Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરહદે જો કોઇ દુ:સાહસ કર્યું તો મળશે જડબાંતોડ જવાબ :PM MODI

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, નર્મદા અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરમાં યોજાયેલા ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે જો ડીસામાં એરફોર્સ હશે તો સરહદે જà«
05:44 AM Oct 19, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ અંદાજે રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, નર્મદા અને વ્યારા ખાતે વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનશ્રીએ ગાંધીનગરમાં યોજાયેલા ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરતાં કહ્યું કે જો ડીસામાં એરફોર્સ હશે તો સરહદે જો કોઇ  દુ:સાહસ થશે તો જવાબ અપાશે.
 કોઇ પણ દુ:સાહસને જવાબ અપાશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે  દેશના નવા ભવિષ્યનો આરંભ થઇ રહ્યો છે. આફ્રિકન દેશો સાથે મિત્રતા મજબૂત થઇ રહી છે. આગામી સમયમાં  ગુજરાત ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનું નવું કેન્દ્ર બનશે. ભારતની સુરક્ષા અને સામર્થ્યમાં ગુજરાત મોટુ યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે. ડીસા એર ફિલ્ડનું નિર્માણ પણ મહત્વની ઉપલબ્ધી છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમી દુર છે. જો ડીસામાં એરફોર્સ હશે તો કોઇ પણ દુ:સાહસને જવાબ અપાશે. 
ડીસા વાયુ શક્તિનું કેન્દ્ર બનશે
તેમણે કહ્યું કે ડીસાના ભાઇઓ બહેનોને હું અભિનંદન આપું છું. હું જ્યારે અહીં મુખ્યમંત્રી હતો ત્યારે હું લગાતાર પ્રયાસ કરતો હતો. તત્કાલીન કેન્દ્ર સરકારને વારંવાર સમજાવતો હતો. જમીન આપી હતી પણ 14 વર્ષ કંઇ ના થયું. અમારી સરકાર આવ્યા બાદ અમે ડીસામાં ઓપરેશનલ બેઝ બનાવાનો નિર્ણય કર્યો. આ ક્ષેત્ર દેશની સુરક્ષામાં પ્રભાવી કેન્દ્ર બનશે. બનાસકાંઠા અને પાટણ હવે દેશ માટે વાયુ શક્તિનું પણ કેન્દ્ર બનશે.

સ્પેસ ટેકનોલોજી મહત્વની
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે  કોઇ પણ સશક્ત રાષ્ટ્ર માટે ભવિષ્યમાં  સ્પેસ ટેક્નોલોજી મહત્વનું ઉદાહરણ થશે. ત્રણેય સેના માટે આ ક્ષેત્રમાં ચુનૌતીની સમિક્ષા કરાઇ છે અને મિશન ડિફેન્સ સ્પેસ પ્રાઇવેટ સેક્ટરને પણ સામર્થ્યની તક મળશે. સ્પેસ ટેકનોલોજી નવી પરિભાષા વિકસાવી રહી છે. જેનો લાભ ઘણા આફ્રિકન દેશો અને નાના દેશોને થઇ રહ્યો છે જેથી 60થી વધુ વિકાસશીલ દેશો સાથે ભારત સ્પેસ ટેકનોલોજી આપી રહ્યું છે. આગામી વર્ષમાં આશિયાનના 10 દેશોને ભારતનો સેટેલાઇટ ડેટા મળશે. યુરોપ જેવા દેશો પણ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરી રહ્યું છે. 

ભારતનું ડિફેન્સ એક્સપો 40 હજાર કરોડ લઇ જવાશે
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વિશ્વના 75થી વધુ દેશોને રક્ષાના સાધનો એકસપોર્ટ આપણે કરી રહ્યા છે. ભારતનું ડિફેન્સ એકસપોર્ટ 13 હજાર કરોડ રુપિયા થઇ ચુકયું છે અને આગામી સમયમાં 40 હજાર કરોડ રુપિયા સુધી લઇ જવાનું અમે લક્ષ્ય રાખ્યું છે. ભારતીય રક્ષા કંપનીઓ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મહત્વનું સ્થાન મેળવી રહી છે. ઘણા દેશો ભારતના તેજસ જેવા આધુનિક ફાયટર પ્રત્યે રસ દાખવી રહ્યા છે. ભારતમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલ સહુથી ઘાતક અને આધુનિક મનાય છે. ઘણા દેશો માટે બ્રહ્મોસ મિસાઇલ પસંદગી બની છે. ભારતની સેનાઓએ ક્ષમતાને સાબિત કરી છે. આઇએનએસ વિક્રાંતને સામેલ  કર્યું છે જે સ્વદેશી ટેકનીકથી બનાવ્યું છે. 

ભારત ડિફેન્સ સેક્ટરને સકારાત્મક સંભાવના તરીકે જુવે છે. 
તેમણે કહ્યું કે રક્ષા ખરીદ બજેટમાં ભારતીય કંપની માટે 68 ટકા માટે નિર્ધારીત કર્યું છે. જે મોટો નિર્ણય છે.  ડિફેન્સ સપ્લાય ક્ષેત્રમાં કેટલીક કંપનીઓની મોનોપોલી હતી પણ ભારતે હિંમત કરીને પોતાની જગ્યા બનાવી છે અને ભારતના યુવાનોનું કૌશલ વિકલ્પ તરીકે બહાર આવ્યું છે. જેનાથી દુનિયાને નવી તક મળશે. મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં રક્ષા ક્ષેત્ર સાથે દેશના સામર્થ્યમાં પણ અનેક ઘણો વધારો થશે. ડિફેન્સ એક્સપોમાં ગ્લોબલ ગુડનો સંકેત છે જેનો લાભ નાના દેશોને મળશે. ભારત ડિફેન્સ સેક્ટરને સકારાત્મક સંભાવના તરીકે જુવે છે. 
અંતમાં વડાપ્રધાનશ્રીએ હૂંકાર કરતાં કહ્યું કે જે દેશ કબૂતર છોડતું હતું તે આજે ચિત્તા છોડી રહ્યું છે. 
આ પણ વાંચો--ગાંધીનગરમાં PM MODIએ કર્યું ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન
Tags :
GujaratAssemblyElection2022GujaratFirstNarendraModiNarendraModiGujaratVisit
Next Article