Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડબલ એન્જીન સરકારમાં એક ડબો ખોરવાયો છે, આ વખતે અહીં ત્રણ એન્જીન સરકાર લાવવાની છે: ગૃહમંત્રીશ્રી

ભાજપને વિજયી બનાવવવા લોકોને કરી હાંકલમાણસાના ઉમેદવાર જે.એસ.પટેલના પ્રચારમાં સભામોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાંગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાના પહેલા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યો તો બીજી તરફ બીજા તબક્કનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે સાંજે પોતાના વતન માણસામાં જનસભાને સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની (Amit Shah) àª
ડબલ એન્જીન સરકારમાં એક ડબો ખોરવાયો છે  આ વખતે અહીં ત્રણ એન્જીન સરકાર લાવવાની છે  ગૃહમંત્રીશ્રી
  • ભાજપને વિજયી બનાવવવા લોકોને કરી હાંકલ
  • માણસાના ઉમેદવાર જે.એસ.પટેલના પ્રચારમાં સભા
  • મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પહેલા તબક્કાના પહેલા તબક્કાનો પ્રચાર પડઘમ શાંત થઈ ચુક્યો તો બીજી તરફ બીજા તબક્કનો પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે આજે સાંજે પોતાના વતન માણસામાં જનસભાને સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની (Amit Shah) ઉપસ્થિતિમાં માણસાના ઉમેદવાર જે.એસ.પટેલના પ્રચારમાં જનસભા યોજાઈ હતી જેમાં પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા.
માણસામાં ત્રણ એન્જીનની સરકાર
તેમણે જણાવ્યું કે, આજે માણસામાં (Mansa) આ ચોકમાં એક ઇંચ જમીન બાકી નથી તેવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સૌનો આભાર. માણસાના જ ચંદ્રાસણ તળાવની પાસે રમતા અને માણસામાં મારું બાળપણ વિત્યું છે. આજે હું તમારી પાસે કઈ માંગવા આવ્યો છું, એક વાર કમળના બટનને દબાવીને મત આપી અને માણસાના વિકાસ માટે એક સાકડ પૂરી કરવાની છે. ડબલ એન્જિન સરકારમાં એક ડબ્બો ખોરવાયો છે માણસા ના ધારાસભ્ય માટે ૩ એન્જિનની સરકાર માટે માણસાને વિજયી બનાવવાનું છે.
માણસાને બે ધારાસભ્યો મળશે
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) ખૂબ સુંદર કામ કર્યું છે. પ્રજાએ આ માણસા વિધાનસભા આ વખતે શું નિર્ણય કરવાનો છે? જે.એસ.પટેલને જીતાડી દો, માણસાને 2 ધારાસભ્યો બીજા મળશે, અમિત ભાઈ ચોધરી પણ છે. બંને ખભેથી ખભો મિલાવીને કામ કરશે.
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
માણસાની સભામાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ આતંકવાદ, કાશ્મીર, રામમંદિર, કોરોના વેક્સિન, સર્જીકલ અને એર સ્ટ્રાઈક મુદ્દે કોંગ્રેસ (Congress) પર નિશાન સાધ્યું હતું. તો કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં થતાં તોફાનો અને રથયાત્રા મુદ્દે પણ નિશાન સાધ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.