Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતની ચોર્યાસી બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખà
04:06 AM Oct 29, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તા ભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. 'ગુજરાત ફર્સ્ટ'ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે

 ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે. વધુમાં વધુ 150 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ભાજપે તેના પરંપરાગત શહેરી મતદારો તેમજ આદિવાસી, ઓબીસી, દલિત અને પાટીદારોને ધ્યાનમાં રાખીને ખાસ રણનીતિ બનાવી છે. કોંગ્રેસ પણ રાજકીય છાપ ટકાવી રાખવા માટે ગડમથલ કરી રહી છે. ગુજરાત વિધાનસભા 2022માં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આજે અહીંયા અમે તમને ચોર્યાસી વિધાનસભા બેઠક (choryasi assembly constituency) વિશે જાણકારી આપી રહ્યા છીએ.

ચોર્યાસી વિધાનસભા બેઠક 
ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો છે. ભાજપ સતત 6 ટર્મથી આ વિધાનસભા બેઠક પર જીતતું આવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ઝંખનાબેન પટેલે કોંગ્રેસ ઉમેદવાર યોગેશભાઈ પટેલને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના પૂર્વ મહામંત્રી અજય ચૌધરી ભાજપમાંથી બળવો કરીને ત્રીજું પરિબળ બનીને મેદાનમાં ઉતર્યા હતા. તેમ છતાં, અજય ચૌધરી આ બેઠક પર જીતી શક્યા નહોતા.
.વર્ષ     વિજેતા ઉમેદવાર      પક્ષ
2017  ઝંખનાબેન પટેલ     ભાજપ
2012   રાજેન્દ્રભાઈ પટેલ   ભાજપ
2007  નરોત્તમભાઈ પટેલ  ભાજપ
2002  નરોત્તમભાઈ પટેલ  ભાજપ
1998 નરોત્તમભાઈ પટેલ   ભાજપ
1995 નરોત્તમભાઈ પટેલ   ભાજપ
1990  મનુભાઈ પટેલ        YVP
1985  કાંતિભાઈ પટેલ     કોંગ્રેસ
1980   ઉષાબેન પટેલ     કોંગ્રેસ
1975   ઠાકોરભાઈ પટેલ  NCO
1972  નરસિંહભાઈ કોન્ટ્રાક્ટર કોંગ્રેસ
1967    U. P. S. ભટ્ટ       કોંગ્રેસ
1962  પુરુષોત્તમ ચૌહાણ   કોંગ્રેસ
મહાનગરપાલિકાના 9 વોર્ડ઼
ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં મહાનગરપાલિકાના 29 પૈકીના 9 વોર્ડનો વિસ્તારનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 9 અડાજણ-પાલ,વોર્ડ નંબર-17 ડુંભાલ-પરવટ, વોર્ડ નંબર-21 ઇચ્છાનાથ ડુમસ, વોર્ડ નંબર-24-લિંબાયત ઉધનાયાર્ડ, વોર્ડ નંબર-25 ગોડાદરા ડિંડોલી ઉત્તર, વોર્ડ નંબર-26 ડિંડોલી દક્ષિણ, વોર્ડ નંબર-27 પાંડેસરા ભેસ્તાન, વોર્ડ નંબર-28 બમરોલી અને વોર્ડ નંબર-29 વડોદ જીઆવ.
ચોર્યાસી મતવિસ્તારની માહિતી
ચોર્યાસી વિધાનસભા મતવિસ્તાર સુરત જિલ્લામાં કામરેજ તાલુકામાં આવેલો છે. આ ગામમાં મુખ્યત્વે આદિવાસીઓ અને પાટીદાર તથા અન્ય લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં સ્થાનિકો મુખ્યત્વે, ખેતી, ખેતમજૂરી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. મુખ્યત્વે ડાંગર, શેરડી, કેળા તેમજી શાકભાજીની ખેતી કરવામાં આવે છે.
ચોર્યાસી વિધાનસભા પેટાચૂંટણી
ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય રાજાભાઈ પટેલનું મુંબઇ ખાતે 5 ઓગસ્ટ 2015ના રોજ અવસાન થતાં ચોર્યાસી વિધાસભાની બેઠક ખાલી પડી હતી. આ કારણોસર વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. ભાજપ નેતાગીરીએ કોળી સમાજને સાચવવાના ભાગરૂપે રાજાભાઇની પુત્રી ઝંખનાને ટિકિટ આપી હતી.
કોંગ્રેસે સૌથી વધારે મતદારો ધરાવતા ઉત્તર ભારતીય સમાજને ધ્યાનમાં રાખીને ધનસુખ રાજપૂતને ચૂંટણી જંગમાં ઉતાર્યાહતા. પેટાચૂંટણીમાં કોંગ્રેસનાં ધનસુખ રાજપુતને 46,651 વોટ મળ્યા હતા. જ્યારે ઝંખનાબેન પટેલને 90,098 વોટ મળ્યા હતા. ભાજપના ઝંખનાબેન પટેલે ખૂબ મોટા માર્જિનથી આ બેઠક જીતી હતી. 
ચોર્યાસી વિધાનસભા બેઠકનું ગણિત
ચોર્યાસી વિધાનસભા બેઠકના આંકડાકીય ગણિતની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોઈ પણ રીતે હિન્દીભાષીને ટીકીટ આપવામાં આવતી નથી. આ બેઠક પર હંમેશા કાંઠા વિભાગનાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. વર્ષ 2012માં થયેલ નવા સીમાંકન બાદ ચોર્યાસી વિધાનસભા બેઠકમાં તમામ પ્રકારના લોકો વસવાટ કરે છે. આ વિધાનસભા બેઠક પર સૌથી વધુ કોળી મતદારો છે. ત્યારબાદ ખલાસી માછી, મુસ્લિમ, ક્ષત્રિય, પ્રજાપતિ, પાટીદાર, હળપતિ, દલિત, બ્રાહ્મણ, દેસાઈ, રાજપૂત, OBC તથા ગુજરાતી મતદારો વસવાટ કરે છે.

નરોત્તમ પટેલ અને ચોર્યાસી વિધાનસભા
વર્ષ 1995થી લઈને વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરોત્તમભાઈ પટેલ ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી જીતતા આવ્યા છે. ચોર્યાસી વિધાનસભામાં આઠ લાખ મતદારો હતા તે સમયે પણ ભાજપનાં વરિષ્ઠ નેતા નરોત્તમ પટેલ આ બેઠક પરથી વિજયી થતાં આવ્યા છે.
આ પણ વાંચો--અમદાવાદની વેજલપુર બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં
Tags :
ChoryasiSeatGujaratAssemblyElection2022GujaratFirstSurat
Next Article