Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતની સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનીતિ જે મેં ઠીક કરી : PM મોદી

રાજ્યની શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી, વિશ્વની સારી એડવાન્સ સુવિધાઓ વિકસાવાશે, વિશ્વ કક્ષાની આરોગ્ય પ્રણાલી  દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ધાટન કરાયું છે. 275 કરોડના ખર્ચે આરોગ્ય  કેન્સર હોસ્પિટલનું લાકાર્પણ કરવામાં આવ્યું સાથે જ રાજ્યમાં 188 નવા ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ કરાયો છે. સિવિલમાં રૂ.1275 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર
10:38 AM Oct 11, 2022 IST | Vipul Pandya
રાજ્યની શ્રેષ્ઠ આરોગ્ય પ્રણાલી, વિશ્વની સારી એડવાન્સ સુવિધાઓ વિકસાવાશે, વિશ્વ કક્ષાની આરોગ્ય પ્રણાલી  દેશની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ધાટન કરાયું છે. 275 કરોડના ખર્ચે આરોગ્ય  કેન્સર હોસ્પિટલનું લાકાર્પણ કરવામાં આવ્યું સાથે જ રાજ્યમાં 188 નવા ડાયાલિસીસ સેન્ટરનો શુભારંભ કરાયો છે. સિવિલમાં રૂ.1275 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. 
આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ કહ્યું કે વિશ્વની ટોચની કેન્સર હોસ્પિટલ, વન ગુજરાત વન ડાયાલિસીસ પ્રોગ્રામ હેઠળ કીમોથેરાપી સેન્ટર 300 બેડ સાથે  હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દર્દીઓ સાથે આવતાં સગાસંબંધીઓ માટે  10 માળના રેનબસેરાનું પણ નિર્માણ કરાવમાં આવ્યું છે. આજે કુલ 544 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ઉદ્ધાટન  વડાપ્રધાનશ્રીના હસ્તે કરાયું છે.
આજના આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી દર્દીઓ સાથે સીધો સંવાદપણ કર્યો હતો, જેમાં મોરવાહડપ ગામના વતની દર્દી ભીમસિંહ ભાઇ સાથે પીએમે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી, ઘરઆંગણે ડાયાલિસીસની સુવિધાનો ઘર આંગણે લાભ મળે છે કે કેમ તેવું પૂછ્યું હતું- સાથે જ વડાપ્રધાનશ્રીએ આ સુવિધાનો લાભ અન્ય લોકોને લેવા પણ અપીલ કરી હતી. કોઇ પણ બીમાર માણસની સેવા કરવી જોઇએ, ડોક્ટરની સલાહ માનવા સૂચન કર્યું હતું
વડાપ્રધાને જૂનાગઢના મુકેશકુમાર સંઘવી સાથે વાત કરી હતી જઠરનું કેન્સરની સારવાર મળી રહ્યી છે. પહેલાં રાજકોટ સુધી જવું પડતું હતુ , વ્યવસ્થા મા કાર્ડ પર એવેલબ, માનસિક, શારિરીક તકલીફ નથી પડતી તે માટે દર્દીએ વડાપ્રધાનનો આભાર પણ માન્યો હતો સાથે જ વડાપ્રધાનશ્રીએ કહ્યું કે આપણે ભગવાનને પ્રાથના કરીએ કે કોઇને આવી ગંભીર બીમારી ન થાય - પીએમ મોદી 
મનોજભાઇ વધઇથી જોડાયાં હતાં, તેમણે વડા પ્રધાનને કહ્યુ કે મને મારી બીમારી અંગે 3.5 મહિના પહેલાં ખબર પડી, પહેલાં સારવાર માટે આહ્વવા જવું પડતું હતું, હવે ગામમાં સુવિધા મળી જાય છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દર્દીઓને પાનમસાલા ન ખાવાની પણ સલાહ આપી હતી. સાથે જ વડાપ્રધાનશ્રીએ દર્દીઓના હાલચાલ પૂછ્યાં હતાં. 
આજે  સિવિલ કેમ્પસમાં જંગી,જનમેદનીને સંબોધતા  વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે સિવિલ હોસ્પિટલ જાણે એક નાનકડું ગામ હોય તેવું લાગે છે. પહેલા ચાઇલ્ડ કેર હેલ્થનું ઉદ્ધાટન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, આજે ખૂબ ઓછા સમયમાં ગુજરાત કેન્સર હોસ્પિટલનું નિર્માણ થયું છે. ગુજરાતમાં હવે દર્દીઓને સાયબર નાઇફ જેવી આધુનિક સુવિધા મળશે, હવે તો ગુજરાતની ઉપલ્બિધિ ગણાવવી અઘરી પડે  છે. દરેક ગુજરાતીને આ ઉપલ્બ્ધિ માટે અભિનંદન, રાજ્ય સરકારની મહેનતથી આ યોજના સફળ બનાવી.
સાથે જ વડાપ્રધાને પહેલાની કોંગ્રેસ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી, તેમણે હળવા અંદાજમાં કહ્યું કે હું ડોક્ટર નથી પણ રાજ્યના સારા સ્વાસ્થ્ય માટે મારે પણ અનેક પ્રકારની બીમારી દૂર કરવી પડતી હતી, હું ડોક્ટર નથી પણ 20 વર્ષ પહેલાં ગુજરાચતમાં આવેલી ઘણી બીમારી મારે ઠીક કરવી પડી, આ બીમારીઓ હતી પાણીની સમસ્યા, શિક્ષણ, કુશાસન, ખરાબ કાનૂન વ્યવસ્થા, ભષ્ટ્રાચાર સૌથી મોટી બીમારી હતી વોટબેંકની રાજનિતિ હતી.ગુજરાતના વિદ્યાર્થીઓએ સારા શિક્ષણ માટે બહાર જવું પડતું હતું, ભષ્ટાચાર દરબદર ગુજરાત હતું, જેવી રીતે ડોક્ટરો માણસને બીમારીથી મુક્ત કરવા સારવાર, દવા સર્જરી કરે તેમ મેં પણ સ્ટેપ બાય સ્ટેપ કામ કર્યા જેમા  સર્જરી જૂની વ્યવસ્થામાં ભષ્ટાચાર પર કાતર, નવી વ્યવસ્થા માટે નિત્ય નૂતન પ્રયાસ - મેડિસિન આપી નવા હોસ્પિટલો બનાવી,  કારણે રાજ્યને પણ અનેક બીમારીથી મુક્ત કર્યું. 
આજે આસપાસના રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. આજે ગુજરાતમાં વીજળી, પાણી, શિક્ષણ વ્યવસ્થા સુધરી છે. આજે સ્વાસ્થ્ય સેવાએ નવી ઉંચાઇ આપી આજે ગર્વ થાય છે કે ગુજરાતમાં  ઉત્કૃષ્ઠ વિશ્વની ટોપ મેડિકલ ફેસેલિટી આપણા પોતાના રાજ્યમાં છે.
અમે દેખરેખ- કેર સંવેદનશીલતા સાથે લોકો વચ્ચે જઇને કામ કર્યુ  કોરોના સંકટમાં જી-20 સમિટિમાંમેં આહ્વાવાન કર્યું હતું કે આ મહામારી સામે લડવા વન અર્થ વન હેલ્થ મિશન સાથે ચાલવું પડશે. આ મિશન સાથે કામ નહીં કરીએ તો ગરીબ પીડિતોને સુવિધા નહીં મળે. મેં કહ્યું હતું સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી છે.  
હું તમને કહું છું કે જે કામ મેં ગુજરાતમાં કર્યું તે ઘણું કામ આવ્યું, કેન્દ્રમાં પણ મેંં આ જ રીતે કામ કર્યું, જેના કારણે દેશભરમાં સારી આરોગ્ય સુવિધાઓ મળી, આજે રાજકોટને ગુજરાતનું પહેલી એઇમ્સ હોસ્પિટલ મળી છે., ભવિષ્યમાં ગુજરાતનમાં મેડિકલ,બાયો રિસર્સ શરુ થશે, જ્યાં સંવેદના નથી હોતી ત્યાં વિકાસ નથી હોતો. કુશાસન વ્યવસ્થા એટલે યાદ અપાવી કે લોકો ફરક સમજી શકે. અમદાવાદમાં મેડિસીટી  સાથે જ બની ગામ ગામના દર્દીઓને શહેરમાં ભાગવું ના પડે તેથી સરકાર દરેક જીલ્લા ક્ષેત્રે ડાયાલિસીસ સેવા ઘર આંગણે  અપાશે, આ માટે વ્યવસ્થા કરી તમામ નિશ્ચિત કર્યું  હવે આ રીતે દેશભરમાં દર્દીઓને સુવિધા અપાશે, પહેલાં આપણે જોતાં કે ગુજરાતમાં માતૃમૃત્યુ શિશુ મૃત્યુદર નસીબ ભરોસે છોડી દેવાતું, અમારી સરકારે તે માટે યોજના શરુ કરી આજે પહેલીવાર દીકરા કરતા દીકરીઓની સંખ્યા વધી છે. મિશન ઇન્દ્ર ઘનુષ યોજનાના કારણે થઇ, આ ડબલ એન્જીન સારકારની તાકાત છે. 1200 બેડની સુવિધા વૈશ્વિક મહામારી માં લડવામાં મદદ મળી, જે સારા ઇન્ફ્રાસ્ટક્ચરના કારણે આપણે કોરોના સામે મકક્મતાથી  લડી શક્યાં, તમામ લોકો નિરામય રહે.

