Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલે એક સમયે ભાજપને કોસવામાં કશું બાકી નહોતું રાખ્યું. પરંતુ આજે કર્યા ભાજપના આવા વખાણ..

આખરે હાર્દિક પટેલ હવે ભાજપના થઇ ચૂક્યા છે. પાટીદાર આંદોલન થકી દેશભરમાં જાણીતા થયેલા હાર્દિક પટેલે એક સમયે ભાજપને કોસવામાં કશું બાકી નહોતું રાખ્યું. પરંતુ આજે તેમણે ભાજપના વખાણ કરવામાં પણ કોઇ કસર ન છોડી. પત્રકારોના તીખા સવાલોના જવાબ આપતા હાર્દિક પટેલ પોતાના મિજાજ પર કંટ્રોલ નહોતા રાખી શક્યા. જો કે પત્રકારોએ હાર્દિકની વર્તણુંકને લઇને સખત વાંધો ઉઠાવતા હાર્દિક નરમ પડ્યા હતા. પાટà«
હાર્દિક પટેલે એક સમયે ભાજપને કોસવામાં કશું બાકી નહોતું રાખ્યું  પરંતુ આજે કર્યા ભાજપના આવા વખાણ
આખરે હાર્દિક પટેલ હવે ભાજપના થઇ ચૂક્યા છે. પાટીદાર આંદોલન થકી દેશભરમાં જાણીતા થયેલા હાર્દિક પટેલે એક સમયે ભાજપને કોસવામાં કશું બાકી નહોતું રાખ્યું. પરંતુ આજે તેમણે ભાજપના વખાણ કરવામાં પણ કોઇ કસર ન છોડી. પત્રકારોના તીખા સવાલોના જવાબ આપતા હાર્દિક પટેલ પોતાના મિજાજ પર કંટ્રોલ નહોતા રાખી શક્યા. જો કે પત્રકારોએ હાર્દિકની વર્તણુંકને લઇને સખત વાંધો ઉઠાવતા હાર્દિક નરમ પડ્યા હતા. 
પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કરનાર હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાર્દિક પટેલને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરીવી હતી. હાર્દિકના બીજેપી પ્રવેશ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા ન હતા. આ ઉપરાંત કેન્દ્રમાંથી કોઈ મોટા નેતાઓ પણ હાજર રહ્યા ન હતા. હાર્દિક પટેલે બીજેપીન ખેસ પહેર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.
  • પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે તેઓ કૉંગ્રેસના કામથી દુઃખી થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 
  • આ પ્રસંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ કામો અને નિર્ણયોની પ્રશંસા કરી હતી. 
  • હાર્દિક પટેલે કહ્યું કે તેઓ ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરશે.
  • તેમણે અન્ય પાર્ટીના લોકોને પણ પાર્ટી છોડીને ભાજપમાં આવવા માટે આહવાહન કર્યુ હતું. 
  • હાર્દિકે કહ્યું કે તેઓ ભાજપમાં પ્રવેશ નથી કરી રહ્યા પરંતુ પોતાના જ ઘરમાં પરત આવ્યા છે. 
હાર્દિક પટેલની પ્રેસ-કોન્ફરન્સ દરમ્યાન હાર્દિકના તેવરને લઇને પત્રકારોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. જે બાદ હાર્દિક પટેલે સમય પારખીને શાંતિથી પત્રકારોના સવાલનો જવાબ આપવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન હાર્દિક પટેલ ખુદનો બચાવ કરતા નજરે પડ્યા હતા. 
Advertisement
Tags :
Advertisement

.