ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુપી ચૂંટણીમાં કઇ પાર્ટીએ કયા સ્ટાર પ્રચારક ઉતાર્યા છે મેદાનમાં?. જાણો સમગ્ર વિગત

યુપી ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે પાર્ટીઓ દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પણ જાહેર કરી દેવાયું છે. ત્યારે ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કયા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. તેના પર નજર કરીએ તો...પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ ભાજપના સ્ટાર પ્રચારકયુપીમાં હાલ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદી, પાર્ટી અધ્યક્ષ જેપ
03:30 PM Jan 26, 2022 IST | Vipul Pandya

યુપી
ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે ત્યારે પાર્ટીઓ દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ
પણ જાહેર કરી દેવાયું છે. ત્યારે ભાજપ
,
સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કયા સ્ટાર પ્રચારકોને મેદાનમાં
ઉતાર્યા છે. તેના પર નજર કરીએ તો...


પીએમ મોદીગૃહમંત્રી અમિત શાહ ભાજપના સ્ટાર પ્રચારક

યુપીમાં હાલ ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીએમ મોદીપાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડારક્ષા મંત્રી રાજનાથ સિંહગૃહ મંત્રી અમિત શાહસીએમ યોગી આદિત્યનાથપાર્ટી સાંસદ હેમા માલિની સહિત ભાજપના 30 દિગ્ગજ નેતાઓ ચૂંટણીના પહેલા તબક્કાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. આ સિવાય યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહયુપી ભાજપ ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પણ યાદીમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યાં છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથયુપીના પ્રભારી રાધા મોહન સિંહકેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યડેપ્યુટી સીએમ દિનેશ શર્મા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન પણ મેદાનમાં છે.

 

કોંગ્રેસના
સ્ટાર પ્રચારકોમાં કન્હૈયા અને હાર્દિક પટેલ

કોંગ્રેસે
તેમના સ્ટાર પ્રચારકોમાં કન્હૈયા કુમાર અને હાર્દિક જેવા ફાયરબ્રાન્ડ નેતાઓને સામેલ
કર્યા છે.
કોંગ્રેસે યુપી વિધાનસભા ચૂંટણી 2022 માટે 30 સ્ટાર પ્રચારકોની
યાદી જાહેર કરી છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં યુવા ઉત્સાહ અને અનુભવ વચ્ચે
સંતુલન જાળવવાનો પ્રયાસ જોવા મળી શકે છે. જેમાં હાર્દિક પટેલ અને કન્હૈયા કુમારનું
નામ પણ સામેલ છે. આ ઉપરાંત પ્રમોદ તિવારી
, પીએલ પુનિયા, આરપીએન સિંહ, સચિન પાયલોટ, પ્રદીપ જૈન
આદિત્ય
, નસીમુદ્દીન સિદ્દીકી, આચાર્ય પ્રમોદ
ક્રિષ્નમ
, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, વર્ષા ગાયકવાડ, હાર્દિક
પટેલ
, ફૂલો દેવી નેતામ, સુપ્રિયા
શ્રીનેત
, ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા
કુમાર
, પ્રણિત કુમાર, ધીરજ સિંહ ગુર્જર, રોહિત ચૌધરી
અને તૌકીર આલમ સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યાં છે.

 

સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારકમાં મુલાયમસિંહનો પણ સમાવેશ

જ્યારે યુપીમાં ભાજપને હાલ સૌથી વધુ ટક્કર આપતી પાર્ટી છે
સમાજવાદી પાર્ટી. જેઓએ સ્ટાર પ્રચારકની યાદીમાં મુલાયમસિંહ યાદવ
, અખિલેશ યાદવ, કિરનમય નંદા, મોહમ્મદ
આજમખાન
, પ્રોફેસર રામ ગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, સુરેન્દ્ર
નાગર
, જયા બચ્ચન, રાજેન્દ્ર ચૌધરી, કમાલ અખ્તર, રામઆસરે
કુશવાહ
, નરેશ ઉત્તમ, રામજી લાલ સુમન, જાવેદ આબ્દી, સંજય લાઠર, રાજપાલ કશ્યપ, રમેશ પ્રજાપતિ, નીરજ શેખર, જાવેદ અલી
ખાન
, રાજીવ રાય, વિનોદ સવિતા, રામ આસરે
વિશ્વકર્મા
, ધર્મેન્દ્ર યાદવ, અક્ષય યાદવ, તેજ પ્રતાપ
સિંહ
, ડિમ્પલ યાદવ, રામ સકલ ગુર્જર, ઉદયવીર સિંહ, રાકેશ યાદવ, સરોજની અગ્રવાલ, સાહબ સિંહ
સૈની
, વિરેન્દ્ર સિંહ ગુર્જર, ખ્વાજા હલીમ, ડો.અસીમ
યાદવ
, રામવૃક્ષ યાદવ, બ્રિજેશ યાદવ, મોહમ્મદ
એબાદ અને અબુ આસિમ આજમીના નામ સામેલ છે.

 

બસપાના સ્ટાર પ્રચારકમાં માયાવતી સહિત મોટા નેતા

જ્યારે બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા માયાવતી સહિત મોટા નેતાઓના
નામ છે. બસપાના સ્ટાર પ્રચારકની લિસ્ટમાં આનંદ કુમાર, સતીશ ચંદ્ર મિશ્રા, મુનકાદ અલી,
સમસુદ્દીન રાઇન, સતપાલ પિપલા, નકુલ દૂબે સહિતના નામો છે.

 

Tags :
AkhileshYadavArvindKejriwalGujaratFirstMamataBanerjeeMAMTABENPMModirahulgandhiupelection
Next Article