Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપના પૂર્વ દિગ્ગજ પાટીદાર નેતા, પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાયા

ભાજપ BJPના પૂર્વ દિગ્ગજ પાટીદાર નેતા (Patidar leader)અને ડભોઇ(Dabhoi)ના પૂર્વ ધારાસભ્ય આજરોજ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ડભોઇ  દભૉવતીના ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા, પૂર્વ ધારાસભ્ય, સ્થાનિક અગ્રણી અને મોટાગજાના પાટીદાર નેતા બાલકૃષ્ણભાઈ પટેલ ( ઢોલાર ) આજરોજ અમદાવાદના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છ
ભાજપના પૂર્વ દિગ્ગજ પાટીદાર નેતા  પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાયા
Advertisement
ભાજપ BJPના પૂર્વ દિગ્ગજ પાટીદાર નેતા (Patidar leader)અને ડભોઇ(Dabhoi)ના પૂર્વ ધારાસભ્ય આજરોજ કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ડભોઇ  દભૉવતીના ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા, પૂર્વ ધારાસભ્ય, સ્થાનિક અગ્રણી અને મોટાગજાના પાટીદાર નેતા બાલકૃષ્ણભાઈ પટેલ ( ઢોલાર ) આજરોજ અમદાવાદના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધીવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. આમ, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડીયા, મનીષભાઈ દોશી, ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલ સહિતના વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં બાલકૃષ્ણભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે ત્યારે ડભોઈ વિધાનસભાની બેઠક ઉપર આવનાર ચૂંટણીમાં મોટી નવાજૂનીના એંધાણ વરતાઈ રહયાં છે. 
જેથી ડભોઇ વિધાનસભા બેઠક ઉપર એક મોટો અપસેટ સર્જાશે તેવી ગણત્રી રાજકીય પંડિતો માંડી રહયાં છે. હાલ ચર્ચાઓ ચાલી રહી છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી બાલકૃષ્ણભાઈને ઉતારી મોટી સંખ્યામાં પાટીદાર મત બેન્કવાળી આ બેઠક ઉપર પાટીદાર કાર્ડ ખેલી આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. જેથી આવનાર સમય માટે રાજકીય પંડિતો નવેસરથી રાજકીય ગણિત માંડવાના કામે લાગી ગયાં છે. 
રાજકીય પંડિતોના મતે આ મત વિસ્તારમાંથી આજદિન સુધી કોઈપણ ઉમેદવાર સતત બીજી ટર્મ માટે વિજેતા બન્યો નથી. માટે આવો ઈતિહાસ ધરાવતી આ બેઠકને કેટલાક પંડિતો શ્રાપિત માની રહયાં છે. જેથી હવે જોવાનું રહે છે કે, ભાજપા હાલનાં વર્તમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને પુનઃ ઉમેદવાર તરીકે રીપીટ કરે છે કે નહીં ? અને જો રીપીટ કરે છે, તો તેઓ વિજયી બની નવો ઈતિહાસ રચે છે કે, પછી જૂની પરંપરા જ ચાલુ રહેશે, એ તો આવનાર સમય જ બતાવશે. 
જોકે, હાલ તો ભાજપાએ બુથ લેવલ સુધીની તૈયારીઓ પૂર્ણ કરી આ બેઠક જીતવ માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ પાટીદાર નેતાને તાબડતોડ પક્ષમાં સમાવી માસ્ટર સ્ટ્રોક માર્યો છે ત્યારે કેટલાક રાજકીય પંડિતો માથું ખંજવાળતા થયાં છે અને ગણત્રી માંડી રહયા છે કે, ભાજપા પણ આ બેઠક જીતવા પાટીદાર કાર્ડ ખેલી વર્તમાન ધારાસભ્યને બદલી મજબૂત પાટીદાર નેતાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે. પણ એ તો આવનાર સમય જ બતાવશે હાલ તો " જો અને તો " ની ગણત્રીઓ જ ચાલી રહી છે.
આજરોજ મોડી સાંજે ડભોઈ ખાતેના કોંગ્રેસ કાર્યાલયમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ની ઉપસ્થિતિમાં બાલકૃષ્ણભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિષભાઇ રાવલ, તાલુકા પંચાયત વિપક્ષનાં નેતા પ્રહલાદભાઈ પટેલ, નગરપાલિકાના વિપક્ષનાં અગ્રણી સુભાષભાઈ ભોજવાણી સુધીર બારોટ ચિરાગ પટેલ દીક્ષિત પટેલ  સહિત વિવિધ ચૂંટાયેલા સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહયાં હતાં.
Tags :
Advertisement

.

×