Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિકનો કોંગ્રેસને સવાલ, શું તમને હિન્દુઓના વોટની જરુર નથી?

ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આપેલા વિવાદીત નિવેદન અંગે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને પોતાનો આક્રોશ રજૂ કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કર્યું કે કોંગ્રેસને જનતાની ભાવનાથી કોઇ લેવા દેવા નથી તેવું મેં પહેલા પણ કહ્યું છે.  તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરુર નથી?મંગળવારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન આપ્યું હતું કે, રામ મંદિરની ઇંટો
હાર્દિકનો કોંગ્રેસને સવાલ  શું તમને હિન્દુઓના વોટની જરુર નથી
ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આપેલા વિવાદીત નિવેદન અંગે હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને પોતાનો આક્રોશ રજૂ કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટ કર્યું કે કોંગ્રેસને જનતાની ભાવનાથી કોઇ લેવા દેવા નથી તેવું મેં પહેલા પણ કહ્યું છે.  તેમણે સવાલ કર્યો કે શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરુર નથી?
મંગળવારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદીત નિવેદન આપ્યું હતું કે, રામ મંદિરની ઇંટો પર કૂતરા પેશાબ કરે છે. આ નિવેદન બાદ થોડા કલાકોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા  હાર્દિક પટેલનું નિવેદન આવ્યું છે અને તેમણે ભરતસિંહના નિવેદન અંગે આક્રોશ પ્રગટ કર્યો હતો. 
હાર્દિક પટેલે ટ્વિટમાં કહ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસને જનતાની ભાવનાઓ સાથે કોઈ લેવા-દેવા નથી, કોંગ્રેસ પાર્ટી હંમેશાં હિન્દુ ધર્મની આસ્થાની વિરોધમાં જ કામ કરતી આવી છે. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના નેતાએ નિવેદન આપ્યું કે રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા.
હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે, તમને ભગવાન શ્રી રામથી શું વાંધો છે? હવે તો ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ પણ થઇ રહ્યું છે છતાંય કોંગ્રેસના નેતા વિવાદીત નિવેદન કેમ આપે છે. શું કોંગ્રેસને હિન્દુઓના વોટની જરૂર નથી ?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ એવા હાર્દિક પટેલે થોડા દિવસો અગાઉ જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ તેઓ કોઇ પક્ષમાં નથી પણ તેઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તેની પૂરજોશથી ચર્ચા ચાલી રહી છે. તેમના નિવેદનોમાં પણ ભાજપ તરફી ઝોક જોવા મળી રહ્યો છે. જો કે તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તે વિશે મગનું નામ મરી પાડતા નથી.
Advertisement

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડયા બાદ પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ તથા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા અને પોતાના કોંગ્રેસના 3 વર્ષ નિષ્ફળ ગયા હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડયું તે પહેલાં ત્રણ મહિનાથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે નારાજ ચાલી રહ્યા હતા અને અવાર નવાર પોતાનો બળાપો વ્યકત કરતા હતા. 
કોંગ્રેસ છોડયા બાદ ફરી એક વાર હાર્દિક પટેલે કોંગ્રેસને આડે હાથે લીધી છે અને રામ મંદિર બાબતના ભરતસિંહ સોલંકીના વિવાદીત નિવેદન બાદ પણ તેમણે ટ્વિટ કર્યું છે. 
Tags :
Advertisement

.