ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

2 મહિનામાં PM MODIએ રાજ્યમાં 100 કરતા વધુ બેઠકો ધમરોળી

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત વિધાનસભા સભા ચૂંટણી પ્રચારનો છેલો દિવસપીએમ મોદીએ છેલા બે મહિનામાં સરકારી અને પાર્ટી ના કુલ 61 કાર્યક્રમોમા આપી હાજરી....પીએમ મોદીએ ભાજપ પાર્ટીની કુલ 38 સભાઓ ને કરી સંબોધિતપીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા સીટોને કવર કરીગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે તેના અંતિમ તબક્કા તરફ જઇ રહી છે. ગુરુવારે 1લી ડિસેમ્બરે પહà«
07:35 AM Dec 02, 2022 IST | Vipul Pandya
  • વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત વિધાનસભા સભા ચૂંટણી પ્રચારનો છેલો દિવસ
  • પીએમ મોદીએ છેલા બે મહિનામાં સરકારી અને પાર્ટી ના કુલ 61 કાર્યક્રમોમા આપી હાજરી....
  • પીએમ મોદીએ ભાજપ પાર્ટીની કુલ 38 સભાઓ ને કરી સંબોધિત
  • પીએમ મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં 100 કરતા વધુ વિધાનસભા સીટોને કવર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે તેના અંતિમ તબક્કા તરફ જઇ રહી છે. ગુરુવારે 1લી ડિસેમ્બરે પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને હવે આગામી સોમવારે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. ચૂંટણી જીતવા તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. કેન્દ્રના વરિષ્ટ નેતાઓ પણ ચૂંટણીના કારણે છેલ્લા 2 મહિનાથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હતા. સમાચાર મુજબ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) છેલ્લા બે મહિનામાં સતત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને તેમણે 100 કરતા વધુ વિધાનસભા બેઠકોમાં કાર્યક્રમો અને જાહેરસભાઓમાં ભાગ લીધો હતો. 
પીએમ મોદી સૌથી મહત્વના સ્ટાર પ્રચારક
ભાજપના સૌથી મહત્વના ગણાતા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જાણે પ્રચારની ધૂરા સંભાળી હોય તેમ તેઓ છેલ્લા 2 મહિનાથી ગુજરાત પર જ ફોકસ કરી રહ્યા હતા અને અવાર નવાર લોકાર્પણો કરવા માટે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લઇ રહ્યા હતા. બંને નેતાઓ ગુજરાતની ચૂંટણી દરમિયાન પણ સતત ગુજરાતમાં આવી રહ્યા હતા. તેમની સાથે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ સતત ગુજરાતમાં આવીને પ્રચાર કરી રહ્યા હતા. 

100 બેઠકો કવર કરી
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો શુક્રવારે ગુજરાતમાં પ્રચારનો છેલ્લો દિવસ છે. PM MODIએ છેલ્લા 2 મહિનામાં સરકારી કાર્યક્રમો અને પક્ષના કાર્યક્રમો મળીને કુલ 61 કાર્યક્રમોમાં હાજરી આપી હતી. વડાપ્રધાનશ્રી મોદીએ પક્ષના 38 કાર્યક્રમોમાં જાહેરસભાને સંબોધિત કરી હતી જ્યારે 100 કરતા વધુ વિધાનસભા બેઠકોને ચૂંટણી પ્રચારમાં કવર કરી હતી. 

આ સ્થળોએ કાર્યક્રમમાં ભાગ લીધો
પીએમ મોદીએ વલસાડ, નવસારી, વડોદરા શહેર અને પંચમહાલ, ભરુચ અને આમોદ, આણંદ, કચ્છ, જસદણ, મોઢેરાના સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરી રોડ શો યોજ્યો હતો. વડાપ્રધાને  જીએમડીસી ખાતે તથા ખાદી મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે જામગનર, જામકંડોરણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ સિવિલમાં તથા ગાંધીનગર ડિફેન્સ એક્સપોના સરકારી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 
ઉપરાંત વડાપ્રધાને રાજકોટ, વડોદરા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બનાસકાંઠાના થરાદ, માનગઢ, જાંબુઘોડા, મોરબી, વાપી, વલસાડ અને વેરાવળ, ધોરાજી, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, જંબુસર, નવસારી, મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગર, પાલનપુર, મોડાસા, દહેગામ, બાવળા, ભરુચ, ખેડા, સુરત, પાલીતાણા, જામનગર, અંજાર, રાજકોટ, કાલોલ, છોટાઉદેપુર, હિંમતનગર, કાંકરેજ, પાટણ, સોજીત્રામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું અને અમદાવાદમાં 51 કિમી લાંબો રોડ શો પણ યોજ્યો હતો. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--સુરત શહેર અને જિલ્લાની 16 બેઠક પર મતદારો રહ્યા નિરુત્સાહી, નોંધાયું માત્ર 62.27 ટકા મતદાન
Tags :
BJPElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstNarendraModi
Next Article