ભાજપના પૂર્વ નેતા જયનારાયણ વ્યાસનો કોંગ્રેસને ટેકો, સભામાં કહી આ વાત
સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને આપ્યો ટેકોથોડાં દિવસ અગાઉ ભાજપમાંથી આપ્યું હતું રાજીનામુંજય નારાયણ વ્યાસ ભાજપની સરકારમાં મંત્રી રહી ચુક્યા છેગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે આગામી 1લી તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે થોડાં દિવસ અગાઉ ભાજપમાંથી રાજીનામું આપનારા અને ભાજપની સરકારમાં àª
12:37 PM Nov 27, 2022 IST
|
Vipul Pandya
- સિદ્ધપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને આપ્યો ટેકો
- થોડાં દિવસ અગાઉ ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું
- જય નારાયણ વ્યાસ ભાજપની સરકારમાં મંત્રી રહી ચુક્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) માટે આગામી 1લી તારીખે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. રાજકીય પાર્ટીઓનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે થોડાં દિવસ અગાઉ ભાજપમાંથી રાજીનામું આપનારા અને ભાજપની સરકારમાં મંત્રી પદ પર રહી ચુકેલા જયનારાયણ વ્યાસે (Jaynarayan Vyas) વામૈયા ગામમાં કોંગ્રેસની સભામાં ઉપસ્થિત રહ્યાં હતી અને કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપ્યો હતો.
દિવસ-રાત મહેનત કરીએ
તેમણે વામૈયા ગામમાં કોંગ્રેસની સભામાં કહ્યું કે, પહેલાં તો મારે તમારી પાસેથી વચન લેવું છે. એ તો મારો અધિકાર છે કે આપણે ચંદનજીભાઈને જીતાડીને ગાંધીનગર મોકલીશું તેના માટે રાત દિવસ હવે મતદાનની તારીખ સુધી પ્રયત્ન કરીશું. બિલકુલ પ્રયત્ન કરી જાગતા રહી સંપ રાખી. મારે તમારે ના બનતું હોય તેની રીહ (દાઝ) ચંદનજીભાઈ (Chandanji Thakor) પર નહી કાઢવાની એટલે તમારા બધા વતી હું ચંદનજીભાઈને વિજયનો હાર પહેરાઉં છું.
સિદ્ધપુરમાં ભાજપના મત તુટી શકે છે
વામૈયા ગામમાં ઠાકોર સમાજની મોટી વસ્તી હતી જેમાં ભાજપના પૂર્વ આરોગ્ય મંત્રીનું સમર્થન મળ્યું હતું. આનાથી સિદ્ધપુર વિધાનસભા બેઠક પર ખાસ કરીને સિદ્ધપુર (Siddhpur) શહેર પર તેની અસર પડી શકે છે કારણ કે સિદ્ધપુર શહેરમાં 15 થી 20 હજાર મતો બ્રહ્મસમાજના છે અને ભાજપના તે મતો તુટી શકે છે.
ભાજપની પ્રતિક્રિયા
ભાજપના (BJP) પૂર્વ નેતા જયનારાયણ વ્યાસે (Jaynarayan Vyas) કોંગ્રેસે ટેકો આપવા મામલે ભાજપની પ્રતિક્રિયા આવી છે. ભાજપના નેતા ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને કોઈપણ માટે પ્રચાર કરવાની છૂટ છે. તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ બળવંતસિંહ ઠાકોર સામે સિદ્ધપુરની બે વખત ચૂંટણી હરી ચૂક્યા છે. જયનારાયણ વ્યાસથી કોઈ ફરક પડશે નહિ. અમે સિદ્ધપુર સીટ મોટા માર્જિનથી જીતી રહ્યા છે.
આ પણ વાંચો - બે અપક્ષ ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરતો કાયેદસરનો કર્યો કરાર, કહ્યું ભાજપનો વિકાસ જોઇ થયા પ્રભાવિત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article