ગુજરાતની પ્રજાને દંભી અને દેખાડાબાજ ગણાવતો ગોપાલ ઇટાલીયાનો વિડીયો વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયા (Gopal Italia)નો વધુ એક જૂનો વિવાદીત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની પ્રજાને દંભી ગણાવી છે. તેમના વાયરલ વિડીયો (Viral video)માં તેઓ એમ કહેતા સાંભળવા મળે છે કે ગુજરાતની પ્રજા દંભી છે અને દેખાડો કરે છે. ગોપાલ ઇટાલીયાના આ વિડીયોથી ફરી એક વાર રાજકાà
11:28 AM Nov 16, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) હવે નજીક છે ત્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયા (Gopal Italia)નો વધુ એક જૂનો વિવાદીત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઇટાલીયાએ ગુજરાતની પ્રજાને દંભી ગણાવી છે. તેમના વાયરલ વિડીયો (Viral video)માં તેઓ એમ કહેતા સાંભળવા મળે છે કે ગુજરાતની પ્રજા દંભી છે અને દેખાડો કરે છે. ગોપાલ ઇટાલીયાના આ વિડીયોથી ફરી એક વાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઇટાલીયાનો જૂનો વિડીયો વાયરલ
હાલ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે અને ગોપાલ ઇટાલીયા પ્રજા સમક્ષ ફરી ફરીને પોતાના માટે અને પોતાની પાર્ટીના ઉમેદવારો માટે મત માગી રહ્યા છે અને બીજી તરફ તેમનો જૂનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેમણે ગુજરાતની પ્રજાને દંભી ગણાવી છે. ગુજરાત ફર્સ્ટ તેમના આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી.
અગાઉ પણ વિડીયો વાયરલ થયા હતા
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાના ભુતકાળમાં પણ વિવાદીત વિડીયો સોશિલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ વિડીયોના કારણે ગોપાલ ઇટાલીયા સામે વિરોધ પણ જોવા મળ્યો હતો. ગોપાલ ઇટાલીયાએ ભાજપ તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ નિવેદન કરતા વિડીયો વાયરલ થયા હતા અને ત્યારે પણ ચારેબાજુ વિરોધ જોવા મળ્યો હતો.
ગુજરાતની પ્રજાને ગણાવી દંભી
જો કે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગોપાલ ઇટાલીયાનો અન્ય એક જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ગુજરાતની પ્રજાને દેખાડાબાજ અને દંભી ગણાવી રહ્યા છે. તેમણે દેશની પ્રજાને પણ દંભી ગણાવી છે. જો કે તેમનો આ વિડીયો જૂનો છે અને ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે જેમને તેઓ દંભી અને દેખાડાબાજ ગણાવી રહ્યા છે તે ગુજરાતની પ્રજા સમક્ષ તેમને જ મત માંગવા ઘેર ઘેર જવું પડશે.
શું છે જૂના વિડીયોમાં
ગોપાલ ઇટાલીયા આ જૂનો વિડીયોમાં કહી રહ્યા છે તે ભારત દેશ જેટલી દંભી પ્રજા, નાટકબાજ, ઢોંગી અને દેખાડા કરવાવાળી પ્રજા મને નથી લાગતું કે વિશ્વમાં કોઇ ખુણામાં હશે. આમ તો હું ફર્યો નથી એટલે હું ખાતરીપૂર્વક કહેતો નથી પણ આત્મવિશ્વાસપૂર્વક હું જરુર કહું છું કે આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં રહીએ એટલે મને તો એવું લાગે છે કે ગુજરાતમાં જેટલી દંભી પ્રજા છે. દેખાડા સિવાય કોઇ વાત નહી જે છે જ નહીં દેખાડા સિવાય કોઇ વાત નહી એવી પ્રજા ફક્ત ને ફક્ત મને એવું લાગે છે કે ગુજરાતમાં જ છે.
ભાજપે કાઢી આકરી ઝાટકણી
બીજી તરફ ગોપાલ ઇટાલીયાના વિડિયો મુદ્દે ભાજપની પ્રતિક્રિયા પણ આવી છે. ભાજપના સોશિયલ મીડિયાના સહસંયોજક મનન દાણીએ ગોપાલ ઇટાલિયાની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે ગુજરાતી અને ભારતીય હોવાનો મને ગર્વ છે અને ગોપાલ ઇટાલીયાનું આ નિવેદન દુઃખદાયક છે. તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલીયાને શરમ આવવી જોઈએ. તેઓ ગુજરાતી હોવા છતાં પણ ગુજરાતીઓ માટે બોલે છે અને તેમની આ માનસિકતાનો લોકો જવાબ આપશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article