Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

3 ગેસ સિલિન્ડરથી લઇને સ્કૂટી ફ્રીમાં આપવા સુધીની જાહેરાત,હિમાચલની ચૂંટણીને લઇને ભાજપનું મજબૂત સંકલ્પ પત્ર

હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઇને ભાજપનો સંકલ્પ પત્ર  પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા બહાર પાડવામાં આવ્યો..આ સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જનતાના હિતમાં અનેક વાયદા કરવામાં આવ્યા છે. સંકલ્પ પત્ર અનુસાર હિમાચલ પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે તો ગરીબ વર્ગની મહિલાઓને દેવી અન્નપૂર્ણા યોજના હેઠળ વાર્ષિક ત્રણ મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે.11 યોજનાઓ થકી મતદારો સુધી પહો
3 ગેસ સિલિન્ડરથી લઇને સ્કૂટી ફ્રીમાં આપવા સુધીની જાહેરાત હિમાચલની ચૂંટણીને લઇને ભાજપનું મજબૂત સંકલ્પ પત્ર
હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઇને ભાજપનો સંકલ્પ પત્ર  પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા બહાર પાડવામાં આવ્યો..આ સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જનતાના હિતમાં અનેક વાયદા કરવામાં આવ્યા છે. 
સંકલ્પ પત્ર અનુસાર હિમાચલ પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે તો ગરીબ વર્ગની મહિલાઓને દેવી અન્નપૂર્ણા યોજના હેઠળ વાર્ષિક ત્રણ મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે.
11 યોજનાઓ થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ 
ભાજપે મહિલા સશક્તિકરણ પર 11 યોજનાઓ બહાર પાડીને મહિલા મતદારો સુધી પહોંચવાના તમામ પ્રયાસો કર્યા છે. તેમજ મુખ્યમંત્રી શગુન યોજનાની રકમ 31 હજારથી વધારીને 51 હજાર રૂપિયા કરવાનો વાયદો કર્યો છે. સાથે જ ધોરણ 12માં સૌથી વધુ રેન્ક મેળવનારી પ્રથમ પાંચ હજાર ગર્લ્સ સ્ટુડન્ટ્સને  રૂપિયા 2500 પ્રતિ માસ આપવામાં આવશે. 
વિદ્યાર્થીઓને સાયકલ,તેજસ્વી વિદ્યાર્થીનીઓને સ્કૂટી 
શાળાના વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ લઈ રહેલી તેજસ્વી વિદ્યાર્થિનીઓને સ્કૂટી પણ આપવામાં આવશે. સંકલ્પ પત્રમાં મહિલાઓને વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવાનો વાયદો કરાયો છે. આ માટે કોર્પસ ફંડ પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, સગર્ભા મહિલાઓ પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. મહિલા સશક્તિકરણ અંતર્ગત 25 હજાર આપવામાં આવશે.
ભાજપે સંકલ્પ પત્ર દ્વારા યુવાનો સુધી પહોંચવાનો પણ પ્રયાસ કર્યો છે.નડ્ડાએ કહ્યું કે હિમ સ્ટાર્ટ અર્પ યોજના યુવાનો માટે શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત 9 હજાર કરોડ રૂપિયાનું કોર્પસ ફંડ બનાવવામાં આવશે જેથી સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપી શકાય.
Advertisement
Tags :
Advertisement

.