યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલા કરશે કેસરિયા
ગુજરાત કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. યુથ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલા કેસરિયા કરે તેવી પુરેપુરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે વિશ્વનાથ સિંહે યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ક્યારે ભાજપમાં જોડાશે તે હજું નક્કી નથી પણ તેઓ ભાજપમાં જોડાશે તે વાત ફાયનલ ગણાઇ રહી છે. એક à
ગુજરાત કોંગ્રેસ (Congress) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. યુથ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા યુથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વિશ્વનાથસિંહ વાઘેલા કેસરિયા કરે તેવી પુરેપુરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે વિશ્વનાથ સિંહે યુથ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ક્યારે ભાજપમાં જોડાશે તે હજું નક્કી નથી પણ તેઓ ભાજપમાં જોડાશે તે વાત ફાયનલ ગણાઇ રહી છે.
એક તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. તાજેતરમાં ઘણા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે ત્યારે હવે રવિવારે યુથ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાઇ તેવી શક્યતા છે.
વિશ્વનાથસિંહ વાઘેલાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ગુપ્ત મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. બંધ બારણે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ હતી. જે તસવીરો બહાર આવી છે તેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાથે વિશ્વનાથસિંહ જોવા મળી રહ્યા છે. અન્ય તસવીરમાં સી.આર.પાટીલ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વનાથસિંહે પોતાનું રાજીનામું વ્હોટ્સ એપમાં શેર કર્યું હતુ. રાજીનામાના પત્રમાં તેમણે પરિવારવાદનો આક્ષેપ લગાવ્યો છે. કાર્યકર્તાઓને તેમણે 7 પાનાનો પત્ર લખીને સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે. તેમણે યુથ કોંગ્રેસના પદ અને કોંગ્રેસના પ્રાથમિક પદ પરથી તેમણે રાજીનામું સોંપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના (Hardik Patel) સમર્થનથી વિશ્વનાથસિંહ યુથ કોંગ્રેસની ચૂંટણી જીત્યા હતા. સમયાંતરે કોંગ્રેસમાં પડી રહેલા રાજીનામાને જોતા ગુજરાતમાં કોંગ્રેસ તુટતી હોય તેમ જણાઈ રહ્યું છે.
Advertisement