Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હર્ષદ રીબડીયાએ કેસરીયો ધારણ કર્યો, જાણો ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા ગુજરાત કોંગ્રેસ (Congress)ફરી એક વાર તૂટી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ( Harshad Ribdia) ગુરુવારે કોંગ્રેસ છોડી તેમના સમર્થકો સાથે ભાજપ (BJP)માં જોડાયા છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમણે કોંગ્રેસને દિશાહીન બતાવી આકરા પ્રહારો કર્યા હતા.  હર્ષદ રીબડીયાએ તાજેતરમાં રાજીનામું આપ્યું હતુંવિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ગુરુવાàª
હર્ષદ રીબડીયાએ કેસરીયો ધારણ કર્યો  જાણો ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા ગુજરાત કોંગ્રેસ (Congress)ફરી એક વાર તૂટી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ( Harshad Ribdia) ગુરુવારે કોંગ્રેસ છોડી તેમના સમર્થકો સાથે ભાજપ (BJP)માં જોડાયા છે. ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમણે કોંગ્રેસને દિશાહીન બતાવી આકરા પ્રહારો કર્યા હતા. 
 હર્ષદ રીબડીયાએ તાજેતરમાં રાજીનામું આપ્યું હતું
વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા ગુરુવારે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તેમણે  ગાંધીનગર કમલમ ખાતે સમર્થકો સાથે ભાજપમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હર્ષદ રીબડીયાએ તાજેતરમાં  વિસાવદરના ધારાસભ્ય તરીકે  રાજીનામું  આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલાં જ હર્ષદ રીબડીયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાતા કોંગ્રેસ ફરી એક વાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. 
હર્ષદ રીબડીયા બે વખત ધારાસભ્ય બન્યા હતા
ગુરુવારે કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. હર્ષદ રીબડીયા 1995માં વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ હતા.  2007માં તેઓ ભાજપ સામે હાર્યા  હતા પણ 2014 અને 2017ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા. તેમણે હવે કોંગ્રેસને જાકારો આપ્યો છે. 
કોંગ્રેસ પર પ્રહાર કર્યા
ભાજપમાં જોડાયા બાદ હર્ષદ રીબડીયાએ કહ્યું કે કોંગ્રેસ દિશાહીન પક્ષ બની ગયો છે અને મોદી સાહેબ સતત વિકાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મે ગદ્દારી કરી નથી. ખેડુતોને પોષણક્ષમ ભાવ મોદી સાહેબે અપાવ્યા છે.  કપાસના ભાવ 2 હજારથી 2500 થઇ ગયા, હવે ખેડૂતો માટે આનાથી વધુ શું હોય. તેમણે કહ્યું કે મોદીજીથી આખા વિસ્તારમાં વીજળી થઇ ગઇ છે. જેનાથી હું પ્રભાવિત થયો છું એટલે મે ભાજપ જોઇન કર્યું છે. કાર્યકરોએ કહ્યું કે વિકાસની દિશામાં જોડાવું છે એટલે ભાજપમાં જોડાયો છું. તેમણે આરોપ લગાવ્યો કે અસામાજક તત્વો સામે લડીએ ત્યારે કોંગ્રેસ અમારી સાથે હોતી નથી. મે કોઇ વ્યક્તિ કે પક્ષની વિરોધમાં નિવેદન આપ્યું નથી. કોંગ્રેસ દિશાહીન બની છે. 

શું કહ્યું પ્રદીપસિંહ વાઘેલાએ 
ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરે છે. ભાજપનું આ સ્વાભિમાન આઝાદી બાદ પહેલી વખત જોઇ રહ્યા છીએ. વડાપ્રધાનશ્રી હમણાં જ ગુજરાતને ખુબ મોટી ભેંટો આપીને ગયા છે. વિકાસની રાજનીતિના આધારે જનતાએ તેમને અપાર આશિર્વાદ આપ્યા છે તેવા સમયે ખેડૂતોના પ્રશ્નો માટે લડતાં હર્ષદભાઇને લાગ્યું કે નરેન્દ્ર મોદી સાહેબ ખેડૂતોના પ્રશ્નો માટે કાર્યશીલ છે. તેમનું હું સ્વાગત કરું છું. જીલ્લાના કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા છે.  
રઘુ શર્મા કોણ છે તે મને ખબર નથી
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે રઘુ શર્મા કોણ છે તે મને ખબર નથી. તેમને રાજનીતિની સમજણ નથી તેવું લાગે છે. તે ગુજરાતના પ્રભારી તરીકે આવ્યા છે ત્યારે તેમની જવાબદારી છે કે કોંગ્રેસના કાર્યકરોને સાચવવાની અને માર્ગદર્શન આપવાની. તે જ્યારથી આવ્યા છે ત્યારતી કોંગ્રેસ સતત તૂટતી રહી છે. તેઓ જવાબદારી સુપેરે નિભાવામાં નિષ્ફળ ગયા છે તે સાબિત થઇ ચુક્યું છે ત્યારે ભાજપ પર આરોપ લગાવી તે તેમની છબી છુપાવાનો પ્રયાસ કરે છે તે યોગ્ય નથી. હું રઘુ શર્માને ચેલેન્જ આપું છું કે તમે સાબિત કરો અથવા તમારા ધારાસભ્યોને પાર્ટીમાં આવતા રોકો. 
Advertisement
Tags :
Advertisement

.