પહેલા નણંદ અને હવે સસરા પણ રીવાબાની વિરુદ્ધમાં , કોંગ્રેસના ઉમેદવારને ભાઇ ગણાવી તેને જીતાડવા કરી અપીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક જામનગર ઉત્તરમાં રીવાબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભાભી નયનાબા પહેલેથી જ રીવાબા સામે મોરચો ખોલીને બેઠેલા છે અને ભાજપના ઉમેદવાર બીપીનસિંહને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અને હવે ખુદ રિવાબાની સામે તેમના સસરા પણ મેદાનમાં ઉતર્યા છે.. રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂને બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થ
09:41 AM Nov 29, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સૌથી ચર્ચિત બેઠક જામનગર ઉત્તરમાં રીવાબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ભાભી નયનાબા પહેલેથી જ રીવાબા સામે મોરચો ખોલીને બેઠેલા છે અને ભાજપના ઉમેદવાર બીપીનસિંહને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અને હવે ખુદ રિવાબાની સામે તેમના સસરા પણ મેદાનમાં ઉતર્યા છે.. રવિન્દ્ર જાડેજાના પિતાએ પુત્રવધૂને બદલે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની અપીલ કરી છે. વીડિયો સંદેશમાં રવિન્દ્ર જાડેજાના પિતાએ ક્ષત્રિય સમાજના કોંગ્રેસના ઉમેદવારને પોતાના નાના ભાઈ ગણાવી તેમને વિજયી બનાવવાની અપીલ કરી છે. અનિરુદ્ધ સિંહ જાડેજાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નયનાબાએ રિવાબાને ગણાવ્યા છે બહારના ઉમેદવાર
રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજા પહેલેથી જ રીવાબાની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. નયનાબાએ રીવાબા બહારની વ્યક્તિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. રીવાબા જામનગરના બદલે રાજકોટ દક્ષિણના મતદાર છે. નણંદ નૈનાબાએ ભાભી રિવાબા પર તેના નામને લઇને શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.. કારણ કે લગ્નના છ વર્ષ પછી પણ રીવાબાના તમામ ડોક્યુમેન્ટ્સમાં પિતાની સરનેમ બોલી રહી છે. તેમણે તેમના ડોક્યુમેન્ટ્સમાં સરનેમ સોલંકીથી બદલાવીને જાડેજા કરાવી નથી.. નયના જાડેજા કોંગ્રેસમાં છે અને તે પાર્ટીના ઉમેદવાર બિપિન્દરસિંહ જાડેજા માટે સતત પ્રચાર કરી રહ્યા છે.
રીવાબાને જીતાડવા પતિ રવિન્દ્ર જાડેજા દ્વારા જોર-શોરથી પ્રચાર
જો કે રીવાબાની તરફેણમાં કોઇ મજબૂત અને અડિખમ રીતે ઉભુ હોય તો તે છે તેમના પતિ રવિન્દ્ર જાડેજા. જે પોતાની પત્નીને જીતાડવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે અને છેલ્લા એક સપ્તાહથી સતત રોડ શો પણ કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા પર રીવાબા માટે પ્રચાર કરી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જામનગર પહોંચ્યા ત્યારે રવિન્દ્ર જાડેજાએ તેમની મુલાકાત કરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા રાજકારણમાં સંપૂર્ણ રીતે છવાયેલા દેખાઈ રહ્યા છે. 28 નવેમ્બરે તેમણે ભાજપના ઉમેદવારની તરફેણમાં ડેડિયાપાડામાં રોડ શો પણ કર્યો હતો. ક્રિકેટના ચાહકો રવિન્દ્ર જાડેજાને સર જાડેજા કહીને બોલાવે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article