નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા મુદ્દે હાર્દિક પટેલે શું કહ્યું, જાણો
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે દાહોદમાં નિવેદન આપ્યું હતુંકે નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે જલ્દી કોઇ નિર્ણય લઇ લેવો જોઇએ. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે જલ્દીમાં જલ્દી નિરાકરણ કરવામાં આવે. દાહોદમાં યોજાયેલી રાહુલ ગાંધીની જનસભામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું કે હું ઇચ્છું છું કે જલ્દી નિરાકરણ આવે. નરેશ પટેલે વારંવાર દિલ્હી જઇà
07:30 AM May 10, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે દાહોદમાં નિવેદન આપ્યું હતુંકે નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે જલ્દી કોઇ નિર્ણય લઇ લેવો જોઇએ. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે જલ્દીમાં જલ્દી નિરાકરણ કરવામાં આવે.
દાહોદમાં યોજાયેલી રાહુલ ગાંધીની જનસભામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું કે હું ઇચ્છું છું કે જલ્દી નિરાકરણ આવે. નરેશ પટેલે વારંવાર દિલ્હી જઇને મિટીંગ કરવી પડે છે અને સાથે અન્ય ધારાસભ્યો પણ ગયા હતા. જે સારી વાત છે પણ જેટલો મોડો નિર્ણય થશે તેટલી ગુજરાતની જનતાની ચિંતા વધશે.
તેમણે કહ્યું કે નરેશ પટેલે જલ્દી નિર્ણય કરવો જોઇએ. બે મહિના પહેલાં નરેશ પટેલની રાજકારણમાં આવવાની વાત આવી ત્યારે લોકોમાં ઉત્સાહ હતો. ગઇ કાલના તેમના દિલ્હી પ્રવાસથી નવી ઉમ્મીદ ઉભી થઇ છે.
તેમણે એમ પણ કહ્યું કે હું કોંગ્રેસમાં જ છું, રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવેલા છે ત્યારે સ્વાભાવિક છે કે મારે મારી જવાબદારી નિભાવાની હોય.
ઉલ્લેખનિય છે કે નરેશ પટેલ ગઇ કાલે દિલ્હી ગયા હતા. સૌરાષ્ટ્રના 4 ધારાસભ્યો પણ દિલ્હી ગયા હતા. તમામની કે.સી.વેણુગોપાલ સાથે મિટીંગ પણ થઇ હોવાના અહેવાલ આવ્યા હતા. આ મુદ્દેહાર્દિક પટેલે દાહોદમાં પોતાની પ્રતિક્રીયા આપી હતી.
Next Article