Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદેપુરમાં આજથી કોંગ્રેસના નેતાઓ કરશે ચિંતન, પક્ષના આગેવાનો ઉદેપુર પહોંચ્યા

રાજસ્થાનમાં આજથી શરુ થઇ રહેલી કોંગ્રેસની ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉદેપુર પહોંચ્યા છે.ઉદેપુરમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. ચિંતન શિબીરમાં કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરવા માટે આત્મમંથન થશે. રાજસ્થાનના ઉદેપુરમાં આજથી ત્રણ દિવસ માટે કોંગ્રેસની ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. ચિંતન શિબીરમાં પાર્ટીની હાલની સ્થિતી અને આગામà«
ઉદેપુરમાં આજથી કોંગ્રેસના નેતાઓ કરશે ચિંતન  પક્ષના આગેવાનો ઉદેપુર પહોંચ્યા
રાજસ્થાનમાં આજથી શરુ થઇ રહેલી કોંગ્રેસની ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉદેપુર પહોંચ્યા છે.ઉદેપુરમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. ચિંતન શિબીરમાં કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરવા માટે આત્મમંથન થશે. 
રાજસ્થાનના ઉદેપુરમાં આજથી ત્રણ દિવસ માટે કોંગ્રેસની ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. ચિંતન શિબીરમાં પાર્ટીની હાલની સ્થિતી અને આગામી ચૂંટણીઓને અનુંલક્ષીને ચર્ચા કરીને ચિંતન કરવામાં આવશે. શિબીરમાં કોંગ્રેસના 400થી વધુ આગેવાનો ભાગ લેશે. ચિંતન શિબીરમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી 18 આગેવાનો ઉદેપુર પહોંચ્યા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ ચિંતન શિબીરથી અંતર જળાવ્યું છે અને તેઓ ઉદેપુર ગયા નથી. 
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે સવારે ઉદેપુર પહોંચ્યા હતા. તેઓ ટ્રેન દ્વારા ઉદેપુર પહોંચ્યા હતા અને ત્યાંથી બસ દ્વારા ચિંતન શિબીર ખાતે પહોંચ્યા હતા. બસમાં તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ જોડાયા હતા. ચિંતન શિબીરમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ પણ હાજર રહેશે. 
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે કહ્યું કે રાહુલ ગાંધીનું સ્વાગત છે. સ્ટેશન પર હજારો લોકો આવ્યા હતા અને શાનદાર સ્વાગત થઇ રહ્યું છે. લોકોમાં ઉત્સાહ છે. 
Advertisement

ચિંતન શિબીરમાં ભારતની હાલની સ્થિતી વિશે પણ ચર્ચા થશે. બપોરે 2 વાગે ચિંતન શિબીરનો પ્રારંભ થશે અને સોનિયા ગાંધી પહેલા સંબોધન કરશે. ત્યારબાદ નેતાઓ વચ્ચે સંવાદ થશે. ચિંતન શિબીરને ધ્યાનમાં રાખીનો રાજસ્થાન કોંગ્રેસ દ્વારા ખાસ તૈયારીઓ કરાઇ છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 
કોંગ્રેસ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ સમયમાં પસાર થઇ રહી છે. કોંગ્રેસના ઇતિહાસમાં આ ચોથી ચિંતન શિબીર થઇ રહી છે. કોંગ્રેસની દશા અને દિશા નક્કી કરવા માટેની આ ચિંતન શિબીર છે. નવ વર્ષ પહેલા રાજસ્થાનના જયપુરની ચિંતન શિબીરમાં કોંગ્રેસે રાહુલ ગાંધીને મહાસચિવમાંથી રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. કોંગ્રેસ પોતાની સંગઠનાત્મક ખામી પર આત્મમંથન કરશે. સોનિયા ગાંધીના કાર્યકાળમાં પંચમઢી, શિમલા અને જયપુર પછી ચોથી શિબિર ઉદેપુરમાં થઇ રહી છે. ઇન્દીરા ગાંધીના સમયથી કોંગ્રેસમાં ચિંતન શિબીરની પરંપરા શરુ થઇ હતી. પાર્ટીના અધિવેશનોમાં પહેલા રણનિતી અને મુદ્દા પર ચર્ચા થતી હતી. સોનિયા ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા બાદ ચિંતન શિબીરની પરંપરા ફરી શરુ થઇ હતી. 
Tags :
Advertisement

.