Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતનું અનોખુ ગામ, મતદાન નહીં કરો તો થઇ શકે આ કાર્યવાહી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક રોચક અને રસપ્રદ માહિતીઓ પણ બહાર આવતી રહે છે. આગામી  1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે દોડધામ ચાલી રહી છે તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં રાજકીય પક્ષોને પ્રચાર માટે આવવા પર પ્à
ગુજરાતનું અનોખુ ગામ  મતદાન નહીં કરો તો થઇ શકે આ કાર્યવાહી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક રોચક અને રસપ્રદ માહિતીઓ પણ બહાર આવતી રહે છે. આગામી  1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. એક તરફ સમગ્ર રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે દોડધામ ચાલી રહી છે તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતનું એક ગામ એવું છે જ્યાં રાજકીય પક્ષોને પ્રચાર માટે આવવા પર પ્રતિબંધ છે. જો કે ગ્રામજનોને મતદાન કરવું ફરજિયાત છે અને જે મતદાન નહીં કરે તેને 51 રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. 

આ ગામમાં મતદાન કરવું ફરજિયાત
આ ગામનું નામ રાજ સમઢીયાળા (Raj Samadhiyala) છે. રાજ સમઢીયાળા ગામમાં 100 ટકા મતદાન થાય છે. કારણ કે ગામમાં નિયમ છે કે મતદાર યાદીમાં નોંધાયેલા પ્રત્યેક મતદારે મતદાન કરવું ફરજિયાત છે. જે મતદાન કરવા નહીં જાય તેને 51 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ નિયમથી ગામની મતદાન ટકાવારીને અસર થઈ છે. નિયમના કારણે ગામમાં હંમેશા તમામ મતદારો સમય કાઢીને મતદાન કરે છે

ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સમસ્યાનો હલ ના થયો હોય તો ગામમાં કે જે તે વિસ્તારમાં રહેતા લોકો ચૂંટણી દરમિયાન ગામમાં કે જે તે વિસ્તારમાં ઉમેદવારોના પ્રવેશવા પરના પ્રતિબંધ માટેના બેનર લગાડી દેવામાં આવે છે અને ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરે છે. રાજ સમઢીયાળા ગામમાં પણ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે આવવા પર  પ્રતિબંધ છે. જો કે આ નિયમ 1983 થી છે. 1983થી આ ગામમાં રાજકીય પક્ષોના પ્રચાર પર પ્રતિબંધ છે. જો કે ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરતા નથી પણ ફરજિયાત મતદાન કરે છે અને મતદાન ના કરે તો દંડ પણ ભરવો પડે છે.  
નવાઇની વાત એ છે કે આ ગામ લગભગ વિકસીત છે અને ગામના લોકો પરસ્પર સંમતિથી સરપંચની ચૂંટણી કરે છે. આ ગામમાં સ્વચ્છતા સાથે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણભૂત સ્તરની છે અને અહીંના રસ્તાઓની સ્વચ્છતા પણ સારી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.