ભાજપમાં હાર્દિકનું 'હાર્દિક સ્વાગત': હું ભાજપમાં જોડાયો નથી આ મારી ઘરવાપસી છે-હાર્દિક પટેલ
આજે વિધિવત રીતે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ ગયો. હાર્દિકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે 12.39ના વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ પહેર્યો હતો ત્યાર બાદ તેના રંગ બદલાઇ ગયાં હતા એક સમયે ભાજપની જ સતત નિંદા કરતાં હાર્દિક પટેલે કહ્યું, હું ભાજપમાં જોડાયો નથી આ મારી ઘરવાપસી છે. સાથે જ તેણે મીડિયાને સંબોધન કરતાà
08:36 AM Jun 02, 2022 IST
|
Vipul Pandya
આજે વિધિવત રીતે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ ગયો. હાર્દિકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે 12.39ના વિજય મુહૂર્તમાં કેસરિયો ખેસ પહેર્યો હતો ત્યાર બાદ તેના રંગ બદલાઇ ગયાં હતા એક સમયે ભાજપની જ સતત નિંદા કરતાં હાર્દિક પટેલે કહ્યું, હું ભાજપમાં જોડાયો નથી આ મારી ઘરવાપસી છે. સાથે જ તેણે મીડિયાને સંબોધન કરતાં ખુલ્લાં મને વાતચીત કરી હતી. જો કે કમલમ ખાતે હાર્દિકના કાર્યકર્મમા સ્ટેજ પર ખુરશી સુદ્ધાં મૂકવામાં આવી ન હતી કે સભાને સંબોધન પણ કરવા દેવામાં આવ્યું ન હતું. પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો તથા ગુજરાત રાજકારણનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપ્યાના 16 જ દિવસમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
કોબાથી કમલમ સુધી રોડ શો
પહેલાં હાર્દિક પટેલે આજે સવારે તેમના નિવાસસ્થાને દુર્ગાપાઠ પૂજન કર્યું હતું. એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. સાથે જ કોબાથી કમલમ સુધી રોડ શો કરીને કમલમ સુધી પહોંચ્યો હતો. અને સંતોની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. તેમજ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે ભાજપની કેસરી ટોપી પહેરાવી ભાજપમાં હાર્દિકનું 'હાર્દિક સ્વાગત' કર્યું હતુંં.
સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને
ભાજપમાં પ્રવેશ કર્યા બાદ હાર્દિકે માત્ર મિડિયા સાથે જ વાતચીત કરી હતી તેણે કહ્યું કે, 2015માં સમાજ હિતની ભાવના સાથે અનામત આંદોલનની શરૂઆત કરી જેમાં અનેક ચઢાવ ઉતાર જોયાં અમારા આંદોલન સામે ઝૂકીને સરકારે આર્થિક અનામત આપી તેનો મને સંતોષ છે. માનનીય વડાપ્રધાન મોદીજીએ ઠરાવ કરી આર્થિક અનામત આપી બિન અનામત વર્ગે કોંગ્રેસમાં રહીને જનતાની ભાવના વિરુદ્ધના અનુભવ કર્યા છે. હાર્દિકે કહ્યું કે હા મેં ભાજપને ગાળો આપી છે હવે ઘરનો દીકરો માં બાપ પાસે જ પોતાની માંગણી મૂકે એમાં ખોટું શું છે મેં રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી. આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું અને તેને પુરૂં પણ સરકારે જ કર્યું છે. સત્તા સામે લડ્યો છું. પપ્પા સામે ચોકલેટ લેવા ઝગડો જ છો ને. પોતાના કોંગ્રેસ પાર્ટી સાથેના અનુભવો અંગે તેણે કહ્યુ કે હું ત્યાં પણ લોકસેવા કરવાં જ જોડાયો હતો પણ ત્યાં એક સૈનિક તરીકેનો અધિકાર પણ ન મળ્યો. કોંગ્રેસ પક્ષ તરફથી ક્યારેય સપોર્ટ મળ્યો નહી, જ્યારે મારો ભાજપ સાથે ઘણો જૂનો સંબંધ છે.મારા પિતાજી આંનદી બહેન માટે કામ કરતાં હતાં. આજે રાષ્ટ્રના હિત માટે મોદીજી અને પાટીલજી કામ કરે છે. આ કામમાં હું રામની ખિસકોલી બની કામ કરીશ. પક્ષનો સામાન્ય કાર્યકર બની કામ કરીશ.
આનંદીબેન જ્યારે ચૂંટણી લડતા ત્યારે મારા પિતા તેમના પ્રચારમાં જોડાતાં
હાર્દિકે આનંદીબેન પટેલ કે જેમની સત્તામાં હાર્દિકે અનામત આંદોલન કરી સત્તાનો ઉગ્ર વિરોધ કર્યો હતો તેમના નામનો કર્યો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમને હું પ્રેમથી ફોઇ કહું છું. મારો વિરોધ માત્ર અનામત માટે હતો .આનંદીબેન જ્યારે ચૂંટણી લડતા ત્યારે મારા પિતા તેમના પ્રચારમાં જોડાતાં હતાં મે ઘરવાપસી કરી નથી પણ અમે ઘરમાં જ હતા. આ ઉપરાંત અનામત આંદોલનમાં રાષ્ટ્રહિત માટે જે લોકો શહીદ થયાં તે શહીદ પાટીદાર પરિવારો માટે આગામી બે માસમાં નોકરીની વ્યવસ્થા કરી આપીશું. તે માટે ગુજરાત સરકાર સાથે વાત ચાલુ છે. સાથે જ ઘણાં કેસ પણ પાછા ખેંચાયા છે તેનો સંતોષ છે.
સરકારે જ માગણીઓ પૂર્ણ કરી તે માટે સરકારનો આભાર
હાર્દિક પટેલે આંદોલન ભલે સરકાર સામે કર્યું હતું પણ પણ સરકારે એ માગણીઓ પૂર્ણ કરી તે માટે સરકારનો આભાર માન્યો. ભાજપમાં ચૂંટણી લડવા અંગે હાર્દિકે કહ્યું કે તે સમયની વાત છે હાલ તો હું એક સામાન્ય કાર્યકર્તાની ભૂમિકામાં આવ્યો છું. એક સૈનિક તરીકે કામ કરીશ. જનહિત માટે કામ કરીશ. ભાજપ સામે લડવાં અંગે આક્ષેપ અંગે હાર્દિકે કહ્યું કે અમારું આંદોલન સત્તા સામે આક્રમક હતું એ સમયે નેતાઓ સામે આક્ષેપ કરેલા જો તમે આક્રમકતાથી લડો તો જ કામ થાય. સાથે જ કહ્યું કે રામ મંદિર બાબતે મેં આભાર વ્યક્ત કરેલો કે આ મંદિર તમામ ભારતીય હિંદુઓની આસ્થાનું પ્રતીક છે. જ્યારે કોંગ્રેસના નેતાઓના અશ્લીલ નિવેદનોનો મેં હંમેશા વિરોધ કર્યો છે. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં તે મિડીયાના ઘણાં તીખા સવાલોનો જવાબ આપી શક્યો ન હતો. તેણે કહ્યું કે હું મારી શૈલીમાં જ જવાબ આપીશ.
Next Article