ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દહેગામ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022)આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ વધી રહ્યો છે. તમામ પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, આ દરમિયાન ટિકિટ ન મળતા અનેક ઉમેદવારોની નારજગી અને અનેક સમાજનો વિરોધ પણ સામે આવી રહ્યો છે.  ત્યારે  સમાચાર મળી  રહ્યા છે કે કોંગ્રેસમાં વધુ એક નારાજ ઉમેદવાર પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. દહેગામ  કોંગ્àª
05:00 PM Nov 21, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022)આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે પક્ષપલટો પણ વધી રહ્યો છે. તમામ પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, આ દરમિયાન ટિકિટ ન મળતા અનેક ઉમેદવારોની નારજગી અને અનેક સમાજનો વિરોધ પણ સામે આવી રહ્યો છે.  ત્યારે  સમાચાર મળી  રહ્યા છે કે કોંગ્રેસમાં વધુ એક નારાજ ઉમેદવાર પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. દહેગામ  કોંગ્રેસના  ધારાસભ્ય કામિની બાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું  છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને સંબોધીને તેમણે રાજીનામું આપ્યું છે. કામિની બા કોંગ્રેસ છોડીને આવતી કાલે ભાજપનો ખેસ ધારણ કરશે. 
જિલ્લાની 34 દહેગામ વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસે વખતસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ત્યારે કામિની બા રાઠોડે તેનો વિરોધ દર્શાવ્યો છે. થોડા દિવસ પહેલા દહેગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કામીની બાએ આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે આ બેઠક માટે મારી પાસે એક કરોડ માંગ્યા છે. મેં રૂપિયા ન આપ્યા તો અન્યો જોડેથી રૂપિયા લઈને ટિકિટ વેચી દીધી.  પહેલા મારી પાસે એક કરોડની માંગણી કરી પછી 70 લાખ કીધા અને મેં કહ્યું 70 લાખ નહીં તો મારી પાસે 50 લાખની માંગણી કરી છે. મને કહેવામાં આવ્યુ હતુ કે, તમે જ્યાં સુધી પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારી ટિકિટ ફાઈનલ નહીં થાય. તમે પૈસા આપશો પછી જ ફાઈનલ થશે. આમ કામિની બાએ કોંગ્રેસ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. 
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આપણ વાંચો- વડોદરાની 10 બેઠકો પર આટલા મૂરતિયાઓ છે મેદાનમાં, જિલ્લાની બેઠકો પર ચૂંટણીજંગ બનશે રોમાંચક
Tags :
AssemblyElectionAssemblyElection2022BJPCongressElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstKaminibaRathodResignCongress
Next Article