Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેટલી બેઠકોનો લક્ષ્યાંક આપ્યો? જાણો એક્સક્લુઝીવ માહિતી

કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહ (Amit Shah) રવિવારે ગુજરાતમાં હતા અને તેમણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે મેરેથોન બેઠકો લીધી હતી. આ બેઠકોમાં 182 વિધાનસભા ચૂંટણી (Assembly Elections) ઈન્ચાર્જ સાથેની બેઠકને સૌથી મહત્વની માનવામાં આવે છે અને આ બેઠકમાં અમિત શાહે તમામ ચૂંટણી ઈન્ચાર્જને 140થી વધુ બેઠકો મેળવવા કામે લાગી જવા સૂચન કર્યુ હતુ. સાથે સાથે જ નારાજ કાર્યકર્તાઓને મનાવવાની કામગીરી પણ સોંપી હ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેટલી બેઠકોનો લક્ષ્યાંક આપ્યો  જાણો એક્સક્લુઝીવ માહિતી
કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહ (Amit Shah) રવિવારે ગુજરાતમાં હતા અને તેમણે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે મેરેથોન બેઠકો લીધી હતી. આ બેઠકોમાં 182 વિધાનસભા ચૂંટણી (Assembly Elections) ઈન્ચાર્જ સાથેની બેઠકને સૌથી મહત્વની માનવામાં આવે છે અને આ બેઠકમાં અમિત શાહે તમામ ચૂંટણી ઈન્ચાર્જને 140થી વધુ બેઠકો મેળવવા કામે લાગી જવા સૂચન કર્યુ હતુ. સાથે સાથે જ નારાજ કાર્યકર્તાઓને મનાવવાની કામગીરી પણ સોંપી હતી. 
 
ચૂંટણી ઈન્ચાર્જ જ ચૂંટણી જીતાડી શકે
કમલમ ખાતે મળેલી બેઠકોમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, ગુજરાતના પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. ત્રણ કેન્દ્રીય નેતાઓ સહિતના પાંચ નેતાઓએ કમલમ પર મેરેથોન બેઠકો લીધી હતી. આ તમામ બેઠકો પૈકી 182 વિધાનસભા બેઠકના ઈન્ચાર્જ સાથેની બેઠક સૌથી મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં અમિત શાહે લાગણીસભર વક્તવ્ય આપી સૌ વિધાનસભા ઈન્ચાર્જનો જુસ્સો વધાર્યો હતો. અમિત શાહે તેમના વક્તવ્યમાં તેમના ચૂંટણી ઈન્ચાર્જ તરીકેના કાર્યકાળને યાદ કર્યો હતો. અમિત શાહે કહ્યુ કે, હું પણ અટલજી અને અડવાણીજીનો ચૂંટણી ઈન્ચાર્જ હતો, માટે મને ખબર છે કે ચૂંટણી ઈન્ચાર્જ જ ચૂંટણી જીતાડી શકે. સૌ ઈન્ચાર્જે હવે ગુજરાતમાં ભાજપને ભવ્ય જીત અપાવવા માટે કાર્યરત થવાનુ છે. 
140થી વધુ બેઠકોનો લક્ષ્યાંક
આ બેઠકમાં અમિત શાહે ઈન્ચાર્જને 140થી વધુ બેઠકો લાવવાનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે અમિત શાહ ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં પ્રર્વતી રહેલી નારાજગીથી વાકેફ હોય તેમ તેમણે વિધાનસભા ઈન્ચાર્જને નારાજ કાર્યકર્તાઓની નારાજગી દૂર કરવાનુ લેસન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, નારાજ કાર્યકર્તાઓને ખાસ મનાવો. ચૂંટણીમાં ટિકીટ નહી મળવાથી નારાજ થયેલા ઉમેદવારોને તો ખાસ મનાવો. આ ભાજપ છે અને માટે જ નારાજ કાર્યકર્તાઓને મનાવવાના છે, કોંગ્રેસની જેમ નારાજ ઉમેદવારો કે કાર્યકર્તાઓ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તે ચલાવી લેવાશે નહી. 
'આપ'નું ખાતુ ગુજરાતમાં ન ખુલવુ જોઈએ: અમિત શાહ
અમિત શાહે વિધાનસભા ઈન્ચાર્જ સાથેની બેઠકમાં આમ આદમી પાર્ટીનું પણ નામ લીધુ હતુ. આપ ગુજરાતમાં પગપેસારો કરવા થનગની રહ્યુ છે ત્યારે આપનું ગુજરાતમાં ખાતુ જ ન ખુલે તેવા પ્રયાસો કરવા પણ અમિત શાહે વિધાનસભા ઈન્ચાર્જને મહેનત કરવા તાકીદ કરી હતી. 
અગ્રણીઓએ ચૂંટણી ઇન્ચાર્જોનો જુસ્સો વધાર્યો
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી  બી. એલ. સંતોષે પણ વિધાનસભા ઈન્ચાર્જ બેઠકમાં સંબોધન કરતા લાગણીસભર બનીને કહ્યુ હતુ કે, વિધાનસભા ચૂંટણીમાં ટિકીટ મુદ્દે કોઈનુ પણ દિલ દુભાવ્યા વિના જીત માટે સક્રીય થવાનું છે.  બંને રાષ્ટ્રીય નેતાઓના સંબોધનમાં આદેશની સાથે સાથે લાગણીસભર લહેકો હોવાથી તમામ વિધાનસભા ઈન્ચાર્જનો જુસ્સો વધ્યો હતો. 

કમલમ્ ખાતે બેઠકોનો દોર
અમિત શાહ સહિતના પાંચેય નેતાઓએ કમલમ ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રીઓ  સાથે સૌપ્રથમ બેઠક કરી હતી, જેમાં ચૂંટણીલક્ષી આયોજન સંદર્ભે ચર્ચા કરાઈ હતી. કોર ગૃપ સાથે પણ બેઠક કરાઈ હતી. ચૂંટણીલક્ષી જવાબદારી માટે નિમાયેલી એવીએશન સમિતિ, પ્રચાર-પ્રસાર સમિતિ સહિતની વ્યવસ્થાપક સમિતિઓ સાથે પણ બેઠક કરી હતી. ચૂંટણી સમયે ફોર્મ ભરવાથી માંડીને સભા સહિતની કામગીરીમાં કાયદાકીય ગુંચવણો નિવારવા લીગલ સેલ સાથે તેમજ ફંડ સહિતની બાબતો માટે ખજાનચી સાથે બેઠક કરી હતી.  
Advertisement
Tags :
Advertisement

.