ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસમાં G-23 ફરી મેદાને કહ્યું, પક્ષના નેતાઓએ કોંગ્રેસ છોડવી એ ગંભીર બાબત છે

કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિની કુમારે પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસમાં ફરી એકવાર ભૂકંપ સર્જાયો છે. જ્યારે પાર્ટીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું, ત્યારે 'G-23' જૂથના નેતાઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ રીતે પાર્ટી છોડવી એ દર્શાવે છે કે, પાર્ટીમાં બધુ બરાબર નથી.પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, 'પાર્ટીમાંથી વરિષ્ઠ નેતાઓનું બહાર નીકળવું ગંભીર ચિંતાનો વિષય છે'.
06:42 AM Feb 16, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિની કુમારે પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસમાં ફરી એકવાર ભૂકંપ સર્જાયો છે. જ્યારે પાર્ટીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું, ત્યારે 'G-23' જૂથના નેતાઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ રીતે પાર્ટી છોડવી એ દર્શાવે છે કે, પાર્ટીમાં બધુ બરાબર નથી.
પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, 'પાર્ટીમાંથી વરિષ્ઠ નેતાઓનું બહાર નીકળવું ગંભીર ચિંતાનો વિષય છે'.  રાજ્યસભામાં કોંગ્રેસના નાયબ નેતા આનંદ શર્મા અને લોકસભાના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, પાર્ટીએ ગંભીર આત્મનિરીક્ષણ કરવાનો સમય આવી ગયો છે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય G-23માં પણ સામેલ છે. નોંધનીય છે કે, G-23 એ ઓગસ્ટ 2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખીને પાર્ટીમાં મોટા ફેરફારો કરવાની હાકલ કરી હતી.
 આઝાદે કહ્યું કે 'એક પછી એક નેતા પાર્ટી છોડી રહ્યા છે તે ખૂબ જ ચિંતાની વાત છે. અશ્વિની કુમાર ચોથા કે પાંચમા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી છે જેમણે પાર્ટી છોડી છે. આ સ્થિતિમાં ઘણું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે'.
આઝાદે કહ્યું કે, 'એ કહેવું યોગ્ય નથી કે આ નેતાઓ કોઈ વ્યક્તિ કે પાર્ટીના ઈશારે કોંગ્રેસ છોડી રહ્યા છે. પાર્ટીની અંદરની કેટલીક બાબતો કોંગ્રેસના મોટા નેતાઓને પણ નારાજ કરે છે. સાથે જ મનીષ તિવારીએ કહ્યું કે, પાર્ટીનું આવું થવું દુઃખદ છે. અશ્વિની કુમાર સાથે  મેં ડૉ.મનમોહન સિંહની સરકારમાં સાથે કામ કર્યું હતું. તેમની અને મારી વચ્ચે ઘણા મુદ્દાઓ પર યોગ્ય મતભેદો હતા. કાર્યકર પક્ષ છોડે તો પણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ'.
હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અન્ય G-23 નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાએ ટ્વીટમાં લખ્યું, “અશ્વિની કુમારના કોંગ્રેસ છોડવાના સમાચાર દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. તે એક જૂનો પ્રિય મિત્ર છે અને સ્વતંત્રતા સેનાનીના પરિવારનો છે'.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ હાઈકમાન્ડ ભલે અશ્વિની કુમાર જેવા મોટા નેતાના પાર્ટી છોડવા અંગે મૌન હોય, પરંતુ G - 23ના નેતાઓએ ફરી એકવાર અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે, પાર્ટી તેને સામાન્ય રીતે ન લઈ શકે. તેને ગંભીરતાથી લેવી જોઈએ.
શું છે G- 23
ગયા વર્ષે ઓગસ્ટમાં, કોંગ્રેસના 23 નેતાઓએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં ‘વ્યાપક પરિવર્તન’ કરવાની માંગ કરી હતી. આ પત્ર પર સહી કરનારાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા સહિતના રાજ્યોના ઘણા અગ્રણી નેતાઓ શામેલ હતા. તેના બાદ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં આ જૂથના નેતાઓ સાથે ગાંધી પરિવારની ચર્ચાના અહેવાલો પણ આવ્યા હતા. આ જૂથના નેતાઓ પાર્ટી અધ્યક્ષ પદ માટે નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છે છે તેના માટે તે પક્ષના બંધારણમાં પરિવર્તન ઇચ્છે છે.
Tags :
CongressG-23GUjarat1st
Next Article