Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
03:18 AM Oct 30, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) મહાજંગ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે. સૌરાષ્ટ્રના રાજકીય એપી સેન્ટર રાજકોટની બેઠક પર કબજો કરવો રાજકીય પક્ષો માટે મહત્વનું બની જાય છે. આવો જાણીએ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરની રાજકીય હલચલ અને ચૂંટણી પરિણામના લેખાજોખા.
રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. રાજકોટ ગુજરાત રાજ્યમાં ચોથા નંબરનું મોટું શહેર છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટમાં 8 વિધાનસભા ક્ષેત્રો આવેલા છે, જેમાંનું એક છે રાજકોટ પૂર્વ. રાજકોટ 68 ઇસ્ટ વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું ઈમિટેશન જવેલરીનું હબ છે અને તેને ગૃહ ઉદ્યોગોનો ગઢ માનવામાં આવે છે.
રાજકોટની ભૌગૌલિક સ્થિતિ
રાજકોટની સરહદે સાત જીલ્લાની સરહદો સ્પર્શે છે. જેમાં રાજકોટની ઉત્તરે મારબી અને સુરેન્દ્રનગર જીલ્લો, પૂર્વમાં બોટાદ જીલ્લો, દક્ષિણમાં અમરેલી અને જૂનાગઢ જીલ્લો તથા પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જીલ્લો આવેલો છે. આ સાથે જ ભાદર, ગોંડલી અને મચ્છુ જેવી સાત નદીઓ રાજકોટની ધરતીને નવપલ્લવિત કરે છે.
સીમાંકનનું સમીકરણ
વર્ષ 2010માં રાજકોટની જૂની બેઠક નંબર 1ના બે ભાગ થયા. નવા સીમાંકન મુજબ રાજકોટ એક બેઠકના બે ભાગ પડયા છે. રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ. જિલ્લામાં નવા સીમાંકનની સૌથી વધુ અસર રાજકોટ 1 બેઠકને થઈ છે. રાજકોટ પૂર્વની નવી રચાયેલી બેઠક નંબર 68ની વાત કરીએ તો તેમાં વોર્ડ નંબર 5, 16, 17, 18, 19, 20 આમ આ છ વોર્ડનો રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવેશ થાય છે. રાજકોટ પૂર્વ બેઠક પર કુલ મતદારોની સંખ્યા આશરે 258580 છે. જેમાં આશરે 136972 પુરુષ મતદારો અને 121608 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

જાતિવાદી સમીકરણ
જાતિગત સમીકરણની દ્રષ્ટિએ રાજકોટ પૂર્વની બેઠકને સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં લેઉવા પટેલ, કડવા પટેલ, લધુમતી, દલિત, કોળી, માલધારી સમાજનું પ્રભુત્વ છે. કુલ વસ્તીનાં 100%માંથી લેઉવા પટેલ 19%, કોળી 15%, દલિત 15%, લધુમતી 15%, કડવા પટેલ 5% અને અન્ય 31% મતદારોની વસ્તી છે.
રાજકોટ પૂર્વ બેઠક ચૂંટણી પરિણામ
 કોંગ્રેસ -ઇન્દ્રનીલ રાજયગુરુ-2012 
ભાજપ -અરવિંદ રૈયાણી-2017
વર્ષ 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક કોંગ્રેસના મિતુલ ડોંગા અને ભાજપના અરવિંદ રૈયાણીની ટક્કર થઈ હતી. જેમાં 22782 મતોની સરસાઈથી ભારતીય જમતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી.
જ્યારે વર્ષ 2021માં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અને તેમના સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યું, ત્યારે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
Tags :
GujaratFirstimageandimpressionRajkotEastassemblyseat
Next Article