આજથી ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના મોડમાં, નેતાઓ એક્ટિવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવતાં જ કોંગ્રેસે (Congress) પણ હવે મતદારોની નજીક જવાનો પ્રયાસ શરુ કર્યો છે. આજથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર (Election Campaign)નો રાજ્યવ્યાપી કાર્યક્રમ શરુ કરાયો છે અને તે મુજબ મેરા બુથ મેરા ગૌરવ અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. ચૂંટણીની તડામાર તૈયારીગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્ય
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) નજીક આવતાં જ કોંગ્રેસે (Congress) પણ હવે મતદારોની નજીક જવાનો પ્રયાસ શરુ કર્યો છે. આજથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર (Election Campaign)નો રાજ્યવ્યાપી કાર્યક્રમ શરુ કરાયો છે અને તે મુજબ મેરા બુથ મેરા ગૌરવ અભિયાનનો આજથી પ્રારંભ થયો છે.
ચૂંટણીની તડામાર તૈયારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે અને કાર્યકરોને મળીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તડામાર તૈયારી કરાઇ રહી છે તેમાં કોંગ્રેસ પણ પાછળ નથી. તાજેતરમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ગુજરાતની મુલાકાત લઇને ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરી હતી અને જનતાને વિવિધ વચનો પણ આપ્યા હતા.
થરાદથી મેરા બુથ મેરા ગૌરવની શરુઆત
હવે આજથી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યવ્યાપી અભિયાન શરુ થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આજે બનાસકાંઠાના થરાદની મુલાકાતે છે અને તેઓ થરાદથી મેરા બુથ મેરા ગૌરવ કાર્યક્રમની શરુઆત કરાવશે. જગદીશ ઠાકોર ઉપવાસ પર બેઠેલા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે પણ મુલાકાત કરશે.
ઘેર ઘેર જઇને પ્રચારની શરુઆત
થરાદથી કોંગ્રેસના મેરા બુથ મેરા ગૌરવ અભિયાનની શરુઆત થઇ રહી છે. આ અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઘેર ઘેર જઇને ચૂંટણી પ્રચાર શરુ કરશે અને રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોને લઇને નેતાઓ મતદારોના ઘેર ઘેર જશે. અભિયાનમાં દોઢ કરોડ ઘરમાં કોંગ્રેસ નેતાઓ પક્ષના વચનો ઘેર ઘેર પહોંચાડશે. કોંગ્રેસના નેતાઓ 3દિવસ ઘેર ઘેર જઇને અભિયાનની શરુઆત કરશે.