ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

8મીએ રેકોર્ડ લીડ સાથે સીટો જીતશું તેવી અપેક્ષાપૂર્ણ થવાની છે: સી.આર.પાટીલ

ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યોબીજી પાર્ટીઓ મતદારોને બુથ સુધી લાવવામાં નિષ્ફળ રહીદાંતાના કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થવાની ઘટનાને સ્ટંટ ગણાવ્યુંGujarat Assembly Polls : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે નાની મોટી ઘટનાઓ બાદ કરતા શાંતિપૂર્ણ વાતાવરણમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી
01:49 PM Dec 05, 2022 IST | Vipul Pandya
  • ભાજપના કાર્યકર્તાઓનો આભાર માન્યો
  • બીજી પાર્ટીઓ મતદારોને બુથ સુધી લાવવામાં નિષ્ફળ રહી
  • દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થવાની ઘટનાને સ્ટંટ ગણાવ્યું
Gujarat Assembly Polls : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે નાની મોટી ઘટનાઓ બાદ કરતા શાંતિપૂર્ણ વાતાવરણમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપની અપેક્ષા પૂર્ણ થઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી વડાપ્રધાનશ્રી, ગૃહમંત્રીશ્રી, પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા મતદારોનો આભાર માન્યો હતો. 
સૌનો આભાર માન્યો
તેમણે જણાવ્યું કે, ગુજરાતના ઉત્કર્ષ, વિકાસ અને સુરક્ષા માટે વડાપ્રધાનશ્રી મોદી સાહેબ પર વિશ્વાસ કર્યો અને મતદાન પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે ભાગ લીધો તે માટે મતદાતા ભાઈઓ બહેનોનો આભાર, ભાજપના આગેવાનો પ્રધાનમંત્રી અને ગુહ મંત્રી ગુજરાત ચૂંટણી પ્રચારમાં આવ્યા તે માટે તેમનો આભાર માનું છું. ચૂંટણી દરમિયાન પોતાની જવાબદારી વહન કરતા અને વધુમાં વધુ મતદાન થાય તેવો પ્રયાસ કર્યો તે માટે કાર્યકર્તાનો આભાર માનું છું. તેમજ તેમણે મીડિયાના મિત્રોનો પણ આભાર માન્યો હતો.
જીતનો વિશ્વાસ
તેમણે જણાવ્યું કે, 8મી તારીખે અમારી અપેક્ષા રેકોર્ડ લીડ સાથે સીટો જીતશું તેવી અપેક્ષાપૂર્ણ થવાની છે. 8મીએ રેકોર્ડ સીટો જીતવાની અમારી અપેક્ષા છે. આ અપેક્ષાઓ પૂર્ણ થશે તે અમને વિશ્વાસ છે. જ્યારે મતદાનની ટકાવારી પણ તેમણે જણાવ્યું કે, મતદાનનો ફાઈનલ આંકડો આવવાની વાર છે, કાર્યકર્તાએ જે પ્રયત્ન કર્યો છે. આ ટકાવારીમાં ભાજપનો હિસ્સોમોટો છે તેનો વિશ્વાસ છે.
મતદાનની ટકાવારીમાં ભાજપનો હિસ્સો વધારે
તેમણે જણાવ્યું કે, આ વખતે કુલ મતદાતા વધવાથી ટકાવારી ઓછી દેખાય છે. બીજા તબક્કાના ફાઈનલ આંકડામાં મતદાનની ટકાવારી વધશે તેવો મને વિશ્વાસ છે. પેજ કમિટિએ મતદાન કરાવ્યું તે જોતા ભાજપનો હિસ્સો વધારે હશે તેનો વિશ્વાસ છે. અન્ય પાર્ટીઓ પોતાના મતદારોને મથક સુધી લઈ ગયા હોત તો વધારે ટકા મતદાન થયું હોત પણ અન્ય પાર્ટીઓએ એવું કર્યું નહી. કોંગ્રેસના મતદારો મતદાન કરવા ન પહોંચ્યા એટલે મતદાન ઓછું થયું.
દાંતાના ધારાસભ્ય ગુમ થવાને સ્ટંટ ગણાવ્યો
તેમણે દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થવા મુદ્દે જણાવ્યું કે, દાંતાના કોંગ્રેસના ધારાસભ્યનું સ્ટંટ હતું. તેમના પર એક ઉજરડો પણ નથી થયો સ્ટંટ કર્યો છે. લોકો સમજદાર છે. ઉમેદવારને લઈ જવાથી સામેની પાર્ટીને ફાયદો થાય તે શક્ય નથી.
આ પણ વાંચો - ગુજરાતમાં કોની બનશે સરકાર, જાણો એક્ઝિટ પોલ શું કહે છે...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPCRPatilElections2022GujaraElections2022GujaratGujaratAssemblyPollsGujaratFirst
Next Article