Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો બોલો! ગુજરાતમાં મફતની ગેરન્ટી સાથે લ્હાણી કરનાર, હવે દિલ્હીમાં મફત વીજળી માટે દર વર્ષે ગેરેન્ટી લેશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હવે દિલ્હીમાં દરેકને વીજળી પર સબસિડી નહીં મળે, પરંતુ તેની માંગ કરનારાઓને જ મળશે. કહ્યું કે નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. એક તરફ ગુજરાતમાં આવનાર ચૂંટમીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવીને ગુજરાતની જનતાને મફત વીજળી, પાણી, અને રોજગારની ગેરન્ટી આપનાર હવે દિલ્હીમાં મફત વીજળી મુદ્દે નાગરિકો પાસેથી દર વર્
09:10 AM Sep 14, 2022 IST | Vipul Pandya
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હવે દિલ્હીમાં દરેકને વીજળી પર સબસિડી નહીં મળે, પરંતુ તેની માંગ કરનારાઓને જ મળશે. કહ્યું કે નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. એક તરફ ગુજરાતમાં આવનાર ચૂંટમીને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવીને ગુજરાતની જનતાને મફત વીજળી, પાણી, અને રોજગારની ગેરન્ટી આપનાર હવે દિલ્હીમાં મફત વીજળી મુદ્દે નાગરિકો પાસેથી દર વર્ષે ગેરન્ટી માંગી રહ્યાં છે.  

દિલ્હીમાં દરેકને વીજળી પર સબસિડી નહીં મળે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હવે દિલ્હીમાં દરેકને વીજળી પર સબસિડી નહીં મળે, પરંતુ તેની માંગ કરનારાઓને જ મળશે. તેમણે કહ્યું કે નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવી રહ્યો છે. સબસિડી માટે અરજી કરવા માટે લોકોને એક ફોર્મ મોકલવામાં આવશે, આ સિવાય મિસ્ડ કોલ દ્વારા પણ નોંધણી કરાવી શકાશે. દિલ્હીના ડેપ્યુટી સી.એમ મનીષ સિસોદિયા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે ભ્રષ્ટાચારને ખતમ કરીને સરકારના ઘણા પૈસા બચાવ્યા. તે પૈસાથી લોકોને સુવિધાઓ આપવામાં આવતી હતી. દિલ્હીના લોકોને હવે 24 કલાક વીજળી મળે છે અને તે મફત છે. દિલ્હીમાં કુલ 58 લાખ સ્થાનિક ગ્રાહકો છે. તેમાંથી 57 લાખને સબસિડી મળે છે. તેમાંથી 30 લાખ લોકો એવા છે જેમનું બિલ શૂન્ય આવે છે. 16-17 લાખ લોકોના અડધા બિલ આવે છે. 200 યુનિટ સુધી વીજળી મફત છે અને 200 થી 400 યુનિટ માટે અડધું બિલ ભરાય છે."

સબસિડી ફક્ત તેમને જ મળશે જે અરજી કરશે
કેજરીવાલે કહ્યું, "કેટલાક લોકોની આ માંગ હતી, યોગ્ય માંગ હતી કે અમે આપી શકીએ છીએ, તો અમને શા માટે સબસિડી આપવામાં આવી રહી છે. શા માટે અમારા પર સબસિડી લાદવામાં આવે છે? તે યોગ્ય છે કે સબસિડી દરેકને જબરદસ્તીથી શા માટે આપવી જોઈએ, ફક્ત તેને જ આપીએ જેમને ખરેખર જરૂર છે. થોડા મહિનાઓ પહેલા, સરકારે નિર્ણય કર્યો હતો કે સબસિડી ફક્ત તેઓને જ મળશે જેમણે અરજી કરી હતી. હવે તે યોજના અમલી બનવા જઈ રહી છે. જૂની સ્કીમ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. 1 ઓક્ટોબરથી અરજી કરનારાઓને સબસિડી આપવામાં આવશે. 
 
આ ત્રણ રીતે થશે નોંધણી 
સબસિડી માટે અરજી કરવાની પ્રક્રિયા અંગે કેજરીવાલે કહ્યું, "આ માટે પહેલો રસ્તો એ છે કે આગલા મહિનાના બિલ સાથે એક ફોર્મ આવશો, તેને ભરો અને જ્યાં તમે બિલ ચૂકવો છો ત્યાં સબમિટ કરો. આ સાથે તમારી સબસિડી ચાલુ રહેશે. બીજી રીત ઇલેક્ટ્રોનિક છે. 70113111111 નંબર પર મિસ્ડ કોલ મારવાથી તેમાં એક લિંક સાથેનો SMS આવશે. લિંક પર ક્લિક કરવાથી, WhatsApp પર એક ફોર્મ ખુલશે, તેને ભરીને, નોંધણી થઈ જશે. આ નંબર પર SMS ઉપરાંત WhatsApp પર Hi લખવાથી પણ ફોર્મ આવશે. જેમણે પોતાનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે તેમને સરકાર દ્વારા ફોર્મ મોકલવામાં આવશે. અરજીના ત્રણ દિવસમાં કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે. આ પ્રક્રિયા આજથી જ શરૂ થઈ ગઈ છે. 

સબસિડી માટે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી અરજી કરો ,નહીં તો બિલ ભરો
દિલ્હીના સીએમએ કહ્યું કે સબસિડી 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી અરજી કરનારા તમામ લોકો માટે ચાલુ રહેશે. નવેમ્બરમાં અરજી કરનારાઓએ ઓક્ટોબરનું બિલ ભરવાનું રહેશે અને નવેમ્બરથી સબસિડી મળશે. ડિસેમ્બરમાં અરજી કરનારાઓએ ઓક્ટોબર અને નવેમ્બર બે મહિનાના બિલ ચૂકવવાના રહેશે. તથા દરેક નાગરિકે દર વર્ષે એકવાર સબસિડી માટે અરજી કરવી પડશે.
Tags :
AamAadmiPartyArvindKejriwalDelhifreeelectricityfreeelectricityGujaratElectionGujaratFirst
Next Article