Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પી. ચિદમ્બરમે ખુલ્લી મૂકી પરિવર્તનની ઘડિયાળ

અમદાવાદ(Ahmedabad)કોંગ્રેસ કાર્યલયે (Congressoffice)ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ (Change clock) લગાવવામાં આવી છે.  કોંગ્રેસ કાર્યાલય પર ઘડિયાળનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસના સિનિયર નેતા ચિદમ્બરમ (P.Chidambaram)આવ્યા હતા. ત્યારે સમાચાર મળી રહ્યા છે  કે  સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડીઓ છે. જેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 8 ડિસેમ્બરના રોજ આ ઘડિયાળ બંધ થશે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવશે અને કોંગ્ર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય બહાર પી  ચિદમ્બરમે ખુલ્લી મૂકી પરિવર્તનની ઘડિયાળ
અમદાવાદ(Ahmedabad)કોંગ્રેસ કાર્યલયે (Congressoffice)ઉલટી ગણતરી કરતી પરિવર્તન ઘડિયાળ (Change clock) લગાવવામાં આવી છે.  કોંગ્રેસ કાર્યાલય પર ઘડિયાળનું ઉદ્ઘાટન કરવા કોંગ્રેસના સિનિયર નેતા ચિદમ્બરમ (P.Chidambaram)આવ્યા હતા. ત્યારે સમાચાર મળી રહ્યા છે  કે  સત્તામાં ભાજપની આ છેલ્લી ઘડીઓ છે. જેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 8 ડિસેમ્બરના રોજ આ ઘડિયાળ બંધ થશે. ત્યારે ગુજરાતમાં પરિવર્તન આવશે અને કોંગ્રેસની સરકાર સ્થપાશે. તેવો કોંગ્રેસ દ્વારા દાવો કરાયો છે. 
અમદાવાદ કોંગ્રેસ ભવન બહાર પરીવર્તન ઘડિયાળ લગાવાઈ
તેમને જણાવી દઈએ કે  2018માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીના 174 દિવસ પહેલા આ પ્રકારની ઘડિયાળ લગાવવામાં આવી હતી. ત્યાંરબાદ કોંગ્રેસની સરકાર બની હતી. આ અંગે કોંગી નેતાના જણાવ્યા અનુસાર ગુજરાત ચુંટણીમાં પણ પ્રચાર દરમિયાન લોકોની જે ભાવના હતી તેને પ્રતિબિંબ કરવા માટે આ ઘડિયાળ મૂકવામાં આવી છે. આ ઘડિયાળમાં એક એક સેકેન્ડનો હિસાબ છે. જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે. એ દિવસે 12 વાગ્યેએ ઘડિયાળ બંધ થશે અને ભાજપની સરકાર સત્તાવિહીન બનશે.આ ગુજરાતની જનતા જે મહેસુસ કરે છે. તેનું પ્રતિબિંબ હોવાનું કોંગી નેતાએ જણાવ્યું હતું.
Advertisement

ચિદમ્બરમએ અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધી
આજે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમએ અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મોરબી પુલ હોનારત, બેરોજગાર,  મંદી, વિકાસ મામલે સરકાર પર પ્રહારો કર્યા હતા. વધુમાં આમ આદમી પાર્ટી મુદ્દે બોલતા ચિદમ્બરમે જણાવ્યું હતું કે જો તમે દિલ્હીમાં હવાની ગુણવત્તા પર માનો છો તો તમે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલને વોટ આપશો નહીં. તેમ જણાવ્યું હતું.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.