Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌરવ યાત્રાએ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે- કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે  ગુજરાત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં તેઓ આણંદના નાવલી ખાતેથી ગૌરવ યાત્રામાં જોડાયા હતાં. ગુજરાત ભાજપનની ગૌરવ યાત્રમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગૌરવ યાત્રાએ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. આ યાત્રાના માધ્યમથી કાર્યકર્તાઓને આભાર માનીએ છીએ. સાથે જ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ આવનાર સમયમાં ગુજરાતની ધરતી પર કમળ ખીલવીશું તેવો આશાવાદ
ગૌરવ યાત્રાએ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે  કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આજે  ગુજરાત મુલાકાતે આવ્યાં હતાં. જેમાં તેઓ આણંદના નાવલી ખાતેથી ગૌરવ યાત્રામાં જોડાયા હતાં. ગુજરાત ભાજપનની ગૌરવ યાત્રમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગૌરવ યાત્રાએ સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ છે. આ યાત્રાના માધ્યમથી કાર્યકર્તાઓને આભાર માનીએ છીએ. સાથે જ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ આવનાર સમયમાં ગુજરાતની ધરતી પર કમળ ખીલવીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.  સાથે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ધર્મજ ગામની સીમમાં દિવ્યાંગ દીકરી સાથે નાસ્તો પણ કર્યો હતો. 
જૂઠનું રાજકારણ કરવાની કોંગ્રેસ અને આપની નીતિ 
સાથે જ ગુજરાતના ઝંઝાવટી ચૂંટણી પ્રચારમાં બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે કોવિડમાં મફત અનાજ અને વેકસીન ભાજપ સરકારે આપ્યાં છે,  કોંગ્રેસ આપ પર કટાક્ષ કરતાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે એક ગુજરાતમાં પગ નથી મુકતા અને બીજા જે પગ મૂકે છે એ સંસ્કાર વિહીન રાજનીતિ કરે છે. સાથે જ મોદીજી પર ટિપ્પણી કરી જૂઠનું રાજકારણ કરવાની કોંગ્રેસ અને આપની નીતિ છે. 
સમગ્ર લોકસભા મતવિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને  પણ ગિફ્ટ  વિતરણ 
બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના સંસદીયક્ષેત્ર એવા અમેઠીમાં 10 હજાર બહેનોને દીવાળી ગિફ્ટ મોકલાવી છે. જેમાં મંત્રાલયના  પ્રતિનિધિઓ 10 હજાર સાડીઓ, દીવાના પેકેટ સાથે અમેઠી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીની સાંસદ સ્મૃતિ ઈરાનીએ અમેઠીની 10,000 મહિલાઓને દિવાળીની ભેટ મોકલી છે. મંગળવારે કેન્દ્રીય મંત્રી વિજય ગુપ્તાના પ્રતિનિધિ 10,000 સાડીઓ, દીવા અને અગરબત્તીઓના પેકેટ સાથે અમેઠી પહોંચ્યા હતા. બુધવારે, તેમણે ઉત્થાન સેવા સંસ્થા તેમજ ભાજપ યુવા મોરચા, કિસાન મોરચા અને મહિલા મોરચાની સદસ્યોને આ ગિફ્ટ વિતરણ કર્યું હતું, સાથે જ સમગ્ર લોકસભા મતવિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારોને  પણ ગિફ્ટ  વિતરણ કરવામાં આવશે.

2015માં તેમણે 25,000 મહિલાઓનો વીમો કરાવ્યો 
જ્યારથી સ્મૃતિ અમેઠીમાં રાજકીય રીતે સક્રિય થયા છે, ત્યારથી દિવાળીની ગિફ્ટ  આપતા આવ્યાં છે. 2015માં તેમણે 25,000 મહિલાઓનો વીમો કરાવ્યો હતો. જ્યારે વર્ષ 2018માં સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે કોવિડને કારણે છેલ્લા બે વર્ષોથી રાહત સામગ્રી મોકલી હતી. આ વર્ષે દિવાળીના અવસરે તેમના તરફથી ફરી એકવાર દસ હજાર સાડીઓની ગિફ્ટ મોકલવામાં આવી છે.
 
દીદી માટે અમેઠી તેમનો પરિવાર છે. 
સ્મૃતિ ઈરાનીના પ્રતિનિધિ વિજય ગુપ્તાએ સુધાંશુ શર્મા, ઉત્થાન સેવા સંસ્થાનના વિજય કુમાર તેમજ ભાજપ કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ રાજુ સિંહ, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ વિશુવ મિશ્રા અને મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ આશા બાજપાઈને વિતરણ માટેની સામગ્રી સોંપી હતી. તેમણે કહ્યું કે દીદી માટે અમેઠી તેમનો પરિવાર છે. આ એક જ પરિવાર માટે ભેટ છે. જિલ્લા પ્રભારી સંજય રાયે કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હંમેશા સુખ-દુઃખમાં અમેઠીની સાથે છે. એ જ ક્રમમાં દિવાળી પર આ પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.