આવતીકાલે ગુજરાતની ચૂંટણી જાહેર થશે, જાણો કેમ
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) આવતીકાલે ગુરુવારે બપોર સુધીમાં જાહેર થઇ જાય તેવી પુરેપુરી શક્યતા છે. સુત્રોએ કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા (Code of Conduct)નો અમલ શરુ થઇ જશે. હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરાઇ હતીતાજેતરમાં દિવાળી પહેલા હિમાચલ àª
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) આવતીકાલે ગુરુવારે બપોર સુધીમાં જાહેર થઇ જાય તેવી પુરેપુરી શક્યતા છે. સુત્રોએ કહ્યું કે કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા (Code of Conduct)નો અમલ શરુ થઇ જશે.
હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કરાઇ હતી
તાજેતરમાં દિવાળી પહેલા હિમાચલ પ્રદેશની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેની અટકળો શરુ થઇ ગઇ હતી. જો કે દિવાળી બાદ નવેમ્બરના પહેલા સપ્તાહમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાય તેવું લાગી રહ્યું હતું.
બદલી કરાયેલા અધિકારીઓને તત્કાળ હાજર થવા આદેશ
ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાક સમયથી વહિવટીતંત્ર અને પોલીસ વિભાગમાં બદલીઓનો દોર શરુ થઇ ગયો હતો. બુધવારે સાંજે પણ 12 આઇપીએસની બદલી કરાઇ હતી. બદલી કરાયેલા તમામ અધિકારીઓને તત્કાળ તેમની બદલીના સ્થળે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેની અટકળો તેજ બની છે કે આવતીકાલે ગુરુવારે બપોરે 12 વાગે ગુજરાતની ચૂંટણી જાહેર થઇ શકે છે.
મોરબી દુર્ઘટનાના પગલે ચૂંટણી જાહેર ના થઇ
આમ તો આજે 2 નવેમ્બરે બુધવારે જ ચૂંટણી જાહેર થવાની હતી પણ મોરબી દુર્ઘટનાને લઇને આજે રાજ્યવ્યાપી રાજકીય શોક જાહેર કરાયો હતો જેના કારણે ચૂંટણીની જાહેરાત મુલતવી રહી હતી. હવે આવતીકાલે ગુરુવારે ચૂંટણી જાહેર થઇ શકે છે.
આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જશે
ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જશે અને સરકાર કોઇ પણ વિકાસના કામો કરી શકશે નહી અને તેની જાહેરાત પણ કરી શકશે નહીં. તમામ સરકારી આદેશો પર રોક આવી જશે.
આ પણ વાંચો--ચૂંટણી જીતવા ભાજપે કમર કસી, જાણો આ છે ખાસ રણનીતિ
Advertisement