ભાજપની બાકીના ઉમેદવારોની યાદી આજે નહી થાય જાહેર, આ બેઠક પર બદલાયા ઉમેદવાર
વઢવાણ બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર બદલશેઅમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને બોલાવ્યા ચર્ચા કરવાનારાજગીના સુરને ખાળવા માટે મળશે મહત્વની બેઠકગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકિય પાર્ટીઓએ મોટાભાગના ઉમેદવારો મેદાને ઉતારી દીધાં છે. ટિકિટની વહેંચણીને લઈને નારાજગી માટે ક્યાય રિસામણાં-મનામણાં ચાલી રહ્યાં છે આ સ્થિતિ વચ્ચે ભાજપ આજે પોતાના બાકી રહેલા 16 ઉમેદવારોના નામ
- વઢવાણ બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર બદલશે
- અમિત શાહે રાજેન્દ્ર ત્રિવેદીને બોલાવ્યા ચર્ચા કરવા
- નારાજગીના સુરને ખાળવા માટે મળશે મહત્વની બેઠક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકિય પાર્ટીઓએ મોટાભાગના ઉમેદવારો મેદાને ઉતારી દીધાં છે. ટિકિટની વહેંચણીને લઈને નારાજગી માટે ક્યાય રિસામણાં-મનામણાં ચાલી રહ્યાં છે આ સ્થિતિ વચ્ચે ભાજપ આજે પોતાના બાકી રહેલા 16 ઉમેદવારોના નામ જાહેર કરે તેવી પુરી સંભાવના હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ કમલમ્ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી હતી.
વઢવાણ બેઠક પર બદલાશે ઉમેદવાર
ભાજપ વઢવાણ વિધાનસભા બેઠક પર પોતાના ઉમેદવાર બદલશે. ભાજપે અગાઉ જાહેર કરેલ જિજ્ઞાબેન પંડયા ના સ્થાને અન્ય ઉમેદવાર જાહેર કરાશે. જીજ્ઞાબેન પંડયાએ લેટર લખી ચૂંટણી નહી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે વઢવાણ બેઠક પર સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ભાજપ ટિકિટ આપી શકે છે. આ મુદ્દે જીજ્ઞાબેન પંડ્યાએ જણાવ્યું કે, પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. પક્ષ દ્વારા જે મારું નામ આપ્યું છે, તે કહેશે એમ કરીશું. પક્ષ કહેશે કે દાવેદારી કરો તો કરીશ, અન્યથા પરત ખેચીશ દાવેદારી. વઢવાણ ભાજપના ઉમેદવાર શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા એ ઉમેદવારી માટે માનનીય વડાપ્રધાનના આભાર સહ ઉમેદવારી પોતાની અનિચ્છા દર્શાવી. વઢવાણ બેઠક પર જીજ્ઞાબેન પંડ્યાની જગ્યાએ ભાજપે જગદીશભાઈ મકવાણાના નામ પર મહોર મારી છે.
આજે ત્રીજી યાદી જાહેર નહી થાય
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની કમલમ્ ખાતે ઉચ્ચ સ્તરિય બેઠકમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત સંગઠનના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠક બાદ ભાજપના નામની યાદી જાહેર થઈ શકે છે તેવી શક્યતા હતી પરંતુ હજુ બીજી યાદી જાહેર થવામાં વિલંબ થઈ શકે છે. આજે ભાજપની બીજી યાદી જાહેર નહી થાય
નારાજગીના સુરને ખાળવા માટે મળશે મહત્વની બેઠક
બીજી બાજુ વડોદરા જિલ્લામાં ભાજપના 3 ધારાસભ્ય નારાજ થતા વડોદરાના સિનિયર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને અમિત શાહે ચર્ચા કરવા બોલાવ્યા. વાઘોડિયાના સિનિયર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ ભાજપમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. રાજેન્દ્ર ત્રિવેદી પોતાની ટિકિટ કપાતા તેઓ ખુદ નારાજ ચાલી રહ્યા છે. વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ અને પાદરાના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ અને દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી છે. જ્યારે વડોદરાના માંજલપુર અને સયાજી ગંજના ઉમેદવારોની જાહેરાત હજી બાકી છે. બંને સીટોના સેટિંગ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા છે ત્યારે નારાજગીનો સૂર ખાળવા અને રાજ્યમાં ટિકિટ જાહેર થયા બાદ ઉભી થયેલી સ્થિતિના સમિક્ષા માટે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement