વડાપ્રધાનશ્રીએ જે જવાબદારી સોંપી તે નિષ્ઠાથી નિભાવીશ : કાંતીલાલ અમૃતિયા
મોરબી પુલ દુર્ઘટનામાં મચ્છુ નદીમાં કુદી જઈ લોકોની મદદે આવનારા કાંતિ અમૃતિયાની માનવ સેવા અને લોકપ્રિયતાની નોંધ લઈને ભાજપે ફરી ટીકીટ આપતા આજે મોટા સમર્થક સમુદાય સાથે રેલી કાઢીને તેઓએ નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા.'કમા'ની જેમ 'કાનો' પણ ઘરે-ઘરે પ્રખ્યાત છેરાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો સાથે કાંતિલાલે ફોર્મ ભરવા જતા પેહલા તેમના નિવાસ સ્થાને કાર્યકરોને સંબોધન કરતા જણાવ
મોરબી પુલ દુર્ઘટનામાં મચ્છુ નદીમાં કુદી જઈ લોકોની મદદે આવનારા કાંતિ અમૃતિયાની માનવ સેવા અને લોકપ્રિયતાની નોંધ લઈને ભાજપે ફરી ટીકીટ આપતા આજે મોટા સમર્થક સમુદાય સાથે રેલી કાઢીને તેઓએ નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા.
'કમા'ની જેમ 'કાનો' પણ ઘરે-ઘરે પ્રખ્યાત છે
રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો સાથે કાંતિલાલે ફોર્મ ભરવા જતા પેહલા તેમના નિવાસ સ્થાને કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અત્યારે બે જ પ્રખ્યાત છે.. કમો અને કાનો... કીર્તિદાનના ડાયરામાં જમાવટ કરીને રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાને યાદ કરીને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કહ્યું હતું કે, કમાની જેમ કાનો પણ દરેક ઘરે પ્રખ્યાત છે.
પુરી નિષ્ઠાથી જવાબદારી નિભાવશે
કાનાભાઈએ નરેન્દ્ર મોદીએ તેમને જે જવાબદારી સોંપી છે તે પુરી નિષ્ઠાથી નિભાવશે તેવું જણાવ્યુ હતું. સાથે જ તેમને ઉમેર્યું હતું કે, કાનાની આખા જિલ્લામાં જ્યાં પણ જરૂર હોય ત્યારે સેવા માટે કાનો તરત દોડીને જશે તેવી ખાતરી આપી હતી. બેબાક કાંતિલાલે કાર્યકરોની હાજરીમાં હસતા હસતા હળવી શેલીમાં કમા અને પોતાની લોકપ્રિયતાને રજૂ કરી સૌને હસાવ્યા પણ હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement