ગૃહમંત્રીશ્રી અમિત શાહે નેશનલ ગેમ્સનો કરાવ્યો પ્રારંભ, વિરોધીઓ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતમાં છે. અમદાવાદમાં ટ્રાંસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સનો (National Games) પ્રારંભ કરાવ્યો છે. આ સાથે 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એંથમ લોન્ચ કર્યું. આ તકે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ તà
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતમાં છે. અમદાવાદમાં ટ્રાંસ્ટેડિયા ખાતે નેશનલ ગેમ્સનો (National Games) પ્રારંભ કરાવ્યો છે. આ સાથે 36મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ અને એંથમ લોન્ચ કર્યું. આ તકે કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્યસભા સાંસદ નરહરિ અમીન, મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ તથા તમામ મહાનગરોના મેયર પણ હાજર રહ્યાં હતા.
દેશભરના રમતવીરોને આવકારવા ગુજરાત થનગને છે : હર્ષભાઈ સંઘવી
આ તકે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું હતું કે, ગુજરાત રાષ્ટ્રીય રમતોની મેજબાની કરી રહ્યું છે. દેશભરના રમતવીરોને આવકારવા ગુજરાત થનગને છે. માત્ર 90 દિવસમાં નેશનલ ગેમ્સની તૈયારીઓ પૂર્ણ થઈ છે. નેશનલ રમતમાં 36 ગેમ્સમાં 7000 ખેલાડી ભાગ લેશે. નેશનલ ગેમ્સ વેબસાઈટ અને એપ લોન્ચ કરવામાં આવી છે. જેના થકી નેશનલ ગેમ્સની લાઈવ માહિતી મળશે તથા તમામ રમતો વિશે આંગળીના ટેરવે મળશે.
માત્ર 90 દિવસમાં આવું મોટું આયોજન ગુજરાત જ કરી શકે : અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) જણાવ્યું કે, ખેલ મહાકુંભનો પ્રારંભ અને મહાઆયોજન ગુજરાતમાં જ થયા છે. 55 લાખ ખેલાડીઓએ તેમાં રજીસ્ટ્રેશન કર્યું તે એક મોટો રેકોર્ડ છે. મોદીરાજમાં જ આ શક્ય છે. ગુજરાતે પ્રથમ વખત 29 કરોડના ઈનામો ઈ-ટ્રાન્સફર કર્યાં. ગુજરાતનું (Gujarat) ખેલ મહાકુંભ મોડલ અન્ય રાજ્યો માટે રમતોનું મોડલ બન્યું છે. માત્ર 90 દિવસમાં આટલું મોટું આયોજન માત્ર ગુજરાત જ કરી શકે. ટૂંકા ગાળામાં આયોજન બદલ મુખ્યમંત્રી અને ખેલ મંત્રી હર્ષ સંઘવીને અભિનંદન. નેશનલ ગેમ્સમાં 8000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે જે એક મોટો રેકોર્ડ છે.
ગુજરાતના યુવાનો હવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા થયા : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે (Bhupendra Patel) જણાવ્યું કે, આજે અનોખો સંયોગ રચાયો છે. વડાપ્રધાને શરૂ કરાવેલ ખેલ મહાકુંભનો સમાપન થઈ રહ્યો છે અને અમિત શાહ આજે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવી રહ્યા છે. એક સમયે ગુજરાતી દાળ-ભાત ખાનારા અને બિઝનેસ કરનારા તરીકે જ ઓળખાતા હતા તે છાપ વડાપ્રધાને સુધારી છે. ગુજરાતના યુવાનો હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા થયાં છે. ખેલ મહાકુંભ હેઠળ આજે 30 કરોડના ઈનામો એનાયત થશે. ગુજરાતમાં નવી સ્પોર્ટ્સ પોલિસી અને સ્પોર્ટ્સ યુનિ ઉભી કરવામાં આવી, ખેલ મંત્રી હર્ષ સંઘવી અને તેમની ટીમે માત્ર 3 માસમાં નેશનલ ગેમ્સની તૈયારી કરી છે. આ 36મી નેશનલ ગેમ્સ દેશની અત્યાર સુધીની સૌથી યાદગાર સ્પોર્ટ્સ ઇવેન્ટ બની રહેશે.
ગુજરાત વિરોધીઓ માટે અહીં કોઈ જગ્યા નથી : ગૃહમંત્રીશ્રી શાહ
નેશનલ ગેમ્સનો કરાવ્યો પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ (Amit Shah) આકરા પાણીએ જોવા મળ્યા. તેમણે જણાવ્યું કે, નર્મદાના પાણી વિના ગુજરાતનો વિકાસ શક્ય નહોતો. જેને એક દશકા સુધી નર્મદા અને વિકાસનો વિરોધ કર્યો તે મેધા પાટકરને (Medha Patkar) લાવનારા સાંભળી લે, આ ગુજરાત છે, અહીંયા ગુજરાત વિરોધીઓ માટે કોઈ જગ્યા નથી. તેમજ અમિત શાહે કોંગ્રેસનું નામ લીધા વગર આડે હાથ લીધી હતી.
Advertisement