Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વેજલપુર આપણું નાકું છે, નાકું મજબૂત નહી રાખો તો તકલીફ પડશે, અહીં લીડ વધવી જોઈએ: ગૃહમંત્રીશ્રી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે થોડા જ દિવસો બાકી છે. ભાજપ એક રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે. ગુજરાતમાં એક સાથે એક સમયે અલગ-અલગ સ્થળોએથી ભાજપના દિગ્ગજ નેતાઓ લોકસંપર્ક કરી રહ્યાં છે ત્યારે આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે મહુવા, તળાજા, જાફરાબાદ અને અમદાવાદની વેજલપુર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભાઓ સંબોધà
વેજલપુર આપણું નાકું છે  નાકું મજબૂત નહી રાખો તો તકલીફ પડશે  અહીં લીડ વધવી જોઈએ  ગૃહમંત્રીશ્રી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે થોડા જ દિવસો બાકી છે. ભાજપ એક રણનીતિ સાથે ચૂંટણી મેદાનમાં પોતાના સ્ટાર પ્રચારકોને ઉતાર્યાં છે. ગુજરાતમાં એક સાથે એક સમયે અલગ-અલગ સ્થળોએથી ભાજપના દિગ્ગજ નેતાઓ લોકસંપર્ક કરી રહ્યાં છે ત્યારે આ તબક્કામાં કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે આજે મહુવા, તળાજા, જાફરાબાદ અને અમદાવાદની વેજલપુર વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં જનસભાઓ સંબોધી જેમાં તેઓ વિરોધીઓ પર ખુબ વરસ્યા હતા.
વેજલપુરને વિકસતા જોયું
તેમણે કહ્યું કે, આ વિસ્તારમાં 5 વખત તમે મને ધારાસભ્ય તરીકે ચૂંટ્યો એકવાર સંસદ સભ્ય તરીકે ચૂંટ્યો. વેજલપુરને મેં બનતા અને વિકસતા જોયું છે. વેજલપુર અમદાવાદ શહેરના સૌથી જટિલ વિસ્તારમાંથી એક વિસ્તાર છે. આ વિસ્તાર સૌથી સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારની સમસ્યાઓ સંતુલન વગર ઉકેલવી અઘરી છે. કુનેહ અને સૂઝબૂઝથી અમિત ઠાકર આ વિસ્તારને સમજી સુરક્ષા અને વિકાસ બંને કરશે.
વિસ્તારનો ખુબ વિકાસ થયો
તેમણે કહ્યું કે,  આ વિસ્તારમાં હું પહેલીવાર વર્ષ 1996માં ચૂંટાયો એ વખતે અહીં કશું નહોતું. આ પ્રહ્લાદનગર ટીપી 2004-05માં પડી અને પ્રહલાદ કાકાના નામથી આપણે તેનું નામ પ્રહ્લાદનગર ટીપી આપ્યું અને ત્યાં સુધી અહીં વિકાસનું નામો નિશાન નહોતું અને આજે પ્રહ્લાદનગર ટીપી, જોધપુર, વસ્ત્રાપુર, વેજલપુર વિધાનસભાનો એક મોટો હિસ્સો હું ગૌરવ સાથે કહી શકું દેશના સૌથી વિકસિત વિસ્તારોમાં આ વિસ્તાર છે. લોકો રહેવા આવે તે પહેલા જ રોડ, રસ્તા, ગટર, લાઈટ, બગીચા, શાળાના રિઝર્વ પ્લોટ્સ, પાર્ટી પ્લોટ આ બધાનું ડિટેઈલ આયોજન 1996 થી 2000 સુધીમાં કર્યું હતું અને આજે તેના આધારે આ શહેર વિકસ્યું. મને વિશ્વાસ છે કે આ વિસ્તારને અમિતભાઈ ખુબ સુઝબુઝથી આગળ વધારશે.
આજનો દિવસ ક્યારેય નહી ભૂલાય
તેમણે કહ્યું કે, મિત્રો આજે 26/11 છે. તમે બધા 26/11 ભૂલી ગયા હશો મારા જેવા વ્યક્તિ માટે 26/11 કોઈ દિવસ ભૂલાઈ નહી. આ એ જ દિવસ હતો જે દિવસે મુંબઈ પર પાકિસ્તાનના આતંકવાદીઓએ હુમલો કર્યો અને 164 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો અને સરકાર મુક દર્શક બનીને જોઈ રહી હતી. એ વખતે તેના ગૃહમંત્રી એક દિવસમાં ત્રણવાર કપડા બદલતા હતા અંતે તેમને જવું પડ્યું પણ આ મોદી સરકારે દેશની સુરક્ષાને ચુસ્ત-દુરુસ્ત કરીને દેશની સલામતિ સુનિશ્ચિત કરી છે.
