Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો મેરેથોન પ્રચાર, જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. જેમાં સુરતની તમામ બેઠકો પર ફરી ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે ગૃહરાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) મેરેથોન પ્રચાર (Campai)કરી રહ્યા છે.જે અંતર્ગત હર્ષભાઈ સંઘવીએ શહેરના મહીધરપુરા વિસ્તારમાં પદયાત્રા તેમજ જનસભા યોજી. હર્ષભાઈ સંઘવીની (HarshBhai Sanghvi)સભાને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હર્ષભાઈ સંઘવà
સુરતમાં ગૃહમંત્રી હર્ષભાઈ  સંઘવીનો મેરેથોન પ્રચાર  જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઇને રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. જેમાં સુરતની તમામ બેઠકો પર ફરી ભગવો લહેરાવવાના નિર્ધાર સાથે ગૃહરાજ્ય પ્રધાન હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) મેરેથોન પ્રચાર (Campai)કરી રહ્યા છે.જે અંતર્ગત હર્ષભાઈ સંઘવીએ શહેરના મહીધરપુરા વિસ્તારમાં પદયાત્રા તેમજ જનસભા યોજી. હર્ષભાઈ સંઘવીની (HarshBhai Sanghvi)સભાને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 
હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા  પ્રહાર 
હર્ષભાઈ સંઘવીએ તેમના સંબોધનમાં ફરી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ગુંડારાજને કારણે ત્યાંના લોકોએ તેમનું વતન છોડી હિજરત કરવી પડી. તેમણે સુરતની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે આજની તારીખ અને સમય તમે નોંધી રાખજો. સુરતની તમામ બેઠકો પર ભાજપની જીત થશે.
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.