Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મોવડીમંડળે કહ્યું તારો ઉપયોગ આખા ગુજરાતમાં કરવો છેઃ અલ્પેશ ઠાકોર

રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી જોડાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારો પ્રચાર છોડીને લવિંગજીને જીતાડવા હું આવ્યો છું. મારો ફેરો માથે ન પડવો જોઇએ. આ સાથે સંબંધોનાં સમીકરણ પણ બદલાયેલા જોવા મળ્યા, એક સમયે અલ્પેશ ઠાકોરનું નામ ન લેનાર લવિંગજી અલ્પેશને ગળે મળ્યા હતા. લવિંગજીનાં ચૂંટણી પ્રચારમા અલ્પેશ ઠા
10:47 AM Nov 22, 2022 IST | Vipul Pandya
રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી જોડાયા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારો પ્રચાર છોડીને લવિંગજીને જીતાડવા હું આવ્યો છું. મારો ફેરો માથે ન પડવો જોઇએ. આ સાથે સંબંધોનાં સમીકરણ પણ બદલાયેલા જોવા મળ્યા, એક સમયે અલ્પેશ ઠાકોરનું નામ ન લેનાર લવિંગજી અલ્પેશને ગળે મળ્યા હતા. લવિંગજીનાં ચૂંટણી પ્રચારમા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું રાધનપુરમાં 50 હજાર મત જીતી રહ્યો છું, એવો રિપોર્ટ આવી રહ્યો હતો. પરંતુ મોવડીમંડળે મને કહ્યુ કે આખા ગુજરાતમાં તારો ઉપયોગ કરવો છે એટલે મને બીજે મુક્યો છે, હું મોવડી મંડળનો આભાર માનું છું.
અલ્પેશ ઠાકોરની વ્યથા
આ સાથે અલ્પેશ ઠાકોરે પોતાની વ્યથા સંભળાવતા કહ્યુ કે, મારી કમનસીબી છે કે  હું જ્યાં જાઉં ત્યાં મને બહારનો કહે છે. મને ખબર નથી હું ક્યાંનો છું. હું બધાનો છું એટલે એવું લાગે છે. મારા અને શંકરભાઈ પર વિશ્વાસ મુકી લવિંગજીને જીતાડજો. લવિંગજીની બધી ભૂલોને ભૂલીને માફ કરી જીતાડજો.
મહત્વપૂર્ણ છેકે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. જો કે બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડતા તેમની હાર થઇ હતી 
આ પણ વાંચો  -  નરેન્દ્ર મોદી સિંહ છે અને કેજરીવાલે સિંહની બોડમાં હાથ નાંખ્યો છે, જાણો કોણે કહ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AlpeshAlpeshThakorAssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstHighcommandRadhanpurReason
Next Article