Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા, પ્રશાંત કિશોરની હાજરીમાં કોની સાથે બેઠક કરી?

ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે મહિનાથી સૌથી વધારે જો કોઇ નામની ચર્ચા થઇ રહી હોય તો તે છે નરેશ પટેલ. પાટીદાર અગ્રણી અને ખડલધામના ચેરમને નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. નરેશ પટેલ પણ આ અંગે કોઅ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. દર વખતે તેઓ એક જ વાત કરે છે કે સમય આવશે ત્યારે જાહેરાત કરીશે. ક્યારેક તેઓ ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહયા છે તો ક્યારેક કોંગ્રેસના નેà
નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા  પ્રશાંત કિશોરની હાજરીમાં કોની સાથે બેઠક કરી
ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે મહિનાથી સૌથી વધારે જો કોઇ નામની ચર્ચા થઇ રહી હોય તો તે છે નરેશ પટેલ. પાટીદાર અગ્રણી અને ખડલધામના ચેરમને નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે. નરેશ પટેલ પણ આ અંગે કોઅ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. દર વખતે તેઓ એક જ વાત કરે છે કે સમય આવશે ત્યારે જાહેરાત કરીશે. ક્યારેક તેઓ ભાજપના નેતાઓ સાથે જોવા મળી રહયા છે તો ક્યારેક કોંગ્રેસના નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી રહ્યા છે. આ તમામ સ્થિતિ વચ્ચે અત્યારે નરેશ પટેલ દિલ્હીમાં છે.
છેલ્લા ઘણા સમયથી એક વાત એવી ચાલી રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. જે રીતે તેઓ ગુજરાતમાં અને દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, તેને જોતા આ શક્યતા સાચી હોય તેવું પણ લાગે છે. દિલ્હી પહોંચેલા નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો હોવાની વાત પણ સામે આવી છે. આ તમામ લોકોએ કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલ સાથે બેઠક કરી છે. નરેશ પટેલ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રતાપ દુધાત, લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ પણ દિલ્હી પહોંચ્યા છે.
માત્ર આટલું જ નહીં કે.સી વેણુગોપાલ સાથેની આ બેઠકમાં રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર પણ હાજર હતા તેવી માહિતી સામે આવી છે. એટલે કે વધુ એક વખત એવા સંકેતો મળ્યા છે કે નરેશ પટેલનો કોંગ્રેસ તરફી જુકાવ વધારે છે. આ બેઠક બાદથી તો નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની અટકળોને નવું બળ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતો જોરશોરથી થઇ રહી હતી. તે સમયે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાની ના પાડતા નરેશ પટેલે પણ કોઇ નિર્ણય જાહેર કર્યો નહોતો. ત્યારે હવે ફરી એક વખત તેમણે દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓ અને પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે.
દિલ્હી જતા પહેલા નરેશ પટેલે ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા સાથે બંધબારણે બેઠક કરી હોવાની વાત પણ સામે આવી હતી. શનિવારે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે નરેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા વચ્ચે બંધબારણે બેઠક થઇ હતી. આ બેઠકમાં પણ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની વાત અંગે ચર્ચા થઇ હોવાનું સૂત્રો દ્વારા બહાર આવ્યું હતું. આ પહેલા પણ તેમણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે હવે તેમના દિલ્હી પ્રવાસ પર સૌની નજર મંડાયેલી છે.
Advertisement
Tags :
Advertisement

.