડના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ છેડછાડ થઈ નથી. EVM મશીન સીલ કરવાનું રહી ગયું હતું. એટલે સીલ કરવા મશીનો પાછા ઉતારી સીલ કરવામાં આવી રહ્યા હતા. કોઈ છેડછાડ થઈ નથી.

પરિણામ પહેલાં જ આમ આદમી પાર્ટીના કાર્યલયે કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો

આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. તમામ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. પાંચ તારીખે બીજા તબક્કાનું મતદાન થશે અને 8 તારીખે પરિણામ આવશે. જો કે આ પરિણામ આવે તે પહેલા જ આજે ગીરમાં મતદાન પૂર્ણ થયા બાદ તાલાલા બેઠકમાં પ્રાચીની આમ આદમી પાર્ટીના કાર્યાલયે કાર્યકરોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો મતગણતરી પહેલાં જ પોતાની જીત નક્કી કરી હોય તેમ ફટાકડા ફોડી આતશબાજી કરી હતી.

પ્રથમ તબક્કાની 89 બેઠક પર 59 ટકા મતદાન

 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર  60 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે.   સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 60 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.

આ પણ વાંચો-  અમદાવાદમાં PMશ્રીનો સૌથી મોટો રોડ-શૉ, મોદીજીની એક ઝલક નિહાળવા ઉમટ્યુ માનવ મહેરામણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstKakadkuvaValsad
Next Article