સિવિલમાં રૂ.1275 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • હૃદયની સારવાર માટે રૂ.54 કરોડના અદ્યતન મશીનો-વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ
  • હૃદય-ફેફસાના પ્રત્યારોપણ, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ECMO
  • હૃદય સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ
  • રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ
  • યુ.એન. મહેતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ
  • 10 માળની હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ, 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ
  • કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ
  • હોસ્પિટલમાં 850 બેડ, 22 હાઇટેક ઓપરેશન થિયેટર અને 12 આઇ.સી.યુ.
  • આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા
  • મેડિસીટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
  • જનરલ વોર્ડના બેડ વધીને 187 અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે
  • લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા
  • લાઇબ્રેરી, 317 સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમની સુવિધાઓ
  • દર્દીઓના પરિવારજનો માટે રૂ.39 કરોડના ખર્ચે રૈન બસેરાનું ખાતમુહૂર્ત
  • આશરે 5800 ચોરસ મીટર વિસ્તારમાં રૈન બસેરાનું થશે નિર્માણ

દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી કિડની હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત
  • રૂ. 418 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું નિર્માણ
  • 850 બેડની ક્ષમતા સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ
  • દેશનું સૌથી મોટું મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર
  • 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર સાથે કુલ 22 ઓપરેશન થિયેટર
  • કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતા તમામ ઓપરેશનની સુવિધા
  • લીવર, પિત્તાશય અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ
  • એક સાથે 62 દર્દીઓના થઇ શકે છે ડાયાલિસિસ 
  • અદ્યતન બ્લડ બેંક, ઇમ્યુનોલોજી, HLA અને સ્ટેમ સેલની તપાસ માટે લેબોરેટરી
Tags :
AhmedabadCivilHospitalGujaratGujaratFirstPMModiPMModiGujaratVisitvotebankpolitics
Next Article