Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂૂંટણીની તારીખ! 12 વાગ્યે યોજાશે ECની પત્રકાર પરિષદ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022)તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ આજે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. માનવામાં આવે છે કે આ દરમિયાન ચૂંટણી પંચ (Election Commission)ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં (Gujarat)છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છેદિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારà
આજે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂૂંટણીની તારીખ   12 વાગ્યે યોજાશે ecની પત્રકાર પરિષદ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022)તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ આજે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. માનવામાં આવે છે કે આ દરમિયાન ચૂંટણી પંચ (Election Commission)ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં (Gujarat)છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.

Advertisement


ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે

દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.

Advertisement

બંને રાજ્યનાં પરિણામ એક જ દિવસે જાહેર થઇ શકે છે

Advertisement

વધુમાં જણાવી દઇએ કે, ગુજરાત અને હિમાચલ એમ બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરના રોજ જ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે તેનું મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજાશે. બાદમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ એક જ દિવસે જાહેર થવાની શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાઇ શકે છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાઇ શકે છે.

ગુજરાતમાં કુલ  4,90,89,765 મતદારો નોંધાયા છે

ત્યારે તમને જણાવી દઈએ કે મતદારયાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. એમ કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો આમાં સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Tags :
Advertisement

.