વંશવાદથી ચાલતી પાર્ટી ક્યારેય લોકશાહીથી ચાલતા દેશને સમજી જ ના શકે: ગૃહમંત્રીશ્રી
કોંગ્રેસના પરિવારવાદ પર સાધ્યુ નિશાનઅહીં વિકાસની વાત કરવા આવ્યો છું: ગૃહમંત્રીશ્રીસુરતને મળશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટGujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કાર્પેટ બોંબિંગ ચાલી રહ્યું છે. વડાપ્રધાનથી લઈને દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઉપરાઉપરી જનસભાઓ સંબોધી રહ્યાં છે ત્યારે સુરત જિલ્લાની ચાર બેઠકો માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) કડોદરા ખાતà
- કોંગ્રેસના પરિવારવાદ પર સાધ્યુ નિશાન
- અહીં વિકાસની વાત કરવા આવ્યો છું: ગૃહમંત્રીશ્રી
- સુરતને મળશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કાર્પેટ બોંબિંગ ચાલી રહ્યું છે. વડાપ્રધાનથી લઈને દિગ્ગજ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઉપરાઉપરી જનસભાઓ સંબોધી રહ્યાં છે ત્યારે સુરત જિલ્લાની ચાર બેઠકો માટે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે (Amit Shah) કડોદરા ખાતે જાહેરસભાને સંબોધી હતી.
કોંગ્રેસના પરિવારવાદ પર સાધ્યુ નિશાન
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના સંબોધનની શરૂઆત બારડોલીની ધરતી અને અહીં આવેલા કેદારેશ્વર મહાદેવને પ્રણામ કરીને કરી હતી. તેમણે કહ્યું કે, આ ખમીરવંતી ભૂમિએ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલને સરદાર બનાવવાનું કામ કર્યું છે. કોઈકને પદ્મશ્રી, પદ્મભૂષણ મળે પરંતુ આ તો સરદારનું બિરુદ છે. આજે સરદાર પટેલને ઇતિહાસમાંથી મિટાવવા માટે કોંગ્રેસીયાઓએ કોઈ કસર છોડી નથી. સરદારનું કોઈ સ્મારક ન બને કે કોઈ સન્માન ન મળે તેની તમામ ગોઠવણ નહેરુ ગાંધી પરિવારે કરી હતી. પરંતુ કામ કર્યું હોય તેને કોણ છુપાવી શકે. નહેરુ, ગાંધી સરકાર ગઈ અને ભાજપ સરકાર આવી તેણે દેશ અને દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી. ખેડૂતોના ખેતરોમાં વપરાયેલ ઓજારોથી આ પ્રતિમા બનાવી છે. એક પણ કોંગ્રેસીનો (Congress) ફોટો બતાવો જેણે સરદાર સાહેબના ચરણોમાં ફૂલ ચઢાવ્યા હોય. આ વંશવાદથી ચાલતી પાર્ટી ક્યારેય લોકશાહીથી ચાલતા દેશને સમજી જ શકે નહી. ભાજપ એક ચા વેચવાવાળા સામાન્ય ઘરના છોકરાને વડાપ્રધાન બનાવે છે. કોંગ્રેસમાં વ્યક્તિના મા-બાપને જોવામાં આવે છે.
અહીં વિકાસની વાત કરવા આવ્યો છું
તેમણે કહ્યું કે, ભાજપ (BJP) ગુજરાતની અંદર વર્ષ 1995 થી 2022 સુધી સળંગ શાશન કરે છે. યાદ કરો વર્ષ 1995 પહેલાના ગુજરાતને, સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો થતાં હતા. છેલ્લા 22 વર્ષમાં એક પણ કરફ્યૂ નથી લાગ્યા, ગુજરાતમાં (Gujarat) કરફ્યૂ ભૂતકાળ બની ગયા છે. આજે અહીં આવ્યો છું ત્યારે એક જ વિકાસની વાત કરીશ.
સુરતને સ્વચ્છ શહેર બનાવ્યું
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના 60 વર્ષના સાશનમાં એમણે હળપતિ સમાજની વ્યથા સાંભળી નહીં. ભાજપે (BJP) તેમના માટે ભણવાની રહેવાની પીવાના પાણીની વ્યવસ્થા કરી. 24 કલાક વિજળી આપવાનું કામ ભાજપે કર્યું. સુર્ય પુત્રીના કાંઠે વસેલું સુરત સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ આવે છે. અહીં સ્વચ્છતા કરવાનું કામ ભાજપે કર્યું છે. સુરતને કચરાના ઢગલા માં બદલી નાખ્યું હતું તેને ભાજપે સ્વચ્છ બનાવ્યું.
સુરતને મળશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની (Congress) સરકાર હતી ત્યારે 2004 થી 2014 દરમિયાન આપણે મેટ્રો માંગી હતી પણ નરેન્દ્રભાઈ આવ્યા અને તરત સુરતને મેટ્રો મળી. સુરત એરપોર્ટનું એકપાન્સન પણ ભાજપ ના રાજમાં થયું, અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનશે. થોડી રાહ જોજો અહીંથી વિશ્વના કોઈપણ દેશમાં જવા માટે ફ્લાઇટની શરૂઆત થઈ જશે. ભાજપે દક્ષિણ ગુજરાતમાં વણથંભી વિકાસ યાત્રાની શરૂઆત કરી છે.
રામમંદિર બનાવ્યું
તેમણે જનતાને પુછ્યું કે, અયોધ્યામાં રામમંદિર (Ram Mandir) બનવું જોઈએ કે ના બનવું જોઈએ? રામમંદિર નિર્માણમાં કોંગ્રેસે રોડા નાખ્યા. બાબરે મંદિર તોડ્યું ત્યારથી લોકોના આસ્થા કેન્દ્ર જેવા મંદિરને કોંગ્રેસે લટકાવી રાખ્યું. નરેન્દ્રભાઈ બીજી વાર વડાપ્રધાન બનતા જ મંદિર નિર્માણનો રસ્તો ક્લિયર કરી નાખ્યો. નરેન્દ્રભાઇ બીજીવાર વડાપ્રધાન બન્યા ત્યારે કોરોના સમયમાં પણ તેમણે મંદિરનો શિલાન્યાસ કરી દીધો. કોરોનાના સમયમાં રાહુલ બાબા (Rahul Gandhi) મને ટોણો મારતા હતા કે, 'મંદિર વહી બનાયેંગે તારીખ નહીં બતાયેંગે.' તારીખ લખી લો 1 જાન્યુઆરી 2024 માં આ ગગનચુંબી મંદિર તૈયાર થઈ જશે. રાહુલ બાબા ટીકીટ કઢાવી રાખજો.
370 હટાવી
તેમણે જણાવ્યું કે, 70 વર્ષથી કોંગ્રેસીયા ઓ 370ની કલમને (Article 370) બાળકની જેમ ખોળામાં રમાડ-રમાડ કરતા હતા. તેમને તેમની વોટબેંક ખોવાનો ડર હતો. નરેન્દ્રભાઈએ 370 હટાવીને બધાની ચૂપ કરી દીધા. શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન નરેન્દ્રભાઇએ પૂરું કર્યું. હું લોકસભામાં આ બિલ લઈને ઉભો થયો ત્યારે બધા જ કાઉ-કાઉ કરવા માંડ્યા હતા. એ લોકો કહેતા હતા કે, લોહીની નદીઓ વહેશે પણ 370 ગયા પછી એક કાંકરિચાળો થયો નથી.
દુશ્મન દેશો પાઠ ભણાવ્યો
તેમણે કોંગ્રેસ (Congress) પર પ્રહાર કરતા કહ્યું કે, દસ વર્ષ સુધી સોનિયા મનમોહનનું રાજ ચાલ્યું. પાકિસ્તાનથી રોજ આલ્યા-માલ્યા-જમાલિયા ઘુસી જતા હતા અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હતા. નરેન્દ્ર મોદીનું રાજ આવ્યું ત્યારે દસ જ દિવસમાં એર અને સર્જીકલ સ્ટ્રાઈક કરી. રાહુલ બાબા તે વખતે પુરાવા લાવો કહેતા હતા. અક્કલ હોય તો દોડાવો અને પાકિસ્તાનના ટીવી ચાલુ કરીને જુઓ. નરેન્દ્રભાઈએ સર્જીકલ સ્ટ્રાઈક કરીને વિશ્વને સંદેશો આપ્યો કે ભારતની સીમા સાથે અડપલાં ન કરાય.
રશિયા-યુક્રેન યુદ્ધ વખતે આપણા વિદ્યાર્થીઓને પાછા લાવ્યા
રશિયા યુક્રેન ના યુદ્ધ વખતે આપણા 35 હજાર છોકરાઓ ફસાયા હતા. આપણા નરેન્દ્રભાઈએ UPના પ્રચારમાંથી પાછા આવીને પુતીન સાથે વત કરી બે દિવસ માટે યુદ્ધ બંધ કરવા કહ્યું. એ યુદ્ધ બે દિવસ બંધ રહ્યું અને આપણા બાળકો સહી સલામત પાછા આવ્યા.
આ પણ વાંચો - આ વખતે મતદાનના બધા રેકોર્ડ તુટવા જોઈએ અને તેમાંથી કમળ પણ વધારે નિકળવા જોઈએ: વડાપ્રધાનશ્રી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement