અરે યાર, ચૂંટણીમાં આવું ના કરશો, તમારી પાસે આવી અપેક્ષા ન હતી, જાણો શું થયું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election Commission) જીતવા માટે રાજકીય પક્ષો (Political parties) અને તેમના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા છે તે વીતેલી 5 ચૂંટણીમાં 1 તૃતિયાંશ મતદારો (Voters)એ મતદાન કર્યું ન હતું. મતદાન પ્રત્યેની મતદારોની નીરસતા જોતાં ચૂંટણી પંચે પણ મતદાન વધે તે માટેના પ્રયાસો શરુ કર્યા છે. વિવિધ સ્તરે મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે àª
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Election Commission) જીતવા માટે રાજકીય પક્ષો (Political parties) અને તેમના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બીજી તરફ ચોંકાવનારા આંકડા પણ બહાર આવ્યા છે તે વીતેલી 5 ચૂંટણીમાં 1 તૃતિયાંશ મતદારો (Voters)એ મતદાન કર્યું ન હતું. મતદાન પ્રત્યેની મતદારોની નીરસતા જોતાં ચૂંટણી પંચે પણ મતદાન વધે તે માટેના પ્રયાસો શરુ કર્યા છે. વિવિધ સ્તરે મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચ પ્રયાસો કરી રહ્યું છે તો સાથે સાથે રાજકીય પક્ષો પણ મતદારોને મતદાન (Voting) કરવા અપિલ કરી રહ્યા છે.
ચૂંટણી પંચે પણ અવસર નામનું અભિયાન શરુ કર્યું
ચૂંટણી પંચે પણ મતદાન વધારવા માટે ભારે પ્રયાસો શરુ કર્યા છે. આ માટે અવસર નામનું અભિયાન પણ શરુ કરાયું છે. લોકશાહીના આ પર્વમાં મતદાન કરવું દરેક નાગરીકનો અધિકાર છે અને મતદાનના દિવસે ગમે તેટલા વ્યસ્ત હોવ તો પણ થોડો સમય કાઢીને મતદાન કરવું જોઇએ. મતદાન જાગૃતિ માટે અવનવા પ્રયાસો કરાઇ રહ્યા છે ત્યારે મતદારોએ પણ મતદાન માટે જાગૃત બનવું જોઇએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સહિત દરેક રાજકીય પક્ષના મોટા નેતાઓ મતદાન કરવા માટે નાગરીકોને અપિલ કરી રહ્યા છે.
ચૂંટણી પંચનો ડેટા અલગ જ હકિકત કહે છે
હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે, તેવા સમયે કેન્દ્રીય ચૂંટણી પંચના ડેટા દર્શાવે છે કે છેલ્લી પાંચ વિધાનસભાની ચૂંટણીમાં કુલ 18,02,51,795 નોંધાયેલા મતદારોમાંથી માત્ર 6,36,42,394 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.
વીતેલ 5 વર્ષના મતદાનના આંકડા
- 2017: 68.39
- 2012: 71.30
- 2007: 59.77
- 2002: 61.54
- 1998 : 59.30
પાંચ ચૂંટણીમાં 1 તૃતીયાંશ લોકો મતદાનથી દુર રહ્યા
આ મુજબ, પાંચ ચૂંટણીઓમાં સરેરાશ એક તૃતીયાંશ મતદારો એવા રહ્યા જેમણે પોતાનો મત આપ્યો ન હતો. છેલ્લી પાંચ ચૂંટણીઓમાં સરેરાશ 1,27,28,478 લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.
મત ના આપનારા લોકોની સંખ્યા વધી
ચૂંટણી પંચના ડેટા મુજબ, છેલ્લી પાંચ ચૂંટણીઓમાંથી 1998, 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાન અધિકારનો ઉપયોગ ન કરનારા મતદારોની સંખ્યામાં સતત વધારો થયો છે.
2017માં પણ આ જ સ્થિતિ
2007ની ચૂંટણીમાં સૌથી વધુ 1.47 કરોડથી વધુ મતદાતા મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચ્યા ન હતા. 2012માં મતદાન ન કરનાર મતદારોની સંખ્યા સૌથી ઓછી હતી, પરંતુ 2017ની ચૂંટણીમાં ફરી મતદાનથી દૂર રહેતા લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
આ વખતે 53 ટકા મતદારો વધુ નોંધાયા છે
ચૂંટણી પંચના ડેટા મુજબ મતે આ વખતે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા 2,53,36,610 છે. વર્ષ 2017માં નોંધાયેલા મતદારોની સંખ્યા માત્ર 1,34,93,330 હતી. આ મુજબ 2017ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ 2022ની ચૂંટણીમાં મતદાતાઓની સંખ્યામાં લગભગ 53 ટકાનો વધારો થયો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.