કાર્યવાહીથી બચવા મધુ શ્રીવાસ્તવનો ટેક્નિકલ બચાવ ? ગોળી મારવાની નહીં ગોળી ખવડાવવાની વાત કરી હતી
શું હતો વિવાદ ?હમેંશા કોઇને કોઇ કારણોસર વિવાદોમાં રહેતા અને વાઘોડિયા બેઠક પર ભાજપે ટિકીટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર મધુ શ્રીવાસ્તવે ફરીએકવાર પોતાના નિવેદન પર યૂ-ટર્ન માર્યો છે. મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જે તેમના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇ ગોળી મારીશ .તેમના આ નિવેદન બાદ ખાસ્સો વિવાદ થયો હતો.. એટલે સુધી કે ખુદ ચૂંટણી પંચ પણ à
શું હતો વિવાદ ?
હમેંશા કોઇને કોઇ કારણોસર વિવાદોમાં રહેતા અને વાઘોડિયા બેઠક પર ભાજપે ટિકીટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર મધુ શ્રીવાસ્તવે ફરીએકવાર પોતાના નિવેદન પર યૂ-ટર્ન માર્યો છે. મધુ શ્રીવાસ્તવે તાજેતરમાં જે તેમના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇ ગોળી મારીશ .તેમના આ નિવેદન બાદ ખાસ્સો વિવાદ થયો હતો.. એટલે સુધી કે ખુદ ચૂંટણી પંચ પણ તેમના આ નિવેદન સામે એક્શનમાં આવી ગયું અને તેમની સામે સુઓમોટો દાખલ કર્યો છે..
કઇ રીતે માર્યો નિવેદન પર યૂ-ટર્ન
જો કે આ અંગે જ્યારે ગુજરાત ફર્સ્ટે મધુ શ્રીવાસ્તવ પર સવાલોની ઝડી વરસાવી તો મધુશ્રી વાસ્તવ તુરંત બચાવની મુ્દ્રામાં આવી ગયા. મધુશ્રી વાસ્તવને જયારે ગુજરાત ફર્સ્ટના પ્રતિનિધિ દ્વારા સવાલ કરાયો કે શું આ રીતે ગોળી મારવાની વાત કરીને તમે જનતા પાસેથી મત માંગશો ત્યારે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે મેં ગોળી મારવાની નહીં પરંતુ ગોળી ખવડાવવાની વાત કરી છે.
આ રીતે મધુ શ્રીવાસ્તવે પીવડાવી ટેક્નિકલ ગોળી
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે તમને શું ખબર મેં કઇ ગોળીની વાત કરી છે દવાની ગોળીની વાત કરી છે કે ચોકલેટની ગોળીની વાત કરી છે.. આમ મધુ શ્રીવાસ્તવે ટેક્નિકલી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણીપંચની કાર્યવાહીથી બચવા મધુ શ્રીવાસ્તવે પીવડાવેલી આ ગોળીને ચૂંટણી પંચ કેટલી સાચી માને છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement