ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગર ઉત્તરમાં હકુભાની જગ્યાએ ભાજપે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને આપી ટિકિટ, જાણો પૂરી વિગત

ગતરાત્રિએ જે સમાચાર સામે આવવાના હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી તે આજે સવારે લોકોને સાંભળવા મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આજે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપ પક્ષમાં ટિકિટ કોને મળશે અને કોણ રહેશે બાકાત, આ સવાલો વચ્ચે આજે ઘણી બધી બેઠકો પર ટિકિટનું સ્પષ્ટિકરણ થઇ ગયું છે. ભાજપે આ વખતે ઘણા ઉમેદવારોની ટિકિટ કાપી છે તેમાંથી એક જામનગર ઉત્તર બેઠકથી હકુભા જાડેજા ની ટિકિàª
12:12 PM Nov 10, 2022 IST | Vipul Pandya
ગતરાત્રિએ જે સમાચાર સામે આવવાના હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી તે આજે સવારે લોકોને સાંભળવા મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે આજે પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપ પક્ષમાં ટિકિટ કોને મળશે અને કોણ રહેશે બાકાત, આ સવાલો વચ્ચે આજે ઘણી બધી બેઠકો પર ટિકિટનું સ્પષ્ટિકરણ થઇ ગયું છે. ભાજપે આ વખતે ઘણા ઉમેદવારોની ટિકિટ કાપી છે તેમાંથી એક જામનગર ઉત્તર બેઠકથી હકુભા જાડેજા ની ટિકિટ કાપી દેવામાં આવી છે. તેમની જગ્યાએ ભાજપે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા (Rivaba Jadeja) ને ટિકિટ આપવામાં આવી છે. 
રિવાબા જાડેજાને જામનગર ઉત્તરથી મળી ટિકિટ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે નેતાઓ આશા રાખીને બેઠા હતા કે તેમને ટિકિટ મળશે, તેમાંથી ઘણા આજે નિરાશ થયા છે તો ઘણા ખુશ થતા જોવા મળ્યા છે. આ વચ્ચે ગઈકાલે (બુધવાર) જામનગર ઉત્તરની બેઠક પરથી પૂર્વ મંત્રી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધમેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને હાઈકોર્ટમાંથી એક મોટો ઝટકો મળ્યો હતો. તેમના પર ચાલી રહેલો ફોજદારી કેસને હાઈકોર્ટે પાછો ખેંચવાનો ઈનકાર કર્યો હતો. તે પછી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, હવે તેઓ વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. અને એવું જ કઇંક આજે જ્યારે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી તેમા સ્પષ્ટ થઇ ગયું છે. તેમની જગ્યાએ હવે ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ એક ઉમેદવારોનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. આ ઉમેદવાર છે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ટીમ ઈન્ડિયાના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા. ટિકિટની જાહેરાત થવાની સાથે જ રિવાબા જાડેજા દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જામનગરમાં લાંબા સમયથી છે સક્રિય
તાજેતરમાં જ જામનગર ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે રીવાબા દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે આગામી વિધાનસભાની ચૂંટણી લડશો? તેના પર તેમણે કહ્યું હતું કે, જો વડાપ્રધાન અને ભાજપના નેતાઓ તેમના પર વિશ્વાસ કરે છે અને તેમને કોઈ જવાબદારી સોંપશે તો તે ચોક્કસપણે તેને નિભાવશે. 
રવિન્દ્ર જાડેજાના બહેન કોંગ્રેસમાં સક્રિય
અલગ-અલગ રાજકીય પક્ષોમાં સામેલ નણંદ અને ભાભી વચ્ચેના ઝઘડાની વાત પણ સામે આવતી રહે છે. સપ્ટેમ્બર 2021 માં, માસ્ક ન પહેરવાને લઈને બંને વચ્ચે રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મહત્વનું છે કે, રિવાબાના એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. આ દરમિયાન તેમણે યોગ્ય રીતે માસ્ક પહેર્યું ન હોતું. આ અંગે ટ્વીટ કરીને નૈનાબાએ પોતાની ભાભી પર નિશાન સાધ્યું હતું.
કોણ છે રિવાબા જાડેજા?
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં ભારતના પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને જામનગર ઉત્તરમાંથી ટિકિટ આપવામાં આવી છે. જણાવી દઈએ કે રિવાબાનું નામ ચોંકાવનારું નથી કારણ કે રિવાબા લાંબા સમયથી રાજનીતિ સાથે જોડાયેલા છે પરંતુ હવે તે ચૂંટણી દ્વારા સક્રિય રાજનીતિનો ભાગ બનવા જઈ રહી છે. નોંધનીય છે કે લગ્ન પહેલા રિવાબા રિવા સોલંકી તરીકે ઓળખાતા હતા. 5 સપ્ટેમ્બર 1990ના રોજ જન્મેલા રિવાબા મૂળ રાજકોટના છે. તેમણે આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમના પિતા હરદેવસિંહ સોલંકી ઉદ્યોગપતિ છે અને તે લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.
કરણી સેનાના સભ્ય
રિવાબા, જેઓ પોતાની સંસ્કૃતિને ખૂબ પસંદ કરે છે, તે કરણી સેનાના સભ્ય પણ રહી ચૂક્યા છે. કરણી સેનાએ વર્ષ 2018મા પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો, ત્યારે રિવાબા કરણી સેનાનો અવાજ બન્યા હતા. આ પછી તેમને કરણી સેનાની મહિલા પાંખના વડા બનાવવામાં આવ્યા હતા.
રિવાબા ક્યારે ભાજપમાં જોડાયા?
તે વર્ષ 2019મા ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ત્યારથી તે ભાજપના તમામ કાર્યક્રમોનો હિસ્સો રહ્યા છે. જોકે, તેમને નાનપણથી જ રાજકારણનું વાતાવરણ મળ્યું છે કારણ કે તેમના કાકા હરિસિંહ સોલંકી કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે. જોકે, તેઓ કોંગ્રેસને પસંદ ન કરીને ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો - મારા નામની પસંદગી કરવા માટે શીર્ષ નેતૃત્વનો આભાર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AssemblyElectionAssemblyElection2022Election2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstJamanagarNorthRivabaJadeja
Next Article