Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતે મન બનાવી લીધુ છે કે ભાજપની સરકાર બનશે: અનુરાગ ઠાકુર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન હવે નજીક છે ત્યારે રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ પોતાની ઉપલબ્ધીઓ ગણાવી રહ્યા છે અને લોકોને લોભામણા વાયદા પણ કરી રહ્યા છે. રવિવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur)અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે નવા ભારતની બુલંદ તસવીર એટલે ગુજરાત છે. તેમણે
ગુજરાતે મન બનાવી લીધુ છે કે ભાજપની સરકાર બનશે  અનુરાગ ઠાકુર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન હવે નજીક છે ત્યારે રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ પોતાની ઉપલબ્ધીઓ ગણાવી રહ્યા છે અને લોકોને લોભામણા વાયદા પણ કરી રહ્યા છે. રવિવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur)અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે નવા ભારતની બુલંદ તસવીર એટલે ગુજરાત છે. તેમણે દાવો કરતાં કહ્યું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત થશે અને ગુજરાતની જનતા કોંગ્રેસને નકારશે.
અનુરાગ ઠાકુર અમદાવાદમાં 
વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે.  રવિવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો અને ત્યારબાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતનો વિકાસ અને ગુજરાત મોડલ આજે વિશ્વમાં પ્રખ્યાત છે અને નવા ભારતની બુલંદ તસવીર એટલે ગુજરાત છે. બે દાયકાથી ગુજરાતની જનતાએ ભાજપને મત આપ્યા છે અને તેથી જ ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા છે. તેમણે કહ્યું કે નંબર એકની વાત આવે ત્યારે ગુજરાત હોય જ. ગરીબ કલ્યાણ અને વિકાસ એટલે ગુજરાત છે. ગુજરાતમાં દીકરી માટે ફ્રી શિક્ષણ, સ્કુટી, બસમાં ફ્રી મુસાફરી આપવામાં આવશે. 
ગુજરાતમાં વિકાસના અનેક કામ થયા
તેમણે વધુમાં કહ્યું કે મોદીજીએ ગુજરાતમાં અનેક વિકાસના કામ કર્યા છે. 22 વર્ષ પહેલાનું ગુજરાત યુવાનોએ જોયું નથી. ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા. તેમણે દાવો કર્યો કે ગુજરાતને એક ટ્રિલિયન ઇકોનોમિક તરફ લઈ જવાશે.
સ્પોર્ટ્સમાં ગુજરાત અગ્રેસર 
અનુરાગ ઠાકુરે કહ્યું કે ભારત G-20ની અધ્યક્ષતા લઈ ચૂક્યું છે. અનેક દેશોના પ્રતિનિધિઓ ભારત આવશે. ગુજરાતીઓએ પોતાનું યોગદાન દરેક ક્ષેત્રે આપે છે અને ગુજરાત આજે રમતગમત માનપાનમાં અગ્રેસર છે. નેશનલ ગેમ રેકોર્ડ દિવસોમાં કરી મોટું કામ કર્યું છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે અને આગામી સમયમાં ગુજરાત ઓલિમ્પીકની યજમાન કરશે. મોટા કામ કરવાની વાત આવે ત્યારે ગુજરાત સૌથી આગળ હોય છે. 


ગુજરાતમાં ફરી ભાજપ સરકાર બનશે
તેમણે કહ્યું કે  ગુજરાતની મોટી વિચારધારા જ ભાજપની ફરી સરકાર લાવશે. ગુજરાતે મન બનાવી લીધુ છે કે ભાજપની સરકાર બનશે. તેમણે જાહેરાત કરી હતી કે દ્વારકામાં ભગવાન કૃષ્ણની મોટી પ્રતિમા બનશે તથા આસ્થા સાથે અર્થવ્યવસ્થાને નવું મોડલ બનાવશે. 
ગુજરાત સુરક્ષિત બન્યું
પત્રકાર પરિષદમાં અનુરાગ ઠાકુરે કહ્યું કે યુવાનોને રોજગાર અપાશે તથા આગામી 5 વર્ષમાં મહિલાઓને પણ રોજગાર અપાશે. સુરક્ષિત ગુજરાતના કારણે અનેક રોકાણકારો ગુજરાત આવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાતને શાંત અને સુરક્ષિત બનાવતા બધું શક્ય બન્યું છે.
આ વખતે કોંગ્રેસની હાલત ખરાબ થશે
તેમણે દાવો કરતાં કહ્યું કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત થશે અને ગુજરાતની જનતા કોંગ્રેસને નકારશે. ગુજરાતમાં લોકો કહે છે કે ભાજપના રાજમાં ગુજરાત મજામાં છે. 2002 પહેલા કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરતી હતી. ભાજપની સરકાર આવ્યા બાદ ગુજરાતમાં શાંતિ થઈ. કોઈ રોકાણ કરવા આવે ત્યારે લોકો શાંતિ જુએ છે. ગુજરાતમાં લોકો રાજનીતિ કરવા માટે કોમી કરાવતા હતા. ગુજરાતમાં હવે માટે વિકાસની વાત થાય છે. કોઈપણ સમાજ એવું ઈચ્છે છે કે શાંતિ અને ભાઈચારો રહે.
કેટલાકની રાજનીતિ જૂઠથી ચાલે છે.
તેમણે પ્રહાર કરતાં કહ્યું કે કેટલાક લોકોની રાજનીતિ જૂઠથી ચાલે છે અને યુપીમાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ હતી. એક રાજનીતિક દળના નેતાઓએ જૂઠું બોલવાની નેમ લીધી છે. ચૂંટણી સમયે કોંગ્રેસના મોટા નેતા મંદિરોના ચક્કર લગાવે છે. કોંગ્રેસ જાતિ ધર્મના નામે લોકો પાસે મત માંગે છે પણ લોકો હવે સમજી ચૂક્યા છે અને ભાજપને મત આપશે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.