છાશવારે તોફાનો થતાં
તેમણે કહ્યું કે, આપણે સૌ અમદાવાદમાં રહેતા સૌ નાગરિકો અને વિશેષ કરી વેજલપુરના નાગરિકોએ અનેકાઅનેક હુલ્લડો કોંગ્રેસિયાઓની સરકાર હતી ત્યારે જોયેલા છે. છાશવારે કોમી તોફોના થતાં ગુજરાતની શાંતિને આ લોકો પિંખી નાખતા. રાધિકા જીમખાનાની ઘટના કંઈ રીતે ભૂલાય અનેક પ્રકારથી શહેરની શાંતિને વિખી નાખનારા તત્વો હતા. એક વર્ષમાં 250-250 દિવસ સુધી કરફ્યૂ આ અમદાવાદે જોયેલો છે. એક દિવસમાં સેંકડો સ્ટ્રેબિંગ થયેલા નાગરિકો વી.એસ.માં આવતા મેં મારી આંખે જોયા છે. તે વખતે આપડી પાર્ટી સત્તા પર નહોતી. મને બરોબર યાદ છે એક પ્રતિનિધિ મંડળમાં હું અમરસિંહ ચૌધરીને મળવા ગયો હતો. તેમણે કહ્યું, સત્તા પર આવશો ત્યારે ખબર પડશે કેટલા વીસે સો થાય. રમખાણો સમાપ્ત કરવા ખુબ અઘરા છે. યુવાનીના જોશમાં તમે બોલો છો ભાઈ. 
રમખાણ કરનારાઓને પાઠ ભણાવ્યો
તેમણે કહ્યું કે, મિત્રો ગુજરાતની જનતાએ સત્તા આપણને સોંપી. 2002માં કોંગ્રેસે આદત પાડી હતી. એક છમકલું કરવાની હિંમત આ લોકોએ કરી રમખાણ કરનારાઓએ એક છમકલું કર્યું. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા. રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણાવ્યો કે એ ઘડીને આજનો દિવસ ગુજરાતમાં ક્યારેય રમખાણો નથી થયાં. 2002 થી 2022 ગુજરાતમાં કોઈ જગ્યાએ એક-બે ઘટના બાદ કરતા ક્યાંય કરફ્યૂ નથી નાખવો પડ્યો એ વખતો મોટા-મોટા તુરમખાનો પોતાની મુછ પર લીંબુ ગોઠવી વટથી ફરતા હતા આજે ક્યાંય નથી દેખાતા બધા છૂમંતર થઈ ગયા.
ગુજરાતમાં શાંતિ સ્થાપી
તેમણે કહ્યું કે, આ ભાજપ સરકારે ગુજરાતમાં શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે અને જ્યાં શાંતિ હોય ત્યાં જ વિકાસ આવે જ્યાં શાંતિ હોય ત્યાં જ બધા સાથે આવે અને તેના આધારે સમગ્ર અમદાવાદ શહેરને બદલવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. સાબરમતિ નદીમાં ગટરો ઠલવાતી આજે મા નર્મદાનું પાણી બે કાંઠે અને લોકો માટે સારો ફરવા જેવો ઉપયોગી વિસ્તાર બન્યો છે. નરેન્દ્રભાઈએ આ રિવરફ્રન્ટ કરી અમદાવાદને વિશ્વના નકશા પર મુકવાનું કામ કરી દીધું. દુનિયામાં જે બનેલા રિવરફ્રન્ટો છે તેમાંથી સૌથી અદ્ભુત રિવરફ્રન્ટ નરેન્દ્રભાઈએ બનાવ્યો છે. 31 ઘાટ 300 મીટર લાંબો અટલ ફુટ બ્રીજ બનાવ્યો. આજે રિવરફ્રન્ટ આપણી શાન બની ગયું છે. આ કાંકરિયામાં મેં દુર્ગંધ મારતુ પાણી જોયું છે. આજે કાંકરિયું આખુ રમણિય થયું છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો બાળકો સાથે જાય પોતાની સાંજ વિતાવે છે.
અમદાવાદને નમુનારૂપ શહેર બનાવ્યું
તેમણે ઉમેર્યું કે, 32 ફલાયઓવર, 29 રેલવે અન્ડર અને ઓવરબ્રિજ બનાવ્યા, મેટ્રો શરૂ થઈ ગઈ, બીઆરટીએસ બની ગઈ, પહેલી બુલેટ ટ્રેન શરૂ થવાની છે.  આ કેટલાય કામો ભાજપે કર્યાં. અમદાવાદને નમૂનારૂપ શહેર ભાજપે બનાવ્યું છે. દેશમાં શહેરી વિકાસનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે અમદાવાદ છે.
મોદીજીએ દુશ્મનોને તેની ભાષામાં જવાબ આપ્યો
તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ દિલ્હી ગયા બાદ તેમણે દેશમાં અનેક ક્ષેત્રમાં વિકાસ અને મોટા પાયે પરિવર્તન લાવ્યા હતા. કોંગ્રેસની સરકારમાં પાકિસ્તાનથી આતંકવાદી રોજ ઘૂસતા હતા. જવાનોના માથા કાપી નાખતા. વોટબેન્કની રાજનીતિના લીધે કોંગ્રેસ ચૂપ રહેતી. મોદીજી આવ્યા પાકિસ્તાને ફરીથી તે ગુસ્તાખી કરી પણ તેની ભૂલ થઈ ગઈ, મોદીજીએ સર્જીકલ સ્ટ્રાઈક કરી વળતો જવાબ આપ્યો. જેનાથી વિશ્વમાં એક સંદેશ ગયો. ભારતની સીમા સાથે અટકચાળો ન કરવી.
વેજલપુર વિધાનસભા આપણું નાકું છે
ગૃહમંત્રીશ્રીએ વેજલપુરના ભાજપના ઉમેદવાર અમિત ઠાકરને મતદાન આપવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, વેજલપુર વિધાનસભા આપણું નાકું છે. નાકું મજબૂત નહી રાખો તો તકલીફ પડશે. સમજાય છે ને આ નાકાની નાકાબંધી કરવાની છે. અહીં લીડ ઘટવી ના જોઈએ અહીં લીડ વધવી જોઈએ.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.