ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, 'યૂપીમાં ફરી 300ને પાર'
યોગી આદિત્યનાથે શુક્રવારે ગોરખપુર સદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા યોગી પહેલીવાર ગોરખપુરની સિટી સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 33 વર્ષથી ભાજપનો કબ્જો છે. યોગી આદિત્યનાથ ઉમેદવારી પત્રક ભર્યું ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને યૂપીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન હાજર હતા. પહેલીવાર ગૃહમંત્રી કોઈના નોમિનેશનમાં હાજર રહ્યા. નોમિનેશન બ
11:16 AM Feb 04, 2022 IST
|
Vipul Pandya
યોગી આદિત્યનાથે શુક્રવારે ગોરખપુર સદર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. પાંચ વખત સાંસદ રહી ચૂકેલા યોગી પહેલીવાર ગોરખપુરની સિટી સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 33 વર્ષથી ભાજપનો કબ્જો છે. યોગી આદિત્યનાથ ઉમેદવારી પત્રક ભર્યું ત્યારે ગૃહમંત્રી અમિત શાહ અને યૂપીના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન હાજર હતા. પહેલીવાર ગૃહમંત્રી કોઈના નોમિનેશનમાં હાજર રહ્યા. નોમિનેશન બાદ અમિત શાહ ગોરખનાથ મઠ પહોંચ્યા હતા
અને પૂજા અર્ચના કરી હતી.
આ મેગા શો થકી ભાજપે પૂર્વાંચલમાં મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું, 'યુપીની જનતા ભાજપની સાથે છે, આ વખતે ફરી 300 સીટો જીતશું, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી'.
અમિત શાહે વધુમાં કહ્યું કે- 'માફિયા આઝમ-અતિક અને મુખ્તાર જેલમાં જ રહેશે'. આ પહેલા મહારાણા પ્રતાપ કોલેજમાં આયોજિત જનસભામાં અમિત શાહે કહ્યું કે, 'યોગીના શાસનમાં માફિયા જેલમાં છે, અતીક અહેમદ, મુખ્તાર અંસારી, આઝમ ખાન જેલમાં જ રહેશે. આજે અમે યોગીનું ફોર્મ ભરવા આવ્યા. હું વિપક્ષને કહેવા માંગુ છું કે 'તમારે જે પ્રચાર કરવો હોય તે કરો, ઉત્તર પ્રદેશની જનતા ભાજપની સાથે છે, ભાજપને ફરી 300થી વધુ સીટો મળવાની છે'.
ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં ભાજપ ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. 2014,2017 અને 2019ની ત્રણેય ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશની જનતાએ પીએમ મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી આપીને યુપીના વિકાસનો માર્ગ તૈયાર કર્યો છે. 2 વર્ષ સુધી યોગીજીએ અહીં સુશાસનનો પાયો નાખવાનું કામ કર્યું, તેને ધ્યાનમાં રાખીને 2019ની લોકસભા ચૂંટણીમાં તમામ વિપક્ષી દળોએ ભેગા થઈને મહાગઠબંધન કર્યું.
પ્નધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉત્તર પ્રદેશમાંથી સાંસદ રહ્યા છે. તેઓ હંમેશા કહે છે કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશનો વિકાસ નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અસંભવ છે. પીએમ મોદી હંમેશા ગરીબ, પછાત, દલિત, આદિવાસીઓના ઉત્થાન માટે કાર્યરત રહ્યા છે.
યોગી આદિત્યનાથે કહ્યું, ' વર્ષ 2019ની ચૂંટણીમાં દેશ અને દુનિયાના તમામ રાજકીય વિશ્લેષકો માનતા હતા કે યૂપીમાં ભાજપનું શું થશે? ત્યારે પણ અમિત શાહ કહેતા હતા કે 64-65થી ઓછા થશે નહીં. ભાજપે અહીં 64 બેઠકો જીતીને ગઠબંધનને નિષ્ફળ બનાવ્યું હતું. અમે કોઈપણ જાતના ભેદભાવ વિના વિકાસના પ્રોજેક્ટ આગળ ધપાવ્યા છે.
યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે- 'ડબલ એન્જિનની સરકારને કારણે શક્ય બન્યું છે. પરિણામે કોઈ નકારાત્મક ટિપ્પણી કરી શકતું નથી. રાજકીય ટીપ્પણીઓ અલગ બાબત છે. 5 વર્ષની અંદર, સરકાર અને સંસ્થાએ કોઈપણ ભેદભાવ વિના દરેકની આસ્થાનું સન્માન કર્યું છે અને સુરક્ષાની ખાતરી આપી છે'.
Next